તજવો ના સંગાથ! - Tajavo N Sangatha! - Lyrics

તજવો ના સંગાથ!

રુદિયાની ઓળખ જેની સાથ,
એનો તજવો ના, તજવો ના સંગાથ;
મેળવિયો હેતે જેનો હાથ,
એનો તજવો ના, તજવો ના સંગાથ.

      દુનિયાની પારના  ઓ ઊજળા હો  દેશ, તો યે
      રજ આ ધરતીની ના તજાય;
      આવે  સૂરજ-ચાંદાના   નભથી   સંદેશ, તો યે
      ઘરનો દીવો ના હોલવાય:

      રુદિયાની ઓળખ જેની સાથ,
      એનો તજવો ના, તજવો ના સંગાથ;
      મેળવિયો   હેતે  જેનો   હાથ,
      એનો તજવો ના, તજવો ના સંગાથ.

      નાનકડા  ઘરનો  વાંકોચૂકો   હો  ઊંબરો, પણ
      ડુંગર પર વાસ ના વસાય;
      ઊંચે રે  ઊંચે ગાજે  મેળો  વાદળિયો, તો પણ
      ઊંધી ગાગર રે ના વળાય :

      રુદિયાની ઓળખ જેની સાથ,
      એનો તજવો ના, તજવો ના સંગાથ;
      મેળવિયો   હેતે  જેનો   હાથ,
      એનો તજવો ના, તજવો ના સંગાથ.

      પેલી ગમ પથરાયાં હો વનરાવન ગાઢ, તો યે
      આંગણની છાંય ના હરાય;
      વાટે ઘાટે નીરખ્યાં  હો લોચનિયે વ્હાલ, તો યે
      નિજનાં ના  વેગળાં કરાય:

      રુદિયાની ઓળખ જેની સાથ,
      એનો તજવો ના, તજવો ના સંગાથ;
      મેળવિયો   હેતે  જેનો   હાથ,
      એનો તજવો ના, તજવો ના સંગાથ.
      (કુમાર ૧૯૫૭)

      -હસિત બૂચ

Tajavo N Sangatha!

Rudiyani olakh jeni satha,
eno tajavo na, tajavo n sangatha;
melaviyo hete jeno hatha,
eno tajavo na, tajavo n sangatha.

      duniyani paran  o ujal ho  desha, to ye
      raj a dharatini n tajaya;
      ave  suraja-chandan   nabhathi   sandesha, to ye
      gharano divo n holavaya:

      rudiyani olakh jeni satha,
      eno tajavo na, tajavo n sangatha;
      melaviyo   hete  jeno   hatha,
      eno tajavo na, tajavo n sangatha.

      nanakad  gharano  vankochuko   ho  unbaro, pana
      dungar par vas n vasaya;
      unche re  unche gaje  melo  vadaliyo, to pana
      undhi gagar re n valaya :

      rudiyani olakh jeni satha,
      eno tajavo na, tajavo n sangatha;
      melaviyo   hete  jeno   hatha,
      eno tajavo na, tajavo n sangatha.

      peli gam patharayan ho vanaravan gadha, to ye
      anganani chhanya n haraya;
      vate ghate nirakhyan  ho lochaniye vhala, to ye
      nijanan n  vegalan karaya:

      rudiyani olakh jeni satha,
      eno tajavo na, tajavo n sangatha;
      melaviyo   hete  jeno   hatha,
      eno tajavo na, tajavo n sangatha.
      (kumar 1957)

      -Hasit Bucha