ઉત્તર જાજો દખ્ખણ જાજો - Uttar Jājo Dakhkhaṇ Jājo - Lyrics

ઉત્તર જાજો દખ્ખણ જાજો

ઉત્તર જાજો, દખ્ખણ જાજો, જાજો દરિયાપાર
મોતીહરને મેળે જાજો, ઝીણી લાવજો સેર
ઝીણા મારુજી

કોરી સી વાહુલીને પહેરે શું થાય?
ભારે વસાવું મારે કોટે ઝોલાં ખાય,
ઝીણા મારુજી

કોરા સા કડલાંને પહેરે શું થાય?
ભારે વસાવું મારા પગે ઝોલાં ખાય,
ઝીણા મારુજી

કોરા સા ચૂડલાંને પહેરે શું થાય?
ભારે વસાવું મારા હાથે ઝોલાં ખાય,
ઝીણા મારુજી

સાસરિયે દૂઝણાં રે ભગરી ભેંસુના
દૂધ પીશે રે મારો માડીજાયો વીર,
ઝીણા મારુજી


Uttar Jājo Dakhkhaṇ Jājo

Uttar jājo, dakhkhaṇ jājo, jājo dariyāpāra
Motīharane meḷe jājo, zīṇī lāvajo sera
Zīṇā mārujī

Korī sī vāhulīne pahere shun thāya? Bhāre vasāvun māre koṭe zolān khāya,
Zīṇā mārujī

Korā sā kaḍalānne pahere shun thāya? Bhāre vasāvun mārā page zolān khāya,
Zīṇā mārujī

Korā sā chūḍalānne pahere shun thāya? Bhāre vasāvun mārā hāthe zolān khāya,
Zīṇā mārujī

Sāsariye dūzaṇān re bhagarī bhensunā
Dūdh pīshe re māro māḍījāyo vīra,
Zīṇā mārujī

Source: Mavjibhai