શ્રી સત્યનારાયણની કથા (સંપૂર્ણ) - Shri Satyanarayan Katha- Gujarati

શ્રી સત્યનારાયણની કથા

(સમશ્લોકી ભાષાંતર)


શ્રી ગણેશાય નમઃ

શ્રી હરિઃ

ૐ નમો ભગવતે વાસુદેવાય નમઃ


॥ વિદ્યા-મન્દિરપ્રાર્થના ॥

સરસ્‍વતી નમસ્તુભ્યં વરદે કામરૂપિણિ ।
વિદ્યારંભં કરિષ્યામિ સિદ્ધિર્ભવતુ મે સદા ॥

અન્‍નદાનં પરં દાનં વિદ્યા દાનમ્ અતઃ પરમ્।
અન્‍નેન ક્ષણિકા તૃપ્‍તિ: યાવજ્‍જીવઞ્‍ચ વિદ્યયા॥

યા કુન્દેન્દુ તુષારહારધવલા યા શુભ્રવસ્ત્રાવૃતા
યા વીણાવરદણ્ડમણ્ડિતકરા યા શ્વેતપદ્માસના।
યા બ્રહ્માચ્યુતશંકરપ્રભૃતિભિર્દેવૈઃ સદા વન્દિતા
સા માં પાતુ સરસ્‍વતી ભગવતી નિઃશેષજાડ્યાપહા॥

ગજાનનં ભૂતગણાદિસેવિતં કપિત્થજમ્બૂફલચારૂભક્ષણમ્ ।
ઉમાસુતં શોકવિનાશકારકં નમામિ વિઘ્‍નેશ્વરપાદપઙ્‍કજમ્ ॥

મહાલક્ષ્મિ નમસ્તુભ્યં નમસ્તુભ્યં સુરેશ્‍વરિ ।
હરિપ્રિયે નમસ્તુભ્યં નમસ્તુભ્યં દયાનિધે ॥

સરસ્‍વતી નમસ્તુભ્યં વરદે કામરૂપિણિ ।
વિદ્યારંભં કરિષ્યામિ સિદ્ધિર્ભવતુ મે સદા ॥


॥ विद्या-मन्दिरकी प्रार्थना ॥

सरस्‍वती नमस्तुभ्यं वरदे कामरूपिणि ।
विद्यारंभं करिष्यामि सिद्धिर्भवतु मे सदा ॥

अन्‍नदानं परं दानं विद्या दानम् अतः परम्।
अन्‍नेन क्षणिका तृप्‍ति: यावज्‍जीवञ्‍च विद्यया॥

या कुन्देन्दु तुषारहारधवला या शुभ्रवस्त्रावृता
या वीणावरदण्डमण्डितकरा या श्वेतपद्मासना।
या ब्रह्माच्युतशंकरप्रभृतिभिर्देवैः सदा वन्दिता
सा मां पातु सरस्‍वती भगवती निःशेषजाड्यापहा॥

गजाननं भूतगणादिसेवितं कपित्थजम्बूफलचारूभक्षणम् ।
उमासुतं शोकविनाशकारकं नमामि विघ्‍नेश्वरपादपङ्‍कजम् ॥

महालक्ष्मि नमस्तुभ्यं नमस्तुभ्यं सुरेश्‍वरि ।
हरिप्रिये नमस्तुभ्यं नमस्तुभ्यं दयानिधे ॥

सरस्‍वती नमस्तुभ्यं वरदे कामरूपिणि ।
विद्यारंभं करिष्यामि सिद्धिर्भवतु मे सदा ॥


શ્રી ગણેશાય નમ:

અથ સંકટનાશન ગણેશસ્તોત્રમ્

નારદ ઉવાચ :-

પ્રણમ્ય શિરસા દેવં ગૌરીપુત્રં વિનાયકમ્ ।
ભક્તાવાસં સ્મરેન્‍નિત્યમાયુ: કામાર્થ સિદ્ધયે ॥૧॥

પ્રથમં વક્રતુણ્ડં ચ એકદન્‍તં દ્વિતીયકમ્ ।
તૃતીયં કૃષ્ણપિંગાક્ષં ગજવક્‍ત્રં ચતુર્થકમ્ ॥૨॥

લમ્બોદરં પંચમં ચ ષષ્‍ઠં વિકટમેવ ચ ।
સપ્‍તમં વિઘ્‍નારાજં ચ ધૂમ્રવર્ણં તથાऽષ્‍ટકમ્ ॥૩॥

નવમં ભાલચન્દ્રં ચ દશમં તુ વિનાયકમ્ ।
એકાદશં ગણપતિં, દ્વાદશં તુ ગજાનનમ્ ॥૪॥

દ્વાદશૈતાનિ નામાનિ ત્રિસંધ્યં ય: પઠેન્‍નર: ।
ન ચ વિઘ્‍નભયં તસ્ય સર્વ સિદ્ધિકરં પ્રભો ॥૫॥

વિદ્યાર્થી લભતે વિદ્યાં ધનાર્થી લભતે ધનમ્ ।
પુત્રાર્થી લભતે પુત્રાન્ મોક્ષાર્થી લભતે ગતિમ્ ॥૬॥

જપેદ્ ગણપતિસ્તોત્રં ષડ્‍ભિર્માસૈ: ફલં લભેત્ ।
સંવત્સરેણ સિદ્ધિં ચ લભતે નાત્ર સંશય: ॥૭॥

અષ્‍ટાનાં બ્રાહ્મણાનામ્ ચ લિખિત્‍વા ય: સમર્પયેત્ ।
તસ્ય વિદ્યાં ભવેત્સર્વા ગણેશસ્ય પ્રસાદત: ॥૮॥

ઇતિ શ્રીનારદપુરાણે સંકટનાશન ગણપતિસ્તોત્રં સમ્પૂર્ણમ્ ॥


श्री गणेशाय नम:

अथ संकटनाशन गणेशस्तोत्रम्

नारद उवाच :-

प्रणम्य शिरसा देवं गौरीपुत्रं विनायकम् ।
भक्तावासं स्मरेन्‍नित्यमायु: कामार्थ सिद्धये ॥१॥

प्रथमं वक्रतुण्डं च एकदन्‍तं द्वितीयकम् ।
तृतीयं कृष्णपिंगाक्षं गजवक्‍त्रं चतुर्थकम् ॥२॥

लम्बोदरं पंचमं च षष्‍ठं विकटमेव च ।
सप्‍तमं विघ्‍नाराजं च धूम्रवर्णं तथाऽष्‍टकम् ॥३॥

नवमं भालचन्द्रं च दशमं तु विनायकम् ।
एकादशं गणपतिं, द्वादशं तु गजाननम् ॥४॥

द्वादशैतानि नामानि त्रिसंध्यं य: पठेन्‍नर: ।
न च विघ्‍नभयं तस्य सर्व सिद्धिकरं प्रभो ॥५॥

विद्यार्थी लभते विद्यां धनार्थी लभते धनम् ।
पुत्रार्थी लभते पुत्रान् मोक्षार्थी लभते गतिम् ॥६॥

जपेद् गणपतिस्तोत्रं षड्‍भिर्मासै: फलं लभेत् ।
संवत्सरेण सिद्धिं च लभते नात्र संशय: ॥७॥

अष्‍टानां ब्राह्मणानाम् च लिखित्‍वा य: समर्पयेत् ।
तस्य विद्यां भवेत्सर्वा गणेशस्य प्रसादत: ॥८॥

इति श्रीनारदपुराणे संकटनाशन गणपतिस्तोत्रं सम्पूर्णम् ॥


- યાદ રાખો -

  • પોતાના આત્માથી મહાન કોઈ ગુરૂ નથી.

  • પોતાના માતા, પિતા જ પરમાત્મા છે.

  • લોભ, અપેક્ષા, મહત્વકાંક્ષા, અહંકાર, સ્વાર્થ અને ઈર્ષા આપણા દુઃખનું કારણ છે.

  • જે આત્મા સ્વરૂપે તમારા માં છે તે સ્વરૂપ પ્રત્યેક જીવમાં છે.

  • આપણું કલ્યાણ આપણે જ કરી શકીશું.

  • શ્રદ્ધા પૂર્વક કરેલી ભક્તિ કદી નિષ્ફળ જતી નથી.

  • ૧૦૮ નામ જપ કરવા કરતાં ૧૦૮ જણાને ભક્તિ તરફ વાળવા શ્રેષ્ઠ છે.

  • બાહ્ય આડંબરો કરતાં શુદ્ધ આચરણ માં ભક્તિ તરફ વાળવા શ્રેષ્ઠ છે.

  • વાણી અને વ્યવહારમાં એકત્વ અને સત્યતા જાળવો.

  • આ શરીર એક દિવસે છોડવાનું છે.


પ્રત્યેક માસની પૂર્ણિમાએ નીચેની પ્રાર્થના કરી કથાનો પ્રારંભ કરવો.

શ્રી ગણેશાય નમઃ શ્રી ગુરૂભ્યો નમઃ શ્રી ઇષ્ટ દેવતાભ્યો નમઃ કુલ દેવતાભ્યો નમઃ વાણી હિરણ્ય ગર્ભાભ્યાં નમઃ શ્રી નારાયણાભ્યાં નમઃ શ્રી ઉમા મહેશ્વરભ્યાં નમઃ માતાપિતૃ ચરણ કમલાભ્યાં નમઃ શ્રી સત્યારાયણાંભ્યાં નમઃ

વક્રતુંડ મહાકાય સુર્યકોટી સમપ્રભ,

નિર્વિઘ્નં કુરુ મે દેવ સર્વ કાર્યેષુ સિદ્ધિદા ॥ ૧ ॥

શાંતાકારં ભુજગશયનં પદ્મનાભં સુરેશં

વિશ્વાધારં ગગનસદૃશં મેઘવર્ણં શુભાંગમ

લક્ષ્મીકાન્તં કમલનયનં યોગિભિર્ધ્યાન ગમ્યં

વન્દે વિષ્ણું ભવભયહરં સર્વલોકૈકનાથં ॥૨॥

યસ્ય સ્મરણ માત્રેણ જન્મ સંસાર બંધનાત

વિમુરચતે નમસ્તસ્મૈ વિષ્ણવે પ્રભ વિષ્ણવે॥૩॥

ઓમ નમો ભગવતે વિષ્ણો સર્વ રોગા ન્યિખંડય

શાંતિ સૌખ્યં ચ સદબુદ્ધિ દેહિ દેવ નમોસ્તુતે ॥૪॥


અધ્યાય પહેલો

એક વેળા શૈનાકાદિ, મુનિ મહર્ષિ મંડળી
પૂછે સ્‌ત પુરાણીને, નૈમિષારણ્યમાં મળી ॥ ૧ ॥

વ્રતે વા તપથી કેવા, પમાયે વાંધિતાર્થને,
અમને શ્રવણે ઇચ્છા, કહો તે સૌ મહામુને ॥ ૨ ॥

સ્‌ત-કહેલું કમલાકાન્તે, નારદે પુછયું તે સમે
તેમના પ્રતિ જે રીતે, સુણો સાવધ થૈ તમે ॥ ૩ ॥

નારદ એક વેળાએ, ફરી વિવિધ લોકમાં,
પરોપકાર ઇચ્છાએ, આવ્યા તે મૃત્યું લોકમાં ॥ ૪ ॥

અત્યન્ત કલેશથી યુક્ત, તેવે સૌ જનને લહી,
નિજ કર્મ થકી દુઃખી, કૈ કૈ યોનિ વિષે રહી ॥ ૫ ॥

ખરે દુઃખ કરે દુર, તેઓ ઉપાયથી કયા ?
મને એમ વિચારી, વિષ્ણુ લોક વિષે ગયા ॥ ૬ ॥

વનમાલા શંખ ચક્ર, ગદા પદ્મે શુશોભતા,
ચતુર્ભુજે શશી વર્ણે, શ્રી નારાયણ દેવ ત્યાં ॥ ૭ ॥

નારદ-કરી સ્તુતિ નમી ન્યાળી, દેવે દેવશે તેમને
અનન્ત શક્તિ રૂપે છો, અગમ્ય વચને મને ॥ ૮ ॥

આદિ મધ્યાન્તના એવા, નિર્ગુણી ગુણવાન છો,
આદિ આપ સમગ્રોમાં, ભક્તના ભય ત્રણ છો. ॥ ૯ ॥

વદ્યા નારદ ના પ્રત્યે, સાંભળી સ્તુતિ આ હરિ
પધાર્યા આપ શા અર્થે, શો હેતુ મનમાં ધરી ॥ ૧૦ ॥

પૂછો આપ મહાભાગ? તે સર્વ તમને કહું:
નારદ-મૃત્યુલોકે જનો સર્વે, કલેશ તે પામતા બહું
પાપો રચ્યા પચ્યા રહેતા, નાના યોનિ વિષે સહુ ॥ ૧૧ ॥

પામે તે શાન્તિ શી રીતે, સંક્ષેપે તે કહો તમે,
કૃપા જો આપની હોયે, શ્રવણે ઇચ્છ્યું એ જ મેં ॥ ૧૨ ॥

ભગવાન-પૃચ્છા કરી વત્સ સારી, ઇચ્છી લોકોપકારને,
જે કર્યા થી મટે મોહ સુણ તે હું કહું તને ॥ ૧૩ ॥

મૃત્યું લોકે તથા સર્વે, જે પવિત્ર મહાનને,
દૃર્લભ વ્રત તે સ્નેહે, હવે સ્પષ્ટ કહું તને ॥ ૧૪ ॥

સત્યનારાયણ તેનું, વ્રત પ્રીતે રૂડી રીતિ,
કરી સદ્ય સુખી હોયે પરલોકે લહે ગતિ. ॥ ૧૫ ॥

મુનિ નારદ તે બોલ્યા, ભગવદ્‌વાક્ય સાંભળી
કરેલું વ્રત તે કોણે, વિધિ શો ફલ શું વળી ॥ ૧૬ ॥

કરવું વ્રત તે ક્યારે, વિસ્તારી સૌ કહો તમે,
ભગવાન-ધન ધાન્યવધે તેથી દુઃખ શોકાદિ સૌશમે ॥ ૧૭ ॥

સૌભાગ્ય સન્તતિ સ્થાયે, જય આપે બધેએ ખરે,
ઉરે ઇચ્છા સ્ફુરે ત્યારે, ભક્તિને ભાવથી કરે ॥ ૧૮ ॥

સત્યનારાયણ શ્રેષ્ઠ, તેય જે રજની મુખે,
બ્રાહ્મણો બાન્ધવો સાથે, ધર્મ તત્પર થૈ સુખે ॥ ૧૯ ॥

નૈવેધે ઉત્તમ ભક્ષ્ય સવાયું શુ ભાવથી
ઘઉંનો લોટ, ઘી, કેળા, દુધ શુદ્ધ સ્વભાવથી ॥ ૨૦ ॥

અભાવે લોટ ચોખાનો, ગોળ કે શર્કરા ધરી,
ભક્ષ્યં વસ્તુ સવાઈ સૌ, અર્પવી એકઠી કરી ॥ ૨૧ ॥

વિપ્રને દક્ષિણા દેવી, સર્વે મળી સુણી કથા,
બ્રહ્મણો બાન્ધવો સાથે, તે પછીં જમવું તથા ॥ ૨૨ ॥

સવાયું ભક્ષ્ય લૈ ભાવે, નૃત્ય ગીતાદિ આચરી,
પછી થી સ્વગ્રહે જાવું, સત્યનારાયણ સ્મરી ॥ ૨૩ ॥

મનુષ્યો કરી એ રીતે ઇષ્ટોસિદ્ધિ વરે ખરે,
ઉપાય કલિ માં રહેલો, વિશેશે પૃથ્વિ પરે, ॥ ૨૪ ॥

ઇતિ શ્રી સ્કન્દ પુરાણે રેવાખંડે સત્યનારાયણ કથાયાં

પ્રથમોધ્યાય સંપૂર્ણમ્


અધ્યાય બીજો

સત્-બીજું હવે દ્વિજો પૂર્વે, કર્યું જેણે હું તે કહું
હતો કાશીપુરી રમ્યે, વિપ્ર નિર્ધન તે બહું ॥ ૧ ॥

વ્યાકુલ થઈ ભમે ભુમાં, ક્ષુધા તૃષા વડે કરી
દુઃખી તે વિપ્રને દેખી, બ્રાહ્મણ પ્રિયથી હરી ॥ ૨ ॥

પૂછે તે વિપ્રને ભાવે, વૃદ્ધ બ્રાહ્મણ તે,
ભૂતલે ભમતા શાને, તમે નિત્ય દુઃખી થતે. ॥ ૩ ॥

તે સર્વ સુણવા ઇચ્છુ દ્વિજ શ્રેષ્ઠ? કહો મને,
બ્રાહ્મણ-ભિક્ષાર્થે ભમુ ભૂમિમાં દરીદ્ર વિપ્ર છું અને ॥ ૪ ॥

ઉપાય જાણતા હો, તો આપ કૃપા કરી કહો.
વૃદ્ધ બ્રાહ્મણ સત્યદેવ પ્રભુપ્રિર્ત, ફલતે ઇષ્ટ આપતા ॥ ૫ ॥

કરવી સત્યની પૂજા, વ્રત ઉત્તમ આચરી,
મનુષ્યો સર્વ દુઃખથી, પામે છે મુક્તિ જે કરી ॥ ૬ ॥

વિધિ તે વર્તનો વર્ણી, પ્રયત્નથી વિપ્રના પ્રતિ,
સત્યનારાયણે ત્યાંથી, અન્તર ધ્યાન કરી સ્થિતિ ॥ ૭ ॥

બ્રાહ્મણે કહ્યું તે મારે, વ્રત તો કરવું સહી,
મને એમ વિચારીને, રાતે નિંદ્રા લહિ નહિ ॥ ૮ ॥

પછી ઉઠી પ્રભાતે તે, સત્યનારાયણ વ્રત,
કરવા મન સંકલ્પી, ગયો ભિક્ષાર્થે સન્તન, ॥ ૯ ॥

દ્રવ્યમાં તે દિને નિશ્ચે, વિપ્રનું અધિકુ બન્યું,
તેવડે બાન્ધવો સાથે, આચર્યું, વ્રત સત્યનું ॥ ૧૦ ॥

સર્વ સંપતિ પામ્યો થૈ મુક્ત સૌ ભાવ થી,
શ્રેષ્ઠ વિપ્ર મનાયો તે, સત્ય વ્રત પ્રભાવથી ॥ ૧૧ ॥

આરંભી તેજ વેળાથી, માસે માસે ધરી પ્રીતી,
વ્રત સત્યેશ નું સેવી, દ્વિજ શ્રેષ્ઠ રૂડી રીતી,
મુક્ત થઈ સર્વ પાપોથી, પામ્યો દુર્લભ તે ગતી ॥ ૧૨ ॥

દુઃખ સૌ તેજ વેળાએ, નાશ પામે મનુષ્યનું,
વિપ્રો! પૃથ્વી પરે જ્યારે, તે સેવે વ્રત સત્યનું ॥ ૧૩ ॥

મહાત્મા નારદ પ્રત્યે, એમ નારાયણે કહ્યું,
તે તમોને કહ્યું વિપ્રો, હવે બીજું હું શું કહું ॥ ૧૪ ॥

ઋષિયો-કોણેતે વિપ્રથી જાણી આયર્યું પૃથ્વીમાં પ્રીતે
એમ ઉપજતા શ્રદ્ધા, શ્રવણે કહ્યું સર્વ તે. ॥ ૧૫ ॥

સ્‌ત-વ્રત જેણે કર્યું ભુમાં, સુણો તે મુનિઓ તમે,
તે બ્રાહ્મણે યથા શક્તિ, દ્રવ્યે કોઈ રૂડે સમે. ॥ ૧૬ ॥

બન્ધુ ને સ્વજનો સાથે, વ્રત તત્પર તે જહિ,
આવિયો કઠિયારો કૈ, તેવા સમયમાં તહિ ॥ ૧૭ ॥

વિપ્રના ઘરમાં આવ્યો, બારણે કાષ્ટને મૂકી,
વિપ્રને વ્રતમાં જોઈ, તૃષાએ તે અતિ દુઃખી ॥ ૧૮ ॥

નમીને વિપ્રને પૂછે, આપ આ શું કરો અને,
કર્યાથી ફલ શું થાયે, વિસ્તારી તે કહો મને, ॥ ૧૯ ॥

ઇચ્છેલું સર્વથા આપે, વ્રત એ સત્યદેવનું,
તેના પ્રસાદથી મારે, ધનધન્યાદિ છે ઘણું. ॥ ૨૦ ॥

જાણી તે વ્રત તેનાથી, કઠીયારો ખુશી થયો
પામી પ્રસાદને પાણી, પોતાના ગામમાં ગયો. ॥ ૨૧ ॥

સત્યનારાયણ દેવ, એમ ચિન્તવતો મને,
ગામમાં કાષ્ટ વેચી જે, આજે પામીશ તે ધને ॥ ૨૨ ॥

સત્યદેવ તણુ રૂડું કરીશ વ્રત હું પ્રીતે,
શિરે ધારી લઈ ભારી, વિચારી મન એ રીતે ॥ ૨૩ ॥

રમ્ય તે નગરે જાતા, ધનિકે વસતા જહિ
તે દિને કાષ્ટનું મૂલ્ય, પામ્યો તે બમણું તહિ ॥ ૨૪ ॥

તે પછી તુર્ત તે જોતે, પસન્ન થઈને મને,
ઘઉંનો લોટ, ઘી, પાકાં કેળા, સાકર દૂધને ॥ ૨૫ ॥

સવાયું મેળવી લૈ સૌ, આવાગમ ગૃહે કર્યું,
તે પછી બન્ધુઓ તેડી, વિધિ એ વ્રત આચર્યું ॥ ૨૬ ॥

તે વ્રતના પ્રભાવે તે, ધનને પુત્ર પામીયો,
આ લોકે સુખ પામીને, અંતે સત્યપુરે ગયો. ॥ ૨૭ ॥

ઇતિ શ્રી સ્કન્દ પુરાણે રેવાખંડે સત્યનારાયણ કથાયાં

દ્વિતિયોધ્યાય સંપૂર્ણમ્


અધ્યાય ત્રીજો

સત્-હાવે શુણો મુનિ શ્રેષ્ઠ, કહું હું તે રૂડી રીતિ,
પૂર્વે ઉલ્કામુખ નામે, હતો નૃપ મહીપતિ ॥ ૧ ॥

જિતેન્દ્રિય સત્યનાદી, દેવાલયે કરે ગતિ,
ધન દઈ નિત્ય સંતોષે, દ્વિજોને બુદ્ધિમાન અતિ ॥ ૨ ॥

પત્ની પદ્મમુખી તેની, પ્રમુગ્ધા તે સતી ખરે,
ભદ્રશીલા નદી તીરે, સત્યનું વ્રત આચરે ॥ ૩ ॥

આવિયો એટલામાં ત્યાં, વાણીયો સાધુ નામનો
જતો વ્યાપારને વાસ્તે, ધન ભાર ભરી ઘણો ॥ ૪ ॥

સ્થાપીને નાવ તે તીરે, ગયો ભૂપ કને અને,
પૂછે વિવેકથી તેને, વ્રતથી યુક્ત જોઈને ॥ ૫ ॥

સાધુ-આપ શું કરો રાજન? ભક્તિ યુક્ત થઈ ચિત્તે
પ્રકાશ કરશો તેનો, શ્રવણે શું સર્વ તે. ॥ ૬ ॥

રાજા-અતુલ તેજ વિષ્ણુની, પૂજા સાધો કરાય છે,
વ્રત પુત્રાદી પ્રાપ્તર્થે, સ્વજનો સહ થાય છે. ॥ ૭ ॥

ભૂપ વેણ સુણી ભાવે, ભાખે તે સાધુ તે સમે
કરીશ આપનું કહેવું, રાજન? સૌ જે કહો તમે ॥ ૮ ॥

મારે પણ પ્રજા છે, ના, થશે નિશ્રય તે હી,
પછી તેને કહ્યું તેણે, વ્રત સૌ વિધિએ તહિ,
આવ્યો ઘેર સુણી હર્ષે, સ્વવ્યાપાર તજી દઈ ॥ ૯ ॥

કહ્યું સૌ વ્રત ભાર્યાને, થાયે સંન્તતી વડે
કરીશ વ્રત તે પ્રીતે, જ્યારે સંન્તતી સાંપડે ॥ ૧૦ ॥

કથે લીલાવતી પ્રત્યે, સાધુ તે શ્રેષ્ઠ એ રીતિ,
પછી એક દિને તેની, ભાર્યા લીલાવતી સતિ ॥ ૧૧ ॥

ધર્મ યુક્ત ધણી સાથે, સહર્ષ ચિત્તથી રહી,
સત્યદેવે પ્રસાદે સ્ત્રી, તેની ગર્ભવતી થઈ. ॥ ૧૨ ॥

દશમે માસે થઈ તેને, કન્યા રત્ન સમી તથા,
નિત્ય તે વધતી ચાલી, શુક્લ પક્ષે શશી યથા ॥ ૧૩ ॥

સંસ્કારે કરીને તેનું નામ પાડયું કલાવતિ,
કહે લીલાવતી ત્યારે, પ્રિય વાણી વે પતિ ॥ ૧૪ ॥

વ્રત જે પૂર્વ સંકલ્પયું, કરતા કેમ ના તમે,
સાધુ-કરીશ વ્રત તે વ્હાલી, એના વિવાહ સમે ॥ ૧૫ ॥

સંતોષી એમ ભાર્યાને, ગયો તે નગરપ્રતિ,
વધતી તે પિતાને ત્યાં, હતી કન્યા કલાવતી ॥ ૧૬ ॥

ધર્મી સાધુ નિહાળીને, નગરે તે પછી સુતા,
મિત્રો સાથે વિચારીને, પ્રેરતો તૂર્ત દૂત ત્યાં ॥ ૧૭ ॥

કન્યા વિવાહને કાજે, શોધ તું વર શ્રેષ્ઠ તે,
ચાલ્યો આજ્ઞા થતા તેના કાંચનપુર તે પ્રીતે ॥ ૧૮ ॥

ત્યાં થકી લેઈ આવ્યો તે, તે સ્નેહે વણીક પુત્રને
ગુણી તેમજ શોભીતો, બાલ તે જોઈને અને ॥ ૧૯ ॥

કન્યાદાન દીધું તેને, વિધિએ શુભ રીતથી,
જ્ઞાતિ સ્વજનો સાથે, અતિ સંતુષ્ટ ચિત્તથી ॥ ૨૦ ॥

વિવાહ સમયે તેના, વ્રત ઉત્તમ વિસ્મર્યો,
થતાં ભાગ્ય વસાત તેમ, પ્રભુએ કોપ સાધ્યો ॥ ૨૧ ॥

પોતાના કાર્યમાં દક્ષ, થોડો કાળ રહિ અને,
જમાઈ સહ તે સાધુ, ગયો વ્યાપાર કારણે. ॥ ૨૨ ॥

સિન્ધુ સમીપમાં રમ્ય, રત્નસાર પુરે જાઈ,
સાધુ જમાઈની સાથે, વ્યાપાર કરતો તહિ ॥ ૨૩ ॥

સુંદર નગરે ચાલ્યા ચન્દ્રકેતુ ભૂપાળના,
સત્યનારાયણે તેવે સન્ધિમાં તેજ કાળના ॥ ૨૪ ॥

વિલોકી શાપ આપ્યો તે, પ્રતિજ્ઞા થકી ભ્રષ્ઠને,
અસહ્ય દારૂણ એવા, પામો પરમ કષ્ઠને ॥ ૨૫ ॥

પછી એક દિને દ્રવ્ય તસ્કર ભૂપનું લઈ,
આવિયો તેજ સ્થાને તે વણિકો વસતા જહીં ॥ ૨૬ ॥

પાછળ દોડતા દેખી, દૂતો બીક ધરી અને,
તૂર્ત તે ત્યાં થકી નાઠો, મુકીને ધન તે કને ॥ ૨૭ ॥

દૂતો આવ્યા હતાં જ્યાં તે, સજ્જન વાણીયા તહીં
ભૂપનું ધન ભાળીને, બંનેને બાંધિયા સહિ ॥ ૨૮ ॥

હર્ષથી દોડતા આવી, લાવી તસ્કરને અરે,
ન્યાયી નાથ કરો આજ્ઞા, કહે એમ નરેશને. ॥ ૨૯ ॥

બાંધીને દ્રઢ બંનેને, નૃપ આજ્ઞા થતાં અહી,
કારાગારે કઠીણ લૈ, અવિચારે મુક્યા જઈ ॥ ૩૦ ॥

શુણ્યોનાં શબ્દ કોઈએ, માયા એ સત્યદેવની
ચન્દ્રકેતુ નૃપે સાથે, હરી સમ્યતી બેઉની ॥ ૩૧ ॥

ઘેર સત્યતણા શાપે, ભાર્યા તેની દુઃખી થઈ
તેના ગૃહે હતું દ્રવ્ય, લુંટ્યું તે તસ્કરે તહિ ॥ 3૨ ॥

આધિ વ્યાધિ થકી યુક્ત, દુઃખી ક્ષુધા તૃષા અને
અન્ન માટે કરે ચિન્તા ઘેરઘેર જ આથડે ॥ 3૩ ॥

નિત્યે કલાવતી કન્યા, તે પણ ભમતી રહે,
એક દિને ક્ષુધાર્તા તે, ગઈ વિપ્ર તણા ગૃહે
સત્યનારાયણનું તે, વ્રત ત્યાં જઈને લહે ॥ 3૪ ॥

માંગતી વર તે પ્રીતે, બેશી કથા શુણી તહી,
પામી પ્રસાદ આરોગી, રાત્રિએ ઘેર તે ગઈ ॥ 3૫ ॥

માતા કલાવતી પ્રત્યે પૂછે પ્રેમ પ્રભાવથી
પુત્રિ! મને વિચારી શું? રાત્રે ક્યાં તુ ગઈ હતી ॥ 3૬ ॥

સત્વર માતાના પ્રત્યે બોલી કન્યા કલાવતી,
વ્રત વાંછા ફળે એવું જોતા વ્રિપ ગૃહે હતી. ॥ 3૭ ॥

સહર્ષે તે વણીક ભાર્યા શુણી વેણ સુતા તણું
થૈ તત્પર કરવાને વ્રત તે સત્યદેવનું ॥ 3૮ ॥

બન્ધુને સ્વજનો સાથે કરતી વ્રત તે સતી,
અહિ નિજાશ્રમે આવે વ્હેલા જમાઈને પતિ, ॥ 3૯ ॥

અપરાધે ક્ષમા આપો મારા પતિ જમાઈને,
દિવ્ય એવો વર યાચે સત્યદેવ પ્રભુ કને,
તે વ્રત કરીને તુષ્ઠ સત્યદેવ થયા અને. ॥ ૪૦ ॥

જણાવે સ્વપનમાં શ્રેષ્ઠ નરેશ ચન્દ્રકેતુને,
નૃપઉત્તમ? છોડી દે સવારે બન્દિ બેઉંને ॥ ૪૧ ॥

દ્રવ્ય જે તેં હર્યું તે સૌ દેજે હવે તું તેમને
નતો રાજ્યે ધને પુત્રે કરીશ નષ્ટ હું તને ॥ ૪૨ ॥

થયા અદ્રશ્ય એ રીતે શ્રી હરી ભૂપને કથી,
પછી પ્રભાત વેળાએ સ્વજનો સહભૂપતિ ॥ ૪૩ ॥

બેશી સભા વિષે સહુને કહે સ્વપન તમે સુણો
સધ છોડો વણિકપુત્રો બન્દી બેઉ મહાજનો ॥ ૪૪ ॥

ભૂપ વેણ શુણી એવં છુંટા મહાજનો કરી,
આણીને નૃપની પાસે વદતા વિનયે કરી ॥ ૪૫ ॥

શ્રુંખલા બન્ધથી છુટા લાવ્યા તે બેઉને અને,
તે ચંદ્રકેતુ રાજાને વણિકો નમી તે સમે ॥ ૪૬ ॥

સંભારી પૂર્વ વૃતાંન્ત ભય વ્યાકુળ તે થતાં
જ્યારે કૈ ના વધા ત્યારે ભાવે ભૂપતિ બોલતાં ॥ ૪૭ ॥

દૈવયોગે દુઃખ પામ્યા ઘણું ભય હવે ન ક્યાં
બેડીથી બેઉને છોડી ક્ષોર આદિ કરાવ્યું ત્યાં ॥ ૪૮ ॥

સંતોષી બેઉને છોડી આપી વસ્ત્રાલંકાર ભુપતિ
વળી તે વાણીયાઓને વાણીએ પોષતા અતિ ॥ ૪૯ ॥

પૂર્વે આણ્યું હતુ દ્રવ્ય તે થકી બમણું દઈ
બંનેને કહ્યું રાજાએ જાઓ ઘેર સુખી થઈ ॥ ૫૦ ॥

નમીને બોલીયા બન્ને જવું આપ કૃપા સહિ ॥ ૫૧ ॥

ઇતિ શ્રી સ્કન્દ પુરાણે રેવાખંડે સત્યનારાયણ કથાયાં

તૃતિયોધ્યાય સંપૂર્ણમ્


અધ્યાય ચોથો

મંગલ શબ્દની સાથે વિપ્રોને ધન ત્યાં દઈ,
સાધુ સ્વનગરે ચાલ્યો તત્પર તે પછી થઈ ॥ ૧ ॥

થોડે દુર ગયો સાધુ સત્યદેવ પછી પૂછે,
જાણવાની કરી ઇચ્છા તારા નાવ વિષે શું છે. ॥ ૨ ॥

મસ્ત તે જણ બંનેએ હસીને હેલના કરી
દંડી પૂછે તુ શાને શું મુદ્રા લેવા ઉરે ધરી ॥ ૩ ॥

લતાને પાંદડાઓથી નૌકા આ મુજ છે ભરી,
શુણી નિષ્ઠુર તે બોલ્યા વાણી તારી થશે ખરી ॥ ૪ ॥

દંડી તુર્ત ગયા ત્યાંથી તેને એ વિધિએ કહી
થોડે દૂર પછી બેઠા સિન્ધુ સમીપમાં જઈ ॥ ૫ ॥

સાધુ દંડી ગયા કેડે નિત્ય કર્મ કરી રહ્યો,
નૌકાને તરતી ન્યાળી ઘણો વિસ્મય તે થયો ॥ ૬ ॥

મૂર્છા પામી દ્રવ્યો ભુમાં જોઈ પત્ર લતાદિ તે
પામ્યો તે ચેતના તોયે ચિન્યાયુક્ત હતો ચિત્તે ॥ ૭ ॥

આ પ્રમાણે વધો ત્યારે તેના પ્રતિ સુતાપતિ,
શાને શોક કરો એતો શાપ આપી ગયા ગતિ ॥ ૮ ॥

તે બંધુ કરવા શક્ય નહિ સંશય લેશ ત્યાં,
વાંછીતાર્થ થશે સિદ્ધ કેમને શરણે જતા ॥ ૯ ॥

જમાતાની શુણી વાણી ગયો તે યતિના પ્રતિ,
નિહાળી નેત્રથી નામી બોલ્યો તે આદરે અતિ ॥ ૧૦ ॥

હરો અપરાધ મારો જે કહ્યું મેં આપના પ્રતિ,
વારંવાર નમી એમ શોક મગ્ન થતો અતિ. ॥ ૧૧ ॥

વિલાપ કરતો જોઈ વધા વાણી પછી પતિ,
છે બહિર્મુખ પુજાથી શુણ તુ રડ ના અતિ ॥ ૧૨ ॥

દુષ્ટ બુદ્ધિતુ મારાથી દુઃખ પામ્યો ક્ષણે ક્ષણે,
સ્તુતિ તે કરવા લાગ્યો શુણી ભગવદ્‌વાક્યને ॥ ૧૩ ॥

સાધુમોહ્યા બ્રહ્માદી દેવો સૌ માયા શું આપની કળે
અજાણ્યા ગુણને પે આશ્ચર્યમય એટલે. ॥ ૧૪ ॥

મોહિત આપ માયા શી રીતે આપને લહું,
પ્રસન્ન હો યથાશક્તિ દ્રવ્યે પૂજા કરીશ હું. ॥ ૧૫ ॥

શરણાગત રક્ષી રહ્યો હતું જે દ્રવ્ય પુર્વ તે,
તોષ્યા પ્રભુ શુણી વાણી ભક્તિયુક્ત અપુર્વ તે ॥ ૧૬ ॥

ઇચ્છિત વર આપીને અન્તર્ધ્યાન થયા હરિ,
પછી નૌકા વિષે બેસી ત્રિલોકી વિત્તથી ભરી ॥ ૧૭ ॥

વાંછા સિદ્ધ થઈ મારી તે સૌ સત્ય પ્રભાવથી
કહી તે સ્વજનો સાથે કરી પૂજા યથા વિધિ ॥ ૧૮ ॥

સત્યદેવ પ્રસાદે તે અત્યન્ત હર્ષ પામતો,
કરી તૈયાર નૌકાને નિજ દેશ વિષે જતો ॥ ૧૯ ॥

સાધુ રત્નપુરી જોવા જમાઈને કહી અને,
પ્રેરે પુછી પોતાના દ્રવ્ય રક્ષક દૂતને ॥ ૨૦ ॥

દૂત તે નગરે જૈન સાધુ ભાર્યા હતી જહિ,
જોઈ બે હાથ જોડીને ઇષ્ટ વાક્ય વધ્યો તહિ ॥ ૨૧ ॥

વણિક નગરની પાસે સંગે જમાઈને લઈ,
બન્ધુઓ સહ આવ્યો છે પુષ્કળ દ્રવ્ય તે ગ્રહિ ॥ ૨૨ ॥

સુણી દૂત મુખે વાણી ઘણાં હર્ષ થકી સતી,
કરીને સત્યની પૂજા બોલી તે તનયા પ્રતિ ॥ ૨૩ ॥

હું સાધુ દર્શન જાંઉ અવાજે તું ઉતાવળી,
વાણી એવી શુણી માની વ્રત પૂર્ણ કરી વળી ॥ ૨૪ ॥

પતિના પ્રતિ કન્યા તે ચાલી ત્યજી પ્રસાદને,
સત્યદેવ રુઠયા તેથી નૌકા યુક્ત પતિ અને ॥ ૨૫ ॥

ધનમાલ હરીને સૌ કર્યું નીરે આલોપ ત્યાં,
તેવે કલાવતી કન્યાપતિને ન વિલોકતાં ॥ ૨૬ ॥

રડીને પડી પૃથ્વીમાં ત્યાં તે શોક થતાં અતિ
નાવ તેમ સુતા દુઃખી નિહાળી એજ રીતથી ॥ ૨૭ ॥

આશ્ચર્ય ઉપજ્યું આ શું ભય એમ ઉરે ધરે,
નૌકાના ચાલકો સાથે સાધુ ચિન્તા ઘણી કરે ॥ ૨૮ ॥

તે પછી જોઈ કન્યાને દુઃખી લીલાવતી થતી,
વિલાપે વ્યાકુલ થઈ તે વદે આમ પતિપ્રતિ ॥ ૨૯ ॥

હમણાં વ્હાણની સાથે અદ્રશ્ય થયા અરે,
કોણ દેવ અવજ્ઞાથી ડુબ્યું તે જાણું ના ખરે ॥ ૩૦ ॥

જાણવું શક્ય કોનાથી મહાત્મય સત્યદેવનું,
તે પછી સ્વજનો સાથે આ રીતે વિલપે ઘણું ॥ ૩૧ ॥

સ્વામી નષ્ટ થતાં દુઃખી થતી કન્યા કલાવતી
ત્યારે લીલાવતી તેને ખોળે લઈ રડે અતિ ॥ ૩૨ ॥

પાદુકા પતિની લૈને જવા પાછળ ઇચ્છતી
ભાર્યા સાથે વણીક સાધુ પુત્રીની જોઈએ કૃતિ ॥ ૩૩ ॥

અતિશે શોક સંતોપે વિચાર મનમાં કરે
ભુલ્યોએ સત્યયેશ માયાએ હર્યું સૌ તેમણે ખરે ॥ ૩૪ ॥

સમ્પતિ જોગ વિસ્તરે સત્યપૂજા કરીશ હું
બોલાવી સર્વને એમ ઇચ્છેલું મનું કહ્યું ॥ ૩૫ ॥

વારે વારે પડી ભુમાં સાષ્ટાંગે સત્યને નમે
રંક રક્ષક સત્યેશ સંતોષ્યા અતિ તે સમે ॥ ૩૬ ॥

ભક્ત વસ્તસલ તે બોલ્યા કૃપા આણી વણીક પ્રતિ
આવી પ્રસાદ ને ત્યાગી જોવા તારી સુતા પતિ ॥ ૩૭ ॥

તે થકી પતિ કન્યાનો થયો અદ્રષ્ટ રે ખરે
લૈ પ્રસાદ ગૃહે જૈને જો તે પાછી અહિ ફરે ॥ ૩૮ ॥

તો કન્યા સાધુ તે તારી નિશ્રયે પામશે ધણી
ગગન મંડળે વાણી એવી રીતે સુતા શુણી ॥ ૩૯ ॥

સત્વર ઘેર જઈને તે લૈ પ્રસાદ કલાવતી,
પાછી આવી જુએ તેવે નીજનાથ નિહાળતી ॥ ૪૦ ॥

તે પછીથી પિતા પ્રત્તે બોલી કન્યા કલાવતી,
હવે વિલમ્બ શા માટે, સૌ ગૃહે કરીયે ગતિ ॥ ૪૧ ॥

સુતા શબ્દ શુણી એવા સાધુ સન્તોષને ધરી
વળી વિધિ વજે પૂજા સત્યદેવ તણી કરી. ॥ ૪૨ ॥

ધનને બન્ધુઓ સાથે ગયો તે નિજ મંદિરે,
પુર્ણીમાં તેમ સંક્રાન્તે પુજા સત્ય તણી કરે ॥ ૪૩ ॥

સુખી પામી અહિ અન્તે વિચરે સત્યના પૂરે ॥ ૪૪ ॥

ઇતિ શ્રી સ્કન્દ પુરાણાં રેવાખંડે સત્યનારાયણ કથાયાં

ચતુર્થ અધ્યાય સંપૂર્ણમ્


અધ્યાય પાંચમો

સ્‌ત-હવે બીજું મુની શ્રેષ્ઠ કહું તે સૌ કરે ધરો,
હતો અંગ ધ્વજ રાજા પ્રજા પાલનમાં પુરો ॥ ૧ ॥

પ્રસાદ સત્યનો ત્યાગી પામ્યો વિપતિ તે ઘણી
એક વેળા વને જઈને અનેક પશુઓ હણી ॥ ૨ ॥

વટવૃક્ષ તળે આવ્યો સત્યપૂજા લહી ખરે
ગોવાળો બાન્ધવો સાથે સન્તોષે ભક્તિએ કરે ॥ ૩ ॥

ગર્વે જોતા છતા રાજાના માન્યો ના ગયો તહિ
તોયે ગોપ બધા પ્રસાદ તે હતો જહિ ॥ ૪ ॥

મુકી પાછી ફરી ત્યાંથી લેતા પ્રસાદ તે સહુ,
પ્રસાદ ત્યજી રાજા દુઃખ કો પામતો સહુ ॥ ૫ ॥

નષ્ટ થૈ પુત્ર સૌ સાથે ધન ધાન્યાદિ સમ્પતિ,
નાશ પામ્યું બધું મારૂ નિશ્ચર્ય સત્યદેવથી ॥ ૬ ॥

તો હવે ત્યાં જવું મારે સત્યપૂજા હતી જહિ,
મન એમ વિચારીને ગયો ગોપ હતા તહિ ॥ ૭ ॥

પછી ગોપગણો સાથે સત્યમાં પ્રતિ આદરી
ભક્તિભાવ વડે પુજા રાજાએ સત્યની કરી ॥ ૮ ॥

સત્યદેવ પ્રસાદે તે ધન પુત્રાદિ પામિયો,
ભોગવિ સુખ આ લોકે અંતે સત્યપુરે ગયો ॥ ૯ ॥

દુર્લભ વ્રત જે સેવે સત્યનું શ્રેષ્ઠ સર્વથા
પવિત્ર ફલદાયી આ સ્નેહથી શુણતાં કથા ॥ ૧૦ ॥

સત્યદેવ પ્રસાદે તે ધનધાન્યદિને સજે,
પવિત્ર ફલદાયી આ સ્નેહથી શુણતા કથા ॥ ૧૧ ॥

સત્ય છે નહિ શંકા ત્યાં ભયથી ભીરૂ ઉગરે,
ફલ ઈષ્ટ લહી અંતે ગતિ સત્યપુરે કરે ॥ ૧૨ ॥

સત્યદેવ તણું જે આ વ્રત જો તેમને કહ્યું,
મનુષ્ય આદરી તને દુઃખ દૂર કરે સહુ ॥ ૧૩ ॥

કલિમાં છે વિશેષ આ સત્ય પુજા ફલપ્રદા
કોઈ કાલ કહે, કોઈ સત્યકો ઈસ ભાખતા ॥ ૧૪ ॥

સત્યનારાયણ કોઈ સત્યદેવ બીજા વદે,
વિવિધ રૂપથી પોતે સર્વને ફલ ઈષ્ટ દે ॥ ૧૫ ॥

શ્રી સત્યવ્રત રૂપી છે સનાતન પ્રભુખરે
ભણેશુણે મુની શ્રેષ્ઠ કલિમાં એ નિરંતરે
સત્યદેવ પ્રસાદે તો નષ્ટ સૌ પાપને કરે ॥ ૧૬ ॥

ઇતિ શ્રી સ્કન્દ પુરાણાં રેવાખંડે સત્યનારાયણ કથાયાં

પંચમોધ્યાય સંપૂર્ણમ્


આરતી - ઓમ જય જગદીશ હરે

ઓમ જય જગદીશ હરે, સ્વામી જય જગદીશ હરે
ભક્તજનોકે સંકટ (૨) ક્ષણમેં દૂર કરે… ઓમ જય…

જો ધ્યાવે ફલ પાવે, દુઃખ બિનસે મનકા (૨)
સુખ સંપત્તિ ઘર આવે, (૨) કષ્ટ મિટે તન કા… ઓમ જય…

માત પિતા તુમ મેરે, શરણ ગ્રહુ કિસકી (૨)
તુમ બિન ઓર ન દુજા, (૨) આશ કરું મૈં જીસકી… ઓમ જય…

તુમ પુરણ પરમાત્મા, તુમ અંતરયામી (૨)
પાર બ્રહ્મ પરમેશ્વર, (૨) તૂમ સબકે સ્વામી… ઓમ જય…

તુમ કરુણા કે સાગર, તુમ પાલનકર્તા (૨)
મૈં સેવક તુમ સ્વામી, (૨) કૃપા કરો ભર્તા… ઓમ જય…

તુમ હોં એક અગોચર, સબકે પ્રાણ પતિ (૨)
કિસ બિધ મિલુ દયામય, (૨) તૂમકો મૈં કુમતિ… ઓમ જય…

દિનબંધુ દુઃખ હર્તા, તુમ રક્ષક મેરે (૨)
કરુણા હસ્ત બઢાઓ, (૨) દ્વાર ખડા તેરે… ઓમ જય…

વિષય વિકાર મિટાઓ, પાપ હરો દેવા (૨)
શ્રદ્ધા ભક્તિ બઢાઓ, (૨) સંતન કી સેવા… ઓમ જય…

તન મન ધન, સબ કુછ હૈ તેરા (૨)
તેરા તુઝકો અર્પણ, (૨) ક્યા લાગે મેરા… ઓમ જય…

Om Jay Jagdish Hare - English Lyrics


સત્યનારાયણ નીરાજનમ્

જયદેવ! જયદેવ! વંદે દેવેશં (૨)
નારાયણમજમાંદ્ય, શ્રીશંવિશ્વેશમ્ જયદેવ-૧

દ્રષ્ટવા કાશીપૂર્યા, વિપ્રધન રહિતમ્ (૨)
ચક્રે વૃદ્ધો ભૂત્વા તં સંપત્સહિતમ્ જયદેવ-૨

કાષ્ટ ક્રેતા લબ્દલા, દ્વિગુણં કાષ્ટધનં (૨)
ભકત્યા કૃત્યા પૂજાં, લેબે સત્સદંનમ્ જયદેવ-૩

ઉલ્કામુખ નૃપવદનાત, સાત્વા વ્રતમમલં (૨)
વણિક સ સાધુર્લેભે, કલવતી રત્નમ્ જયદેવ-૪

લીલાવતી વ્રતાદવૈ, તે બંધન રહિતં (૨)
તૃષ્ટ! સત્યશ્વકે જામાત્રા સહિતમ્ જયદેવ-૫

દ્રષ્ટિ પ્રભોઃ પ્રસાદાત્, પ્રાપ્યગતં સ્વધનં (૨)
દ્રષ્ટવા સુંતા સાવ્રી, લેભે સત્સદનમ્ જયદેવ-૬

તુંગદ્વજોપિ રાજા, ગત્વા ગોપગણમ્ (૨)
ભુક્તવા પ્રમાદેમમસં, લેભે સત્સદનમ્ જયદેવ-૭

શ્રી સત્યેશ પ્રભોરિહ, નીરાજન મમલં (૨)
યો યો મર્ત્વ! પઠતે લભતે સત્યપદમ્ જયદેવ-૮

=== સમાપ્ત ===