પ્રથમ કરો ખુદને સાબિત - Pratham Karo Khudane Sabita - Lyrics

પ્રથમ કરો ખુદને સાબિત

તમે તર્કને ખૂબ તાણી શકો છો,
છતાં ક્યાં રહસ્યોને જાણી શકો છો?

તમે દર્પણેથી જરા બહાર નીકળી,
કદી અન્યનું કંઈ વખાણી શકો છો?

તમે રોજ ઊઠી કશે ન જવાને,
ખરા છો કે ઘોડો પલાણી શકો છો!

તમે ધ્યાન રાખો છો વહેતી પળોનું,
પળેપળને વહેતી શું માણી શકો છો?

તમે સૌ પ્રથમ તો કરો ખુદને સાબિત,
પછી જે ગમે તે પ્રમાણી શકો છો.

-ડૉ. મનોજ એલ. જોશી ‘મન’


Pratham Karo Khudane Sabita

Tame tarkane khub tani shako chho,
Chhatan kyan rahasyone jani shako chho?

Tame darpanethi jar bahar nikali,
Kadi anyanun kani vakhani shako chho?

Tame roj uthi kashe n javane,
Khar chho ke ghodo palani shako chho!

Tame dhyan rakho chho vaheti palonun,
Palepalane vaheti shun mani shako chho?

Tame sau pratham to karo khudane sabita,
Pachhi je game te pramani shako chho.

-Do. Manoj Ela. Joshi ‘Mana’