વરસે વરસે અષાઢી કેરો રે મેહ
વીજલડી ચમકે રે
નાવ્યો મારો માડી જાયો રે વાર
જવતલ કોણ હોમશે રે ?
વાયા રે વાયા ઓત્તર દખ્ખણ વાય
વા’ણ રે હાલક ડોલે રે
તૂટયા વા’ણના માઢ
વા’ણના થિયા કટકા રે
વરસે વરસે…
મારે નથી રે મા અને બાપ
નથી રે મારે મામા રે
નથી મારી નોધારીનું રે કોઈ
માઢે રે માઝા મેલી રે
વરસે વરરો…
દા’ડા લગનના રે વીત્યા જાય
માંડવે ના’વ્યો મારો વીરો રે
નથી મારી નોંધારોનું રે કોઈ
વીજળી વેરણ તું તો થઈ
વરસે વરસે…
Varse Varse Ashadhi Kero Re Meh
Varase varase ashadhi kero re meh
Vijaladi chamake re
Navyo maro madi jayo re vara
Javatal kon homashe re ?
Vaya re vaya ottar dakhkhan vaya
Va’n re halak dole re
Tuṭaya va’nan madha
Va’nan thiya kaṭak re
Varase varase…
Mare nathi re m ane bapa
Nathi re mare mam re
Nathi mari nodharinun re koi
Madhe re maz meli re
Varase vararo…
Da’d laganan re vitya jaya
Mandave na’vyo maro viro re
Nathi mari nondharonun re koi
Vijali veran tun to thai
Varase varase…