સમય મારો સાધજે વ્હાલા
સમય મારો સાધજે વ્હાલા,
કરું હું તો કાલાવાલા
અંત સમય મારો આવશે ને,
દેહનું નહિ રહે ભાન
એવે સમય મુખ તુલસી દેજે,
દેજે યમુના પાન
સમય મારો સાધજે વ્હાલા,
કરું હું તો કાલાવાલા
જીભલડી મારી પરવશ બનશે,
હારી બેસીશ હું હામ
એવે સમય મારે વ્હારે ચડીને,
મુખે રાખજે તારું નામ
સમય મારો સાધજે વ્હાલા,
કરું હું તો કાલાવાલા
કંઠ રુંધાશે ને નાડિયું તૂટે,
તૂટે જીવનની દોર
એવે સમય મારા અલબેલાજી,
કરજે બંસીનો સૂર
સમય મારો સાધજે વ્હાલા,
કરું હું તો કાલાવાલા
આંખલડી મારી પાવન કરજે,
દેજે એક જ ધ્યાન
શ્યામસુંદર તારી ઝાંખી કરીને,
પુનિત છોડે પ્રાણ
સમય મારો સાધજે વ્હાલા,
કરું હું તો કાલાવાલા
- સંત પુનિત મહારાજ
Samaya Maro Sadhaje Vhala
Samaya maro sadhaje vhala,
Karun hun to kalavala
Anṭa samaya maro avashe ne,
Dehanun nahi rahe bhana
Eve samaya mukh tulasi deje,
Deje yamun pana
Samaya maro sadhaje vhala,
Karun hun to kalavala
Jibhaladi mari paravash banashe,
Hari besish hun hama
Eve samaya mare vhare chadine,
Mukhe rakhaje tarun nama
Samaya maro sadhaje vhala,
Karun hun to kalavala
Kantha rundhashe ne nadiyun tute,
Tute jivanani dora
Eve samaya mar alabelaji,
Karaje bansino sura
Samaya maro sadhaje vhala,
Karun hun to kalavala
Ankhaladi mari pavan karaje,
Deje ek j dhyana
Shyamasundar tari zankhi karine,
Punit chhode prana
Samaya maro sadhaje vhala,
Karun hun to kalavala
- sanṭa punit maharaja
Source: Mavjibhai