ઝાડ એના પાંદડાંને પૂછે છે
ઝાડ એના પાંદડાંને પૂછે છે-
કેમ? તું મારું નથી એવો
શા માટે પડ્યો તને વ્હેમ?
પાંદડાએ પૂછ્યુ કે, મારું નામ પાન છે
તો શા માટે તારું નામ ઝાડ છે?
શા માટે તારી ને મારી વચ્ચાળ
આમ ડાળી ને ડાળખાંની આડ છે?
ઝાડવું કહે કે તારી વહાલુડી લીલપને
સાચવું છું, આવડે છે એમ!
પાંદડું કહે કે, મારે અડવું આકાશને
ને તું મને શા માટે બાંધતું?
ઝાડવું કહે કે, એ તો ધરતીનું વ્હાલ છે…
જે સૌ સાથે આપણને સાંધતું
તૂટવાનો અર્થ તને અડકે નહીં, તોડે નહીં
એને હું કહું મારો પ્રેમ!
झाड एना पांदडांने पूछे छे
झाड एना पांदडांने पूछे छे-
केम? तुं मारुं नथी एवो
शा माटे पड्यो तने व्हेम?
पांदडाए पूछ्यु के, मारुं नाम पान छे
तो शा माटे तारुं नाम झाड छे?
शा माटे तारी ने मारी वच्चाळ
आम डाळी ने डाळखांनी आड छे?
झाडवुं कहे के तारी वहालुडी लीलपने
साचवुं छुं, आवडे छे एम!
पांदडुं कहे के, मारे अडवुं आकाशने
ने तुं मने शा माटे बांधतुं?
झाडवुं कहे के, ए तो धरतीनुं व्हाल छे…
जे सौ साथे आपणने सांधतुं
तूटवानो अर्थ तने अडके नहीं, तोडे नहीं
एने हुं कहुं मारो प्रेम!
Zad Ena Pandadanne Puchhe Chhe
Zad ena pandadanne puchhe chhe-
Kema? Tun marun nathi evo
Sha mate padyo tane vhema?
Pandadae puchhyu ke, marun nam pan chhe
To sha mate tarun nam zad chhe?
Sha mate tari ne mari vachchala
Am dali ne dalakhanni ad chhe?
Zadavun kahe ke tari vahaludi lilapane
Sachavun chhun, avade chhe ema!
Pandadun kahe ke, mare adavun akashane
Ne tun mane sha mate bandhatun?
Zadavun kahe ke, e to dharatinun vhal chhe…
Je sau sathe apanane sandhatun
Tutavano arth tane adake nahin, tode nahin
Ene hun kahun maro prema!
Zāḍ enā pāndaḍānne pūchhe chhe
Zāḍ enā pāndaḍānne pūchhe chhe-
Kema? Tun mārun nathī evo
Shā māṭe paḍyo tane vhema?
Pāndaḍāe pūchhyu ke, mārun nām pān chhe
To shā māṭe tārun nām zāḍ chhe?
Shā māṭe tārī ne mārī vachchāḷa
Ām ḍāḷī ne ḍāḷakhānnī āḍ chhe?
Zāḍavun kahe ke tārī vahāluḍī līlapane
Sāchavun chhun, āvaḍe chhe ema!
Pāndaḍun kahe ke, māre aḍavun ākāshane
Ne tun mane shā māṭe bāndhatun?
Zāḍavun kahe ke, e to dharatīnun vhāl chhe…
Je sau sāthe āpaṇane sāndhatun
Tūṭavāno arth tane aḍake nahīn, toḍe nahīn
Ene hun kahun māro prema!
Source : રમેશ પારેખ