રે! નયણાં મત વરસો! - Re! Nayanan Mat Varaso! - Gujarati Kavita

રે! નયણાં મત વરસો!

રે નયણાં! મત વરસો, મત વરસો!
રે નયણાં! વરસીને શું કરશો?
રે નયણાં! મત વરસો, મત વરસો!

આનંદી અશ્રુ નહિ ઝીલે ગરજુ જગત અદેખું:
તો દર્દીલાં ખારાં જળનું ક્યાંથી થાશે લેખું?
રે નયણાં! મત વરસો, મત વરસો!

મીઠાં જળની તરસી દુનિયા ખારાં છો ક્યાં ખરશો
દુનિયાદારીના દરિયામાં અમથાં ડૂબી મરશો.
રે નયણાં! મત વરસો, મત વરસો!

કોઈ નથી એ જળનું પ્યાસી ક્યાં જઈને કરગરશો?
રે નયણાં! મત વરસો, મત વરસો!


रे! नयणां मत वरसो!

रे नयणां! मत वरसो, मत वरसो!
रे नयणां! वरसीने शुं करशो?
रे नयणां! मत वरसो, मत वरसो!

आनंदी अश्रु नहि झीले गरजु जगत अदेखुं:
तो दर्दीलां खारां जळनुं क्यांथी थाशे लेखुं?
रे नयणां! मत वरसो, मत वरसो!

मीठां जळनी तरसी दुनिया खारां छो क्यां खरशो
दुनियादारीना दरियामां अमथां डूबी मरशो.
रे नयणां! मत वरसो, मत वरसो!

कोई नथी ए जळनुं प्यासी क्यां जईने करगरशो?
रे नयणां! मत वरसो, मत वरसो!


Re! Nayanan Mat Varaso!

Re nayanan! mat varaso, mat varaso! Re nayanan! varasine shun karasho? Re nayanan! mat varaso, mat varaso!

Anandi ashru nahi zile garaju jagat adekhun:
To dardilan kharan jalanun kyanthi thashe lekhun? Re nayanan! mat varaso, mat varaso!

Mithan jalani tarasi duniya kharan chho kyan kharasho
Duniyadarina dariyaman amathan dubi marasho. Re nayanan! mat varaso, mat varaso!

Koi nathi e jalanun pyasi kyan jaine karagarasho? Re nayanan! Mat varaso, mat varaso!


Re! Nayaṇān mat varaso!

Re nayaṇān! mat varaso, mat varaso! Re nayaṇān! varasīne shun karasho? Re nayaṇān! mat varaso, mat varaso!

Ānandī ashru nahi zīle garaju jagat adekhun:
To dardīlān khārān jaḷanun kyānthī thāshe lekhun? Re nayaṇān! mat varaso, mat varaso!

Mīṭhān jaḷanī tarasī duniyā khārān chho kyān kharasho
Duniyādārīnā dariyāmān amathān ḍūbī marasho. Re nayaṇān! mat varaso, mat varaso!

Koī nathī e jaḷanun pyāsī kyān jaīne karagarasho? Re nayaṇān! Mat varaso, mat varaso!


Source : સ્વરઃ કૃષ્ણા કલૈ
રચનાઃ વેણીભાઈ પુરોહિત
સંગીતઃ અજિત મરચંટ
ચિત્રપટઃ બહુરૂપી (૧૯૬૯)


(મૂળ ચિત્રપટનું ગીત આપવા બદલ જાણીતા
ફિલ્મ સંશોધક શ્રી હરીશ રઘુવંશીનો ખૂબ ખૂબ આભાર.)

અને સાંભળો આ ગીતની સુંદર પુનઃ રજૂઆત
ઐશ્વર્યા મઝૂમદારના કંઠે