શંભુ શરણે પડી - Shambhu Sharne Padi - Lyrics

શંભુ શરણે પડી - Shambhu Sharne Padi

શંભુ શરણે પડી માગું ઘડી રે ઘડી કષ્ટ કાપો
દયા કરી દર્શન શિવ આપો

તમો ભક્તો ના ભય હરનારા
શુભ સૌનું સદા કરનારા
હું છું મંદમતિ તારી ગહન ગતિ
કષ્ટ કાપો --------દયા કરી

અંગે ભસ્મ સ્મશાનની ચોળી
સંગે રાખો સદા ભૂત ટોળી
ભાલે તિલક કરી કંઠે વિષ ધરી
અમૃત આપો --------દયા કરી

નેતિ નેતિ જ્યાં વેદ કહે છે
મારું ચિતડું ત્યાં જાવા ચાહે છે
સારા જગમાં છે તું વસુ તારામાં હું
શક્તિ આપો --------દયા કરી

હું તો એકલ પંથી પ્રવાસી
છતા આતમ કેમ ઉદાસી
થાક્યો મથી રે મથી કારણ જડતું નથી
સમજણ આપો ------દયા કરી

આપો દ્રષ્ટિમાં તેજ અનોખું
સારી સૃષ્ટિમાં શિવ રૂપ રૂપ દેખું
મારા મન માં વસો આવી હૈયે વસો
શાંતિ સ્થાપો ----------દયા કરી

ભોળા શંકર ભવ દુઃખ કાપો
નિત્ય સેવા નું શુભ ધન આપો
ટાળો માન સદા ગાળો ગર્વ સદા

ભક્તિ આપો --------દયા કરી


Shambhu Sharne Padi

Shanbhu sharaṇe paḍī māgun ghaḍī re ghaḍī kaṣhṭa kāpo
Dayā karī darshan shiv āpo

Tamo bhakto nā bhaya haranārā
Shubh saunun sadā karanārā
Hun chhun mandamati tārī gahan gati
Kaṣhṭa kāpo --------dayā karī

Ange bhasma smashānanī choḷī
Sange rākho sadā bhūt ṭoḷī
Bhāle tilak karī kanṭhe viṣh dharī
Amṛut āpo --------dayā karī

Neti neti jyān ved kahe chhe
Mārun chitaḍun tyān jāvā chāhe chhe
Sārā jagamān chhe tun vasu tārāmān hun
Shakti āpo --------dayā karī

Hun to ekal panthī pravāsī
Chhatā ātam kem udāsī
Thākyo mathī re mathī kāraṇ jaḍatun nathī
Samajaṇ āpo ------dayā karī

Āpo draṣhṭimān tej anokhun
Sārī sṛuṣhṭimān shiv rūp rūp dekhun
Mārā man mān vaso āvī haiye vaso
Shānti sthāpo ----------dayā karī

Bhoḷā shankar bhav duahkha kāpo
Nitya sevā nun shubh dhan āpo
Ṭāḷo mān sadā gāḷo garva sadā

Bhakti āpo --------dayā karī