તારો મને સાંભરશે સથવારો રે - Taro Mane Sanbharashe Sathavaro Re - Gujarati Kavita

તારો મને સાંભરશે સથવારો રે

તારો મને સાંભરશે સથવારો રે
તારો મને સાંભરશે સથવારો રે

જ્યાં સુધી આભને માથે ચમકશે ચંદ્ર સૂરજ ઝબકારો રે
તારો મને સાંભરશે સથવારો રે.

વિસર્યો તે વિસરાશે કેમ જીવનભરમાં કાનુડો કામણગારો
ભવભવ કેરો સાથ નીભાવવા મૂકજે ના હાથ અણગારો રે

આજ વિજોગણ વ્હાણું વાયું ને આંસુડે ઊભરાયું
બાળપણાની ગોઠડીએ આજ ગીત અધૂરું ગાયું

ક્યારે આવશે મળવાનો વારો રે
તારો મને સાંભરશે સથવારો રે

યાદ આવે ત્યારે યાદ કરી લેજે બાલસખો દુઃખિયારો રે
આજ થકી રહેશે હવે કૃષ્ણ સુદામાનો પ્રાણ સહિયારો રે

તારો મને સાંભરશે સથવારો રે
તારો મને સાંભરશે સથવારો રે


तारो मने सांभरशे सथवारो रे

तारो मने सांभरशे सथवारो रे
तारो मने सांभरशे सथवारो रे

ज्यां सुधी आभने माथे चमकशे चंद्र सूरज झबकारो रे
तारो मने सांभरशे सथवारो रे.

विसर्यो ते विसराशे केम जीवनभरमां कानुडो कामणगारो
भवभव केरो साथ नीभाववा मूकजे ना हाथ अणगारो रे

आज विजोगण व्हाणुं वायुं ने आंसुडे ऊभरायुं
बाळपणानी गोठडीए आज गीत अधूरुं गायुं

क्यारे आवशे मळवानो वारो रे
तारो मने सांभरशे सथवारो रे

याद आवे त्यारे याद करी लेजे बालसखो दुःखियारो रे
आज थकी रहेशे हवे कृष्ण सुदामानो प्राण सहियारो रे

तारो मने सांभरशे सथवारो रे
तारो मने सांभरशे सथवारो रे


Taro Mane Sanbharashe Sathavaro Re

Taro mane sanbharashe sathavaro re
Taro mane sanbharashe sathavaro re

Jyan sudhi abhane mathe chamakashe chandra suraj zabakaro re
Taro mane sanbharashe sathavaro re.

Visaryo te visarashe kem jivanabharaman kanudo kamanagaro
Bhavabhav kero sath nibhavava mukaje na hath anagaro re

Aj vijogan vhanun vayun ne ansude ubharayun
Balapanani gothadie aj git adhurun gayun

Kyare avashe malavano varo re
Taro mane sanbharashe sathavaro re

Yad ave tyare yad kari leje balasakho duahkhiyaro re
Aj thaki raheshe have krushna sudamano pran sahiyaro re

Taro mane sanbharashe sathavaro re
Taro mane sanbharashe sathavaro re


Tāro mane sānbharashe sathavāro re

Tāro mane sānbharashe sathavāro re
Tāro mane sānbharashe sathavāro re

Jyān sudhī ābhane māthe chamakashe chandra sūraj zabakāro re
Tāro mane sānbharashe sathavāro re.

Visaryo te visarāshe kem jīvanabharamān kānuḍo kāmaṇagāro
Bhavabhav kero sāth nībhāvavā mūkaje nā hāth aṇagāro re

Āj vijogaṇ vhāṇun vāyun ne ānsuḍe ūbharāyun
Bāḷapaṇānī goṭhaḍīe āj gīt adhūrun gāyun

Kyāre āvashe maḷavāno vāro re
Tāro mane sānbharashe sathavāro re

Yād āve tyāre yād karī leje bālasakho duahkhiyāro re
Āj thakī raheshe have kṛuṣhṇa sudāmāno prāṇ sahiyāro re

Tāro mane sānbharashe sathavāro re
Tāro mane sānbharashe sathavāro re


Source : સ્વર-સંગીતઃ અવિનાશ વ્યાસ
ચિત્રપટઃ કૃષ્ણ સુદામા (૧૯૪૭)


અને સાંભળો આ લોકગીત તેના
મૂળ શબ્દોમાં મોના વ્યાસના કંઠે