સપનાં લો કોઈ સપનાં
[વૉલ્તર દ લા મેરની સ્મૃતિમાં]
સપનાં લો કોઈ સપનાં
અવાવરું કો હૈયા ખૂણે
નાખી રાખો, નહિ કંઈ પૂણે
નીવડશે કદી ખપનાં
ઉઘાડી આંખે દેખાતી આ
ક્યારે પૂરી મબલક દુનિયા?
છતી કરે એ નાખી હૈયે
ભૂરકી છાનાંછપનાં
સપનાં લો કોઈ સપનાં
કરતાં જીવતરને શું અડપલાં
ચમકે તે જ હસંતાં પગલાં
માનવતા-મ્હોરી વાડીમાં
કોઈક કવિના તપનાં
સપનાં લો કોઈ સપનાં
(ઓક્સફર્ડ, જૂન ૧૯૫૬)
-ઉમાશંકર જોશી
Sapanan Lo Koi Sapanan
[voltar d l merani smrutiman]
Sapanan lo koi sapanan
Avavarun ko haiya khune
Nakhi rakho, nahi kani pune
nivadashe kadi khapanan
Ughadi ankhe dekhati a
Kyare puri mabalak duniya? Chhati kare e nakhi haiye
bhuraki chhananchhapanan
sapanan lo koi sapanan
Karatan jivatarane shun adapalan
Chamake te j hasantan pagalan
Manavata-mhori vadiman
koik kavin tapanan
sapanan lo koi sapanan
(oksafarda, jun 1956)
-Umashankar Joshi
સ્વરઃ દિલીપ ધોળકીયા
Source: Mavjibhai