સીમંતિનીનું ગીત
કોઈને હું તો કહું નહિ બસ વાયરાની જેમ વહું
ઉદરે મૃદુ ગીત ઉછેરી ફૂલની ફોરમ લહું
વણદીઠા એ વદન ઉપર સ્મિત અદીઠું મહેકે
રહે હથેલી ઝાંખી ક્યારે મોરલાનું વન ગહેકે
પુલક પુલક અણુ અણુ મમ રોમને એવું કહું
કોઈને હું તો કહું નહિ બસ વાયરાની જેમ વહું
પારણું પોપટ મોર મઢ્યું હું નીંદમાં હીંચોળું
હાલરડાંના સૂરમાં મીઠા શોધું શૈશવ ભોળું
હરખની મુજ ઉરમાં વાગે વાંસળી એવું લહું
કોઈને હું તો કહું નહિ બસ વાયરાની જેમ વહું
પળે પળે હું સુણ્યા કરું ઝાંઝર ઝીણો રવ
આંગળી કળી મોગરાની ગુલપાનીનો પગરવ
પ્રાણમાં પમરી આવજે મારા વ્હાલમાં વીંટી લઉ
કોઈને હું તો કહું નહિ બસ વાયરાની જેમ વહું
-સુશીલા ઝવેરી
Simantininun Gita
Koine hun to kahun nahi bas vayarani jem vahun
Udare mrudu git uchheri fulani foram lahun
Vanadith e vadan upar smit adithun maheke
Rahe hatheli zankhi kyare moralanun van gaheke
Pulak pulak anu anu mam romane evun kahun
Koine hun to kahun nahi bas vayarani jem vahun
Paranun popat mor madhyun hun nindaman hincholun
Halaradanna suraman mith shodhun shaishav bholun
Harakhani muj uraman vage vansali evun lahun
Koine hun to kahun nahi bas vayarani jem vahun
Pale pale hun sunya karun zanzar zino rava
Angali kali mogarani gulapanino pagarava
Pranaman pamari avaje mar vhalaman vinti lau
Koine hun to kahun nahi bas vayarani jem vahun
-sushil zaveri
Source: Mavjibhai