રામદે પીરનો હેલો - Rāmade Pīrano Helo - Lyrics

રામદે પીરનો હેલો

હેઈ… હે જી રે…
હે… રણુજાના રાજા, અજમલજીના બેટા
વીરમદેના વીરા, રાણી હેતલના ભરથાર
મારો હેલો સાંભળો, હો… હો… જી
હો જી રે મારો હેલો સાંભળો જી

હેઈ… હેલો મારો સાંભળો, રણુજાના રાય
હુકમ કરો તો પીર, જાત્રાયું થાય
મારો હેલો સાંભળો, હો… હો… જી
હો જી રે મારો હેલો સાંભળો જી

હે… હે… હે જી રે…
હે… વાણિયો ને વાણિયણે ભલી રાખી ટેક
પુત્ર ઝૂલે પારણે તો જાત્રા કરશું એક
મારો હેલો સાંભળો, હો… હો… જી
હો જી રે મારો હેલો સાંભળો જી

હે… વાણિયો ને વાણિયણ જાત્રાએ જાય
માલ દેખી ચોર એની વાંહે વાંહે જાય
મારો હેલો સાંભળો, હો… હો… જી
હો જી રે મારો હેલો સાંભળો જી

હે… હે જી રે…
હે… ઊંચી ઊંચી ઝાડિયું ને વસમી છે વાટ
બે હતા વાણિયા ને ત્રીજો થયો સાથ
મારો હેલો સાંભળો, હો… હો… જી
હો જી રે મારો હેલો સાંભળો જી

હે… હે જી રે…
ઊંચા ઊંચા ડુંગરા ને વચમાં છે ઢોર
મારી નાખ્યો વાણિયો ને માલ લઈ ગયા ચોર
મારો હેલો સાંભળો, હો… હો… જી
હો જી રે મારો હેલો સાંભળો જી

હે… હે… ઊભી ઊભી અબળા કરે રે પોકાર
સોગટે રમતા પીરને કાને ગયો સાદ
મારો હેલો સાંભળો, હો… હો… જી
હો જી રે મારો હેલો સાંભળો જી

હે… લીલુડો છે ઘોડલો ને હાથમાં છે તીર
વાણિયાની વહારે ચઢ્યા રામદે પીર
મારો હેલો સાંભળો, હો… હો… જી
હો જી રે મારો હેલો સાંભળો જી

હેઈ… હેલો મારો સાંભળો રણુજાના રાય
હુકમ કરો તો પીર જાત્રાયું થાય
મારો હેલો સાંભળો, હો… હો… જી
હો જી રે મારો હેલો સાંભળો જી

હે… હે… ઊઠ ઊઠ અબળા ગઢમાં તું જો
ત્રણે ભુવનમાંથી શોધી લાવું ચોર
મારો હેલો સાંભળો, હો… હો… જી
હો જી રે મારો હેલો સાંભળો જી

હે… ભાગ ભાગ ચોરટા તું કેટલેક જઈશ
વાણિયાનો માલ તું કેટલા દહાડા ખઈશ
મારો હેલો સાંભળો, હો… હો… જી
હો જી રે મારો હેલો સાંભળો જી

હે… રણુજાના રાજા, અજમલજીના બેટા
વીરમદેના વીરા, રાણી હેતલના ભરથાર
મારો હેલો સાંભળો, હો… હો… જી
હો જી રે મારો હેલો સાંભળો જી

હે… આંખે કરું આંધળો ને ડીલે કાઢું કોઢ
દુનિયા જાણે પીર રામદેનો ચોર
મારો હેલો સાંભળો, હો… હો… જી
હો જી રે મારો હેલો સાંભળો જી

લાયજાનો વાણિયો ને ભલી રાખી ટેક
રણુંજા શહેરમાં વાણિયે પહેરી લીધો વેશ
મારો હેલો સાંભળો, હો… હો… જી
હો જી રે મારો હેલો સાંભળો જી

હેઈ… હેલો મારો સાંભળો રણુજાના રાય
હુકમ કરો તો પીર જાત્રાયું થાય
મારો હેલો સાંભળો, હો… હો… જી
હો જી રે મારો હેલો સાંભળો જી

હે… રણુજાના રાજા, અજમલજીના બેટા
વીરમદેના વીરા, રાણી હેતલના ભરથાર
મારો હેલો સાંભળો, હો… હો… જી
હો જી રે મારો હેલો સાંભળો જી


Rāmade Pīrano Helo

Heī… He jī re… He… Raṇujānā rājā, ajamalajīnā beṭā
Vīramadenā vīrā, rāṇī hetalanā bharathāra
Māro helo sānbhaḷo, ho… Ho… Jī
Ho jī re māro helo sānbhaḷo jī

Heī… Helo māro sānbhaḷo, raṇujānā rāya
Hukam karo to pīra, jātrāyun thāya
Māro helo sānbhaḷo, ho… Ho… Jī
Ho jī re māro helo sānbhaḷo jī

He… He… He jī re… He… Vāṇiyo ne vāṇiyaṇe bhalī rākhī ṭeka
Putra zūle pāraṇe to jātrā karashun eka
Māro helo sānbhaḷo, ho… Ho… Jī
Ho jī re māro helo sānbhaḷo jī

He… Vāṇiyo ne vāṇiyaṇ jātrāe jāya
Māl dekhī chor enī vānhe vānhe jāya
Māro helo sānbhaḷo, ho… Ho… Jī
Ho jī re māro helo sānbhaḷo jī

He… He jī re… He… Ūnchī ūnchī zāḍiyun ne vasamī chhe vāṭa
Be hatā vāṇiyā ne trījo thayo sātha
Māro helo sānbhaḷo, ho… Ho… Jī
Ho jī re māro helo sānbhaḷo jī

He… He jī re… Ūnchā ūnchā ḍungarā ne vachamān chhe ḍhora
Mārī nākhyo vāṇiyo ne māl laī gayā chora
Māro helo sānbhaḷo, ho… Ho… Jī
Ho jī re māro helo sānbhaḷo jī

He… He… Ūbhī ūbhī abaḷā kare re pokāra
Sogaṭe ramatā pīrane kāne gayo sāda
Māro helo sānbhaḷo, ho… Ho… Jī
Ho jī re māro helo sānbhaḷo jī

He… līluḍo chhe ghoḍalo ne hāthamān chhe tīra
Vāṇiyānī vahāre chaḍhyā rāmade pīra
Māro helo sānbhaḷo, ho… Ho… Jī
Ho jī re māro helo sānbhaḷo jī

Heī… Helo māro sānbhaḷo raṇujānā rāya
Hukam karo to pīr jātrāyun thāya
Māro helo sānbhaḷo, ho… Ho… Jī
Ho jī re māro helo sānbhaḷo jī

He… He… Ūṭh ūṭh abaḷā gaḍhamān tun jo
Traṇe bhuvanamānthī shodhī lāvun chora
Māro helo sānbhaḷo, ho… Ho… Jī
Ho jī re māro helo sānbhaḷo jī

He… Bhāg bhāg choraṭā tun keṭalek jaīsha
Vāṇiyāno māl tun keṭalā dahāḍā khaīsha
Māro helo sānbhaḷo, ho… Ho… Jī
Ho jī re māro helo sānbhaḷo jī

He… Raṇujānā rājā, ajamalajīnā beṭā
Vīramadenā vīrā, rāṇī hetalanā bharathāra
Māro helo sānbhaḷo, ho… Ho… Jī
Ho jī re māro helo sānbhaḷo jī

He… Ānkhe karun āndhaḷo ne ḍīle kāḍhun koḍha
Duniyā jāṇe pīr rāmadeno chora
Māro helo sānbhaḷo, ho… Ho… Jī
Ho jī re māro helo sānbhaḷo jī

Lāyajāno vāṇiyo ne bhalī rākhī ṭeka
Raṇunjā shaheramān vāṇiye paherī līdho vesha
Māro helo sānbhaḷo, ho… Ho… Jī
Ho jī re māro helo sānbhaḷo jī

Heī… Helo māro sānbhaḷo raṇujānā rāya
Hukam karo to pīr jātrāyun thāya
Māro helo sānbhaḷo, ho… Ho… Jī
Ho jī re māro helo sānbhaḷo jī

He… Raṇujānā rājā, ajamalajīnā beṭā
Vīramadenā vīrā, rāṇī hetalanā bharathāra
Māro helo sānbhaḷo, ho… Ho… Jī
Ho jī re māro helo sānbhaḷo jī

Source: Mavjibhai