પૂછું તને? - Puchhun Tane? - Lyrics

પૂછું તને?

એકાન્તમાં એકલવાયું લાગતાં
ભલે થયો તું બહુમાં વિભક્ત;
સર્જી ભલે તેં રસરૂપરંગે
ભરી ભરી, ચિત્રવિચિત્ર સૃષ્ટિ.

સર્જી ભલે તેં જડ ને સજીવની
અનન્ત લીલા તવ ખેલ કાજે;
અને હજી યે તવ એ કલાને
ભલે બહાવી જ રહી તું રાચે.

પરંતુ પૂછું હું તને? બધાં આ ઓછાં પડ્યાં
ક્રીડનકો રસેભર્યાં કે તેં કર્યું સર્જન માનવીનું?
ને માનવીને ઘડિયો; પછી યે અધૂરું શું યે
રહ્યું તને કે તેં મૂક્યું તેમાં વળી હૈયું મીણનું?
(૨૪-૦૭-૧૯૩૮)

-મનસુખલાલ ઝવેરી


Puchhun Tane?

Ekantaman ekalavayun lagatan
Bhale thayo tun bahuman vibhakta;
Sarji bhale ten rasaruparange
Bhari bhari, chitravichitra srushti.

Sarji bhale ten jad ne sajivani
Ananṭa lil tav khel kaje;
Ane haji ye tav e kalane
Bhale bahavi j rahi tun rache.

Parantu puchhun hun tane? badhan a ochhan padyan
Kridanako rasebharyan ke ten karyun sarjan manavinun?
Ne manavine ghadiyo; pachhi ye adhurun shun ye
Rahyun tane ke ten mukyun teman vali haiyun minanun?
(24-07-1938)

-Manasukhalal Zaveri