તારા દેશમાં આંબા આંબલી રે -Tara Desh Ma Amba Ambali Re - Gujarati & english Lyrics

તારા દેશમાં આંબા આંબલી રે
વણઝારા વાલ્યમ લોલ,
મારા દેશમાં ધોળી ધ્રાખ છે રે
નાનકડા નાયક લોલ.

તારે ખાવા ઘઉં બાજરો રે
વણઝારા વાલ્યમ લોલ,
મારે ખાવા ટાઢા ટૂકડા રે
નાનકડા નાયક લોલ
તારા દેશમાં…

તારે રે’વા મંદર માળિયાં રે
વણઝારા વાલ્યમ લોલ,
માટે રે’વા તૂટેલ છાપરાં રે
નાનકડા નાયક લોલ
તારા દેશમાં…

તારે સૂવા છે ઢોલિયા રે
વણઝારા વાલ્યમ લોલ,
મારે છે તૂટેલ ખાટલી રે
નાનકડા નાયક લોલ
તારા દેશમાં…

તારી પાસે છે નાણલાં રે
વણઝારા વાલ્યમ લોલ,
મને નિર્ધન નોતી રાખવી રે
નાનકડા નાયક લોલ
તારા દેશમાં …

પોઠ્ય હાલી ગુજરાતમાં રે
વણઝારા વાલ્યમ લોલ,
અમને મૂલ્યાં એકલાં રે
નાનકડા નાયક લોલ
તારા દેશમાં…

Tara Desh Ma Amba Ambali Re

Tar deshaman anba anbali re
Vanazar valyam lola,
Mar deshaman dholi dhrakh chhe re
Nanakad nayak lola.

Tare khav ghaun bajaro re
Vanazar valyam lola,
Mare khav tadh tukad re
Nanakad nayak lola
Tar deshaman…

Tare re’v mandar maliyan re
Vanazar valyam lola,
Mate re’v tutel chhaparan re
Nanakad nayak lola
Tar deshaman…

Tare suv chhe dholiya re
Vanazar valyam lola,
Mare chhe tutel khaṭali re
Nanakad nayak lola
Tar deshaman…

Tari pase chhe nanalan re
Vanazar valyam lola,
Mane nirdhan noti rakhavi re
Nanakad nayak lol
Tar deshaman …

Pothya hali gujarataman re
Vanazar valyam lola,
Amane mulyan ekalan re
Nanakad nayak lola
Tar deshaman…

તારા દેશમાં આંબા આંબલી રે વણઝારા-દિવાળીબેન ભીલ | Tara deshma Amba Ambali re Vanjara-Divaliben Bhil. (2021, December 22). YouTube