વર છે વેવારિયો રે
(ફુલેકાનું ગીત)
કુંવરી ચડી રે કમાડ
સુંદર વરને નીરખવા રે
દાદા મોરા એ વર પરણાવ
એ વર છે વેવારિયો રે
ગગી મોરી ક્યાં તમે દીઠાં
ને ક્યાં તમારા મન મોહ્યાં રે
રમતો’તો બહોળી બજાર
દડૂલે મારાં મન મોહ્યાં રે
કુંવરી ચડી રે કમાડ
સુંદર વરને નીરખવા રે
વીરા મોરા એ વર જોશે
એ વર છે વેવારિયો રે
બેની મારી ક્યાં તમે દીઠાં
ને ક્યાં તમારા મન મોહ્યાં રે
ભણતો’તો ભટની નિશાળે
અક્ષરે મારાં મન મોહ્યાં રે
કુંવરી ચડી રે કમાડ
સુંદર વરને નીરખવા રે
કાકા મોરા એ વર જોજો
એ વર છે વેવારિયો રે
ભત્રિજી મોરી ક્યાં તમે દીઠાં
ને ક્યાં તમારા મન મોહ્યાં રે
જમતો’તો સોનાને થાળે
કોળીયે મારાં મન મોહ્યાં રે
Var Chhe Vevāriyo Re
(fulekānun gīta)
Kunvarī chaḍī re kamāḍa
Sundar varane nīrakhavā re
Dādā morā e var paraṇāva
E var chhe vevāriyo re
Gagī morī kyān tame dīṭhān
Ne kyān tamārā man mohyān re
Ramato’to bahoḷī bajāra
Daḍūle mārān man mohyān re
Kunvarī chaḍī re kamāḍa
Sundar varane nīrakhavā re
Vīrā morā e var joshe
E var chhe vevāriyo re
Benī mārī kyān tame dīṭhān
Ne kyān tamārā man mohyān re
Bhaṇato’to bhaṭanī nishāḷe
Akṣhare mārān man mohyān re
Kunvarī chaḍī re kamāḍa
Sundar varane nīrakhavā re
Kākā morā e var jojo
E var chhe vevāriyo re
Bhatrijī morī kyān tame dīṭhān
Ne kyān tamārā man mohyān re
Jamato’to sonāne thāḷe
Koḷīye mārān man mohyān re
Source: Mavjibhai