કૃષ્ણા ભક્તિ ગીત

સાહેબો મારો રણિયામળો જી રે મારો

સાહેબો રણિયામળો…(2)

હું તો જોવું તેની વાટ દિન રાત

જોઈ ને જીવ માં આવે જીવ

દેખાવે લાગે મારો શિવ

ભવ ભવ ચાહું એને સમીપ

સાહેબો મારો રણિયામળો જી રે મારો

સાહેબો રણિયામળો…(2)

મર્યાદા માં એ મારો રામ

નટખટ જિદ્દી શ્યામ

તેની હાજરી જ મારું ધામ

નથી તેના શિવાય હવે હૈયે હામ

સાહેબો મારો રણિયામળો જી રે મારો

સાહેબો રણિયામળો…(2)

જોઈ ને એક એની ઝલક

આંખ ને થાય ખુબ ઠંડક

પળ પળ જોવું તેનું મુખ

રહું સદા તેના સન્મુખ

સાહેબો મારો રણિયામળો જી રે મારો

સાહેબો રણિયામળો…(2)

ધેયડા ધનસુખ દ્વારા

સ્વ - રચિત કૃષ્ણ ભક્તિ ગીત