શુકન જોઈને સંચરજો રે - Shukan Joīne Sancharajo Re - Lyrics

શુકન જોઈને સંચરજો રે

(જાન પ્રસ્થાન)

શુકન જોઈને સંચરજો રે

સામો મળ્યો છે જોશીડો રે
જોશ જોઈ પાછો વળીયો રે
શુકન જોઈને સંચરજો રે

સામો મળ્યો છે માળીડો રે
ફૂલગજરા આપી પાછો વળીયો રે
શુકન જોઈને સંચરજો રે

સામો મળ્યો છે દોશીડો રે
ચૂંદડી આપી પાછો વળીયો રે
શુકન જોઈને સંચરજો રે

સામો મળ્યો છે સોનીડો રે
કડલાં આપી પાછો વળીયો રે
શુકન જોઈને સંચરજો રે

સામો મળ્યો છે મણીયારો રે
ચૂડલાં આપી પાછો વળીયો રે
શુકન જોઈને સંચરજો રે

જોઈશે લીલેરા શા વાના રે
જડશે ગોકુળમાંના કાના રે
શુકન જોઈને સંચરજો રે


Shukan Joīne Sancharajo Re

(jān prasthāna)

Shukan joīne sancharajo re

Sāmo maḷyo chhe joshīḍo re
Josh joī pāchho vaḷīyo re
Shukan joīne sancharajo re

Sāmo maḷyo chhe māḷīḍo re
Fūlagajarā āpī pāchho vaḷīyo re
Shukan joīne sancharajo re

Sāmo maḷyo chhe doshīḍo re
Chūndaḍī āpī pāchho vaḷīyo re
Shukan joīne sancharajo re

Sāmo maḷyo chhe sonīḍo re
Kaḍalān āpī pāchho vaḷīyo re
Shukan joīne sancharajo re

Sāmo maḷyo chhe maṇīyāro re
Chūḍalān āpī pāchho vaḷīyo re
Shukan joīne sancharajo re

Joīshe līlerā shā vānā re
Jaḍashe gokuḷamānnā kānā re
Shukan joīne sancharajo re

Source: Mavjibhai