સે સોરી! માય સન, સે સોરી! - Se Sori! Maya Sana, Se Sori! - Gujarati

સે સોરી! માય સન, સે સોરી!

છ છ કલાક સ્કૂલ
ત્રણ ત્રણ કલાક ટ્યૂશન
તોય આ નોટ કોરી
સે સોરી! માય સન, સે સોરી!

ઘસી ઘસી પીવડાવી અઢળક બદામ
વળી માથે તે ચોપડ્યું ઘી
યાદદાસ્ત માટે તે શંખપુષ્પીની
કંઈ બાટલીઓ પેટમાં ભરી

કેમે કરી ન યાદ રહેતું તને લેશન
યાદ રાખે તું સિરિયલની સ્ટોરી
સે સોરી! માય સન, સે સોરી!

પંખી તો બચ્ચાંને ઊડતાં શીખવે અને
માણસ બચ્ચાંને આપે પિંજરું

મમ્મી ક્યાં જાણે કે કોરી નોટબૂકમાં
બાળ લાવ્યું છે આખું આભ દોરી
સે સોરી! માય સન, સે સોરી!

તારે હો ઊંઘવું ત્યારે જગાડું હું
જાગવું હો ત્યારે સુવડાવું
પરીઓના દેશમાંથી ઊડતો ઝાલીને
તને રિક્ષામાં ખીચોખીચ ઠાંસું

જેવો દફતરનો ભાર
એવો ભણતરનો ભાર
જાણે ઊંચકે મજૂર કોઈ બોરી
સે સોરી! માય સન, સે સોરી!

ટીચર તો ટોકે છે
મમ્મી તો રોકે છે
બોલે નહિ પપ્પા, બે ઠોકે
કોઈ જો પૂછે કે ચાલે છે કેમ?
ત્યારે અમથું બોલાઈ જાય, ઓકે!

મૂડલેસ રહેતું તે મૂંજી ગણાતું બાળ
મૂડમાં રહે તો ટપોરી
સે સોરી! માય સન, સે સોરી!


से सोरी! माय सन, से सोरी!

छ छ कलाक स्कूल
त्रण त्रण कलाक ट्यूशन
तोय आ नोट कोरी
से सोरी! माय सन, से सोरी!

घसी घसी पीवडावी अढळक बदाम
वळी माथे ते चोपड्युं घी
याददास्त माटे ते शंखपुष्पीनी
कंई बाटलीओ पेटमां भरी

केमे करी न याद रहेतुं तने लेशन
याद राखे तुं सिरियलनी स्टोरी
से सोरी! माय सन, से सोरी!

पंखी तो बच्चांने ऊडतां शीखवे अने
माणस बच्चांने आपे पिंजरुं

मम्मी क्यां जाणे के कोरी नोटबूकमां
बाळ लाव्युं छे आखुं आभ दोरी
से सोरी! माय सन, से सोरी!

तारे हो ऊंघवुं त्यारे जगाडुं हुं
जागवुं हो त्यारे सुवडावुं
परीओना देशमांथी ऊडतो झालीने
तने रिक्षामां खीचोखीच ठांसुं

जेवो दफतरनो भार
एवो भणतरनो भार
जाणे ऊंचके मजूर कोई बोरी
से सोरी! माय सन, से सोरी!

टीचर तो टोके छे
मम्मी तो रोके छे
बोले नहि पप्पा, बे ठोके
कोई जो पूछे के चाले छे केम?
त्यारे अमथुं बोलाई जाय, ओके!

मूडलेस रहेतुं ते मूंजी गणातुं बाळ
मूडमां रहे तो टपोरी
से सोरी! माय सन, से सोरी!


Se Sori! Maya Sana, Se Sori!

Chh chh kalak skula
Tran tran kalak tyushana
Toya a not kori
Se sori! Maya sana, se sori!

Ghasi ghasi pivadavi adhalak badama
Vali mathe te chopadyun ghi
Yadadasta mate te shankhapushpini
Kani batalio petaman bhari

Keme kari n yad rahetun tane leshana
Yad rakhe tun siriyalani stori
Se sori! Maya sana, se sori!

Pankhi to bachchanne udatan shikhave ane
Manas bachchanne ape pinjarun

Mammi kyan jane ke kori notabukaman
Bal lavyun chhe akhun abh dori
Se sori! Maya sana, se sori!

Tare ho unghavun tyare jagadun hun
Jagavun ho tyare suvadavun
Pariona deshamanthi udato zaline
Tane rikshaman khichokhich thansun

Jevo dafatarano bhara
Evo bhanatarano bhara
Jane unchake majur koi bori
Se sori! Maya sana, se sori!

Tichar to toke chhe
Mammi to roke chhe
Bole nahi pappa, be thoke
Koi jo puchhe ke chale chhe kema? Tyare amathun bolai jaya, oke!

Mudales rahetun te munji ganatun bala
Mudaman rahe to tapori
Se sori! Maya sana, se sori!


Se sorī! Māya sana, se sorī!

Chh chh kalāk skūla
Traṇ traṇ kalāk ṭyūshana
Toya ā noṭ korī
Se sorī! Māya sana, se sorī!

Ghasī ghasī pīvaḍāvī aḍhaḷak badāma
Vaḷī māthe te chopaḍyun ghī
Yādadāsta māṭe te shankhapuṣhpīnī
Kanī bāṭalīo peṭamān bharī

Keme karī n yād rahetun tane leshana
Yād rākhe tun siriyalanī sṭorī
Se sorī! Māya sana, se sorī!

Pankhī to bachchānne ūḍatān shīkhave ane
Māṇas bachchānne āpe pinjarun

Mammī kyān jāṇe ke korī noṭabūkamān
Bāḷ lāvyun chhe ākhun ābh dorī
Se sorī! Māya sana, se sorī!

Tāre ho ūnghavun tyāre jagāḍun hun
Jāgavun ho tyāre suvaḍāvun
Parīonā deshamānthī ūḍato zālīne
Tane rikṣhāmān khīchokhīch ṭhānsun

Jevo dafatarano bhāra
Evo bhaṇatarano bhāra
Jāṇe ūnchake majūr koī borī
Se sorī! Māya sana, se sorī!

Ṭīchar to ṭoke chhe
Mammī to roke chhe
Bole nahi pappā, be ṭhoke
Koī jo pūchhe ke chāle chhe kema? Tyāre amathun bolāī jāya, oke!

Mūḍales rahetun te mūnjī gaṇātun bāḷa
Mūḍamān rahe to ṭaporī
Se sorī! Māya sana, se sorī!


Source : રઈશ મનીઆર