ઊભી ઊભી ઉગમણે દરબાર
રે કાગળિયા આવ્યા રાજના રે લોલ!
ઊઠો દાસી દીવડિયા અંજવાસો
રે કાગળિયા આવ્યા રાજના રે લોલ!
શેની કરું દીવડિયાની વાટયું
રે શેણે રે દીવો પરગટું રે લોલ!
અધમણ રૂની કરી છે વાટ્યું
રે સવા મણ તેલે પરગટચો રે લોલ
ઊગ્યો ઊગ્યો પૂનમ કેરો ચંદર
રે સવારે કાગળ ઉકેલ્યો રે લોલ!
કોરે મોરે લખિયું છે સો સો સલામું
રે વચાળે દેરણ ચાકરી રે લોલ!
ચાકરીએ મારા સસરાજીને મેલો
રે અલબેલો નૈ જાય ચાકરી રે લોલ!
સસરા ઘેર દરબારી છે રાજ ?
પૂરા નૈ પડે રે લોલ
ચાકરીએ મારા જેઠીડાને મેલો
રે અલબેલો ને જાય ચાકરી રે લોલ!
જેઠ ઘેરે જેઠાણી ઝીણાબોલી
રે ઊઠીને ઝઘડો માંડશે રે લોલ!
ચાકરીએ મારા દેવરજીને મેલો
રે અલબેલો નૈ જાય ચાકરી રે લોલ!
દેર ઘેરે દેરાણી નાનું બાળ
મોલુમાં એકલ નહિ રહે રે લોલ!
રોઝી ઘોડી પાતળિયો અસવાર
રે અલબેલો ચાલ્યા ચાકરી રે લોલ!
ઝાલી ઝાલી ઘોડલિયાની વાળું
રે અલબેલા! ક્યારે આવશો રે લોલ!
ગણજો ગોરી પીપળિયાનાં પાન
રે એટલે દા’ડે આવશું રે લોલ!
ગોરી મોરી આવડલો શો હેડો
રે આંખોમાં આંસુ બહુ ઝરે રે લોલ!
Ubhi Ubhi Ugamne Darbar
Ubhi ubhi ugamane darabara
Re kagaliya avya rajan re lola!
Utho dasi divadiya anjavaso
Re kagaliya avya rajan re lola!
Sheni karun divadiyani vaṭayun
Re shene re divo paragatun re lola!
Adhaman runi kari chhe vatyun
Re sav man tele paragaṭacho re lola
Ugyo ugyo punam kero chandara
Re savare kagal ukelyo re lola!
Kore more lakhiyun chhe so so salamun
Re vachale deran chakari re lola!
Chakarie mar sasarajine melo
Re alabelo nai jaya chakari re lola!
Sasar gher darabari chhe raj ?
Pur nai pade re lola
Chakarie mar jethidane melo
Re alabelo ne jaya chakari re lola!
Jeth ghere jethani zinaboli
Re uthine zaghado mandashe re lola!
Chakarie mar devarajine melo
Re alabelo nai jaya chakari re lola!
Der ghere derani nanun bal
Moluman ekal nahi rahe re lola!
Rozi ghodi pataliyo asavara
Re alabelo chalya chakari re lola!
Zali zali ghodaliyani valun
Re alabela! Kyare avasho re lola!
Ganajo gori pipaliyanan pan
Re eṭale da’de avashun re lola!
Gori mori avadalo sho hedo
Re ankhoman ansu bahu zare re lola!
Ubhi Ubhi Ugmane - Kasumbal Dayro - Abhaysingh Rathod - Gujarati Sahitya YouTube