તારી એક એક પલ જાય છે લાખની - Tari Ek Ek Pal Jaye Chhe Lakhni - Lyrics

ભક્તિ ખાંડા કેરી ધાર, નહીં કાયરનું કામ.
તારી એક એક પળ જાય છે લાખની,
તું તો માળા જપી લે મારા શ્યામની.

જૂઠા જગના જૂઠા ખેલ મનવા મારું તારું મેલ,
તું તો છોડી દેને ચિંતા આખા ગામની
તું તો માળા જપી લે મારા શ્યામની.

સાથે લાવ્યા શું લઈ જશો, જેવા આવ્યા તેવા જશો,
જીવન ધન્ય બનાવો ભક્તિ ભાવથી…
તું તો માળા જપી લે મારા શ્યામની.

રાજા રંગીલા રણછોડ, મારા ચિતડાના ચોર,
મેં તો મૂર્તિ જોઈ છે મારા શ્યામની રે.…
તું તો માળા જપી લે મારા શ્યામની.

ભક્તિ ખાંડા કેરી ધાર, નહીં ઉંઘણશીનું કામ,
જેને લાગી રે લગન ભગવાનમાં
તે તો સુખેથી ફરે છે આ સંસારમાં

તું તો માળા રે જપી લે મારા શ્યામની.

Tari Ek Ek Pal Jaye Chhe Lakhni

Bhakti khānḍā kerī dhāra, nahīn kāyaranun kāma.
Tārī ek ek paḷ jāya chhe lākhanī,
Tun to māḷā japī le mārā shyāmanī.

Jūṭhā jaganā jūṭhā khel manavā mārun tārun mela,
Tun to chhoḍī dene chintā ākhā gāmanī
Tun to māḷā japī le mārā shyāmanī.

Sāthe lāvyā shun laī jasho, jevā āvyā tevā jasho,
Jīvan dhanya banāvo bhakti bhāvathī…
Tun to māḷā japī le mārā shyāmanī.

Rājā rangīlā raṇachhoḍa, mārā chitaḍānā chora,
Men to mūrti joī chhe mārā shyāmanī re.…
Tun to māḷā japī le mārā shyāmanī.

Bhakti khānḍā kerī dhāra, nahīn unghaṇashīnun kāma,
Jene lāgī re lagan bhagavānamān
Te to sukhethī fare chhe ā sansāramān
Tun to māḷā re japī le mārā shyāmanī.

Divya Publication. (2020). કિર્તન સાગર .