પાયે વાગે છે ઘૂઘરીના ધમકાર - Paye Vage Che Ghugharina Dhamkar - Gujarati & english Lyrics

પાયે વાગે છે ઘૂઘરીના ધમકાર મા, અંબાજી
માને સેવે છે મોટા મોટા ભૂપ રે મા, અંબાજી
બ્રાહ્મણનો ગરબો કીધો રે મા, અંબાજી
અવનીની કીધી ઇંઢોણી રે મા, અંબાજી
સાત પાતાળનું કોડિયું કીધું રે મા, અંબાજી
મેરૂ પર્વતનની કીધી વાટ રે મા, અંબાજી
સાત સાયર (સાગર)નાં તેલ રેડેલ રે મા, અંબાજી
માએ ગરબો માથે લીધો રે મા, અંબાજી
ઇન્દ્ર આવ્યા ઇન્દ્રાસન છોડી રે મા, અંબાજી
દેવ આવ્યા છે સ્વર્ગલોક છોડી રે મા, અંબાજી
શેષ આવ્યા પાતાળ લોક છોડી રે મા, અંબાજી

Paye Vage Che Ghugharina Dhamkar

Paye vage chhe ghugharin dhamakar ma, anbaji
Mane seve chhe mot mot bhup re ma, anbaji
Brahmanano garabo kidho re ma, anbaji
Avanini kidhi indhoni re ma, anbaji
Sat patalanun kodiyun kidhun re ma, anbaji
Meru parvatanani kidhi vat re ma, anbaji
Sat sayar (sagara)nan tel redel re ma, anbaji
Mae garabo mathe lidho re ma, anbaji
Indra avya indrasan chhodi re ma, anbaji
Dev avya chhe swargalok chhodi re ma, anbaji
Shesh avya patal lok chhodi re ma, anbaji