રણઝણ મીણા ચડ્યા - Ranazan Min Chadya - Lyrics

રણઝણ મીણા ચડ્યા

અમથા અમથા અડ્યા
કે અમને રણઝણ મીણા ચડ્યા

એક ખૂણામાં પડી રહેલા
હતા અમે તંબુર
ખટક અમારે હતી કોઈ દી
બજવું નહિ બેસૂર

રહ્યાં મૂક થઈને અબોલ મનડે
છાના છાના રડ્યા
કે અમને રણઝણ મીણા ચડ્યા

જનમ જનમ કૈં ગયા વીતી ને
ચડી ઉતરી ખોળ
અમે ન કિન્તુ રણઝણવાનો
કર્યો ન કદીયે ડોળ

અમે અમારે રહ્યાં અઘોરી
નહીં કોઈને નડ્યા
કે અમને રણઝણ મીણા ચડ્યા

આ જનમારે ગયા અચાનક
અડી કોઈના હાથ
અડ્યા ન કેવળ થયા તમારા
તાર તારના નાથ

સૂર સામટા રહ્યાં સંચરી
અંગ અંગથી દડ્યા
કે અમને રણઝણ મીણા ચડ્યા

હવે લાખ મથીએ નવ તો યે
રહે મૂક અમ હૈયું
સૂરાવલિ લઈ રહ્યું છે
સાંવરનું સામૈયું

જુગ જુગ ઝંખ્યા સરોદસ્વામી
જોતે જોતે જડ્યા
કે અમને રણઝણ મીણા ચડ્યા

-મનુભાઈ ત્રિવેદી ‘સરોદ’


Ranazan Min Chadya

Amath amath adya
Ke amane ranazan min chadya

Ek khunaman padi rahela
Hat ame tanbura
Khaṭak amare hati koi di
Bajavun nahi besura

Rahyan muk thaine abol manade
Chhan chhan radya
Ke amane ranazan min chadya

Janam janam kain gaya viti ne
Chadi utari khola
Ame n kintu ranazanavano
Karyo n kadiye dola

Ame amare rahyan aghori
Nahin koine nadya
Ke amane ranazan min chadya

A janamare gaya achanaka
Adi koin hatha
Adya n keval thaya tamara
Tar taran natha

Sur samat rahyan sanchari
Anga angathi dadya
Ke amane ranazan min chadya

Have lakh mathie nav to ye
Rahe muk am haiyun
Suravali lai rahyun chhe
Sanvaranun samaiyun

Jug jug zankhya sarodaswami
Jote jote jadya
Ke amane ranazan min chadya

-manubhai trivedi ‘saroda’

Source: Mavjibhai