તમારા સમ જો તમે મને વા’લાં!
જૂઠડા સમ શીદ ખાવ છો જી રે
તમારું મન મને ત્યાં જાવ છો.
આવા તે રૂડા ઓરડા મેલીને
છાપરામાં સૂવા જાવ છો જી રે
તમારું મન…
આવાં તે રૂડાં દાતણ મેલીને
આવળ બો.રડી ચાવવા જાવ છો જી રે
તમારું મન…
આવાં તે રૂડાં નાવણ મેલીને
ખાડે ખાબોચિય નાવ છો જી રે
તમારું મન…
આવાં તે રૂડાં ભોજન મેલીને
ટાઢા ટૂકડા ખાવા જાવ છો જી રે
તમારું મન…
આવાં તે રૂડાં પોઢણ મેલીને
ટૂટેલ ખાટલે સૂવા જાવ છો જી ર
તમારું મન…
Tamara Sam Jo Tme Mane Vala
Tamar sam jo tame mane va’lan!
Juṭhad sam shid khav chho ji re
Tamarun man mane tyan jav chho.
Av te rud orad meline
Chhaparaman suv jav chho ji re
Tamarun mana…
Avan te rudan datan meline
Aval bo.radi chavav jav chho ji re
Tamarun mana…
Avan te rudan navan meline
Khade khabochiya nav chho ji re
Tamarun mana…
Avan te rudan bhojan meline
Tadh tukad khav jav chho ji re
Tamarun mana…
Avan te rudan podhan meline
Tutel khaṭale suv jav chho ji ra
Tamarun mana…