શ્રીમદ ભગવદ ગીતા - અધ્યાય 13 - ક્ષેત્રક્ષેત્રજ્ઞવિભાગયોગ - Shrimad Bhagvad Gita - Kshetrakshetragna Vibhaag Yog in Gujarati

અધ્યાય 13 - ક્ષેત્રક્ષેત્રજ્ઞવિભાગયોગ

Adhyay – 13 Kshetrakshetragna Vibhaag Yog

શ્રીભગવાન ઉવાચ ।
ઇદં શરીરં કૌન્તેય ક્ષેત્રમિત્યભિધીયતે	।
એતદ્યો વેત્તિ તં પ્રાહુઃ ક્ષેત્રજ્ઞ ઇતિ તદ્વિદઃ	॥૧॥

શ્રીભગવાન બોલ્યા : હે કોંતેય ! આ દેહ “ક્ષેત્ર ‘કહેવાય છે અને તેને જાણે છે તે તત્વજ્ઞ મનુષ્ય “ક્ષેત્રજ્ઞ “કહેવાય છે.(૧)

ક્ષેત્રજ્ઞં ચાપિ માં વિદ્ધિ સર્વક્ષેત્રેષુ ભારત	।
ક્ષેત્રક્ષેત્રજ્ઞયોર્જ્ઞાનં યત્તજ્જ્ઞાનં મતં મમ	॥૨॥

હે ભારત ! સર્વ ક્ષેત્રો માં જે ક્ષેત્રજ્ઞ છે તે પણ હું જ છું એમ સમજ. ક્ષેત્ર તથા ક્ષેત્રજ્ઞ નું જે જ્ઞાન છે તે શ્રેષ્ઠ જ્ઞાન છે તેવો મારો મત છે.(૨)

તત્ક્ષેત્રં યચ્ચ યાદૃક્ચ યદ્વિકારિ યતશ્ચ યત્	।
સ ચ યો યત્પ્રભાવશ્ચ તત્સમાસેન મે શૃણુ	॥૩॥

ક્ષેત્ર શું અને એનું સ્વરૂપ શું?તેના વિકારો કયા? અને તે ક્યાંથી આવે છે? અને ક્ષેત્રજ્ઞ કોણ છે? તેની શક્તિ ઓ શી? તે ક્ષેત્ર તથા ક્ષેત્રજ્ઞ ના સ્વરૂપ ને મારી પાસેથી ટૂંક માં સાંભળ.(૩)

ઋષિભિર્બહુધા ગીતં છન્દોભિર્વિવિધૈઃ પૃથક્	।
બ્રહ્મસૂત્રપદૈશ્ચૈવ હેતુમદ્ભિર્વિનિશ્ચિતૈઃ	॥૪॥

આ જ્ઞાન ઋષિઓએ વિવિધ રીતે નીરૂપેલું છે ,વિવિધ વેદોએ વિભાગ પૂર્વક કરેલું છે. અને યુક્તિ થી યુક્ત તથા નિશ્વિત અર્થ વાળા બ્રહ્મસુત્ર ના પદો દ્વારા પણ વર્ણવેલું છે.(૪)

મહાભૂતાન્યહંકારો બુદ્ધિરવ્યક્તમેવ ચ	।
ઇન્દ્રિયાણિ દશૈકં ચ પઞ્ચ ચેન્દ્રિયગોચરાઃ	॥૫॥

પંચમહાભૂત, અહંકાર, બુદ્ધિ, મહતત્વ, દશ ઇન્દ્રિયો, મન અને ક્ષેત્રાદિક જ્ઞાનેન્દ્રિયો ના શબ્દાદિક પાંચ વિષયો.(૫)

ઇચ્છા દ્વેષઃ સુખં દુઃખં સંઘાતશ્ચેતના ધૃતિઃ	।
એતત્ક્ષેત્રં સમાસેન સવિકારમુદાહૃતમ્	॥૬॥

વાણી આદિ પાંચ કર્મેન્દ્રિયોના પંચ વિષયો, ઈચ્છા, દ્વેષ, સુખ-દુખ, સંઘાત,ચેતના,ધૈર્ય- એ વિકારો થી યુક્ત આ ક્ષેત્ર (દેહ) છે તે મેં ટૂંક માં કહ્યું.(૬)

અમાનિત્વમદમ્ભિત્વમહિંસા ક્ષાન્તિરાર્જવમ્	।
આચાર્યોપાસનં શૌચં સ્થૈર્યમાત્મવિનિગ્રહઃ	॥૭॥

અમાનીપણું, અદંભીપણું ,અહિંસા, ક્ષમા,સરળતા, આચાર્યની ઉપાસના,પવિત્રતા,એક નિષ્ઠા, અને આત્મ સંયમ; (૭)

ઇન્દ્રિયાર્થેષુ વૈરાગ્યમનહંકાર એવ ચ	।
જન્મમૃત્યુજરાવ્યાધિદુઃખદોષાનુદર્શનમ્	॥૮॥

ઇન્દ્રિયાદી વિષયો માં વૈરાગ્ય,તેમજ અહંકાર રહિતપણું, જન્મ, મૃત્યુ, જરા, વ્યાધિ તથા દુઃખો પ્રત્યે ના દોષો જોવા; (૮)

અસક્તિરનભિષ્વઙ્ગઃ પુત્રદારગૃહાદિષુ	।
નિત્યં ચ સમચિત્તત્વમિષ્ટાનિષ્ટોપપત્તિષુ	॥૯॥

પુત્ર, સ્ત્રી, ઘર વગેરે પદાર્થોમાં પ્રીતિનો અભાવ, અહં-મમતાનો અભાવ અને ઇષ્ટની તથા અનિષ્ટની પ્રાપ્તિ માં સદા સમાનભાવ રાખવો; (૯)

મયિ ચાનન્યયોગેન ભક્તિરવ્યભિચારિણી	।
વિવિક્તદેશસેવિત્વમરતિર્જનસંસદિ ॥૧૦॥

મારામાં અનન્ય ભાવથી નિર્દોષ ભક્તિ હોવી, એકાંતવાસ પર પ્રેમ અને લોકસમુદાય માં રહેવા પ્રત્યે અપ્રીતિ હોવી. (૧૦)

અધ્યાત્મજ્ઞાનનિત્યત્વં તત્ત્વજ્ઞાનાર્થદર્શનમ્	।
એતજ્જ્ઞાનમિતિ પ્રોક્તમજ્ઞાનં યદતોઽન્યથા	॥૧૧॥

અધ્યાત્મજ્ઞાન માં નિષ્ઠા રાખવી,તત્વજ્ઞાન નો વિચાર કરવો.આ જ્ઞાન કહેવાય છે. આનાથી વિરુદ્ધ છે તે અજ્ઞાન કહેવાય છે. (૧૧)

જ્ઞેયં યત્તત્પ્રવક્ષ્યામિ યજ્જ્ઞાત્વામૃતમશ્નુતે	।
અનાદિમત્પરં બ્રહ્મ ન સત્તન્નાસદુચ્યતે	॥૧૨॥

જે જાણવા યોગ્ય છે,જેને જાણવાથી જીવ ને મોક્ષ મળે છે,તે વિષે હવે તને કહું છું, તે અનાદિ સર્વોત્કૃષ્ટ બ્રહ્મને સત્ પણ કહી શકાય તેમ નથી અને અસત્ પણ કહી શકાય તેમ નથી.(૧૨)

સર્વતઃપાણિપાદં તત્સર્વતોઽક્ષિશિરોમુખમ્	।
સર્વતઃશ્રુતિમલ્લોકે સર્વમાવૃત્ય તિષ્ઠતિ	॥૧૩॥

તેને સર્વ તરફ હાથ,પગ,નેત્ર,શિર,મુખ અને કાન છે અને એવા સર્વજ્ઞ શક્તિમાન રૂપે આ લોકમાં,ચરાચર જગતમાં,તે સર્વત્ર વ્યાપેલું છે.(૧૩)

સર્વેન્દ્રિયગુણાભાસં સર્વેન્દ્રિયવિવર્જિતમ્	।
અસક્તં સર્વભૃચ્ચૈવ નિર્ગુણં ગુણભોક્તૃ ચ	॥૧૪॥

તે સર્વ ઇન્દ્રિયો નું જ્ઞાન કરાવનાર હોવા છતાં સર્વ ઇન્દ્રિયોથી રહિત છે.તે ક્યાંય આસક્તિ રાખતો નથી. છતાં સર્વ ને ધારણ કરે છે.તે ગુણ રહિત હોવા છતાં ગુણ નો ઉપભોગ કરે છે.(૧૪)

બહિરન્તશ્ચ ભૂતાનામચરં ચરમેવ ચ	।
સૂક્ષ્મત્વાત્તદવિજ્ઞેયં દૂરસ્થં ચાન્તિકે ચ તત્	॥૧૫॥

તે જ્ઞેય ભૂતોની બહાર અને અંદર તેમજ સ્થાવર રૂપ તથા જંગમ પ્રાણી સમુદાય રૂપ છે.તે સૂક્ષ્મ હોવાથી જાણી શકાય તેવું નથી તથા દુર રહેલું છે અને અત્યંત સમીપ માં છે.(૧૫)

અવિભક્તં ચ ભૂતેષુ વિભક્તમિવ ચ સ્થિતમ્	।
ભૂતભર્તૃ ચ તજ્જ્ઞેયં ગ્રસિષ્ણુ પ્રભવિષ્ણુ ચ	॥૧૬॥

અને તે બ્રહ્મ સર્વ ભૂતો માં એક છે, છતાં જાણે ભિન્ન હોય એવી રીતે રહેલું છે.તે સર્વ ભૂતોને ધારણ કરનાર,પ્રલયકાળે સર્વ નો સંહાર કરનાર તથા સર્વ ને ઉત્પન્ન કરવાના સામર્થ્યવાળું જાણવું.(૧૬)

જ્યોતિષામપિ તજ્જ્યોતિસ્તમસઃ પરમુચ્યતે	।
જ્ઞાનં જ્ઞેયં જ્ઞાનગમ્યં હૃદિ સર્વસ્ય વિષ્ઠિતમ્	॥૧૭॥

તે બ્રહ્મ ચંદ્ર-સુર્યાદિક ને પણ પ્રકાશ આપેછે.તે અજ્ઞાનરૂપી અંધકારની પેલી બાજુએ છે એમ જાણવું. તે જ્ઞાન સ્વરૂપ,જ્ઞેય સ્વરૂપ તથા જ્ઞાનથી પ્રાપ્ત કરવા યોગ્ય છે તે જ સર્વ ના હૃદય માં વિધમાન છે.(૧૭)

ઇતિ ક્ષેત્રં તથા જ્ઞાનં જ્ઞેયં ચોક્તં સમાસતઃ	।
મદ્ભક્ત એતદ્વિજ્ઞાય મદ્ભાવાયોપપદ્યતે	॥૧૮॥

એ પ્રમાણે ક્ષેત્ર, જ્ઞાન અને જ્ઞેય તને ટુંકાણમાં સંભળાવ્યાં.એમને જાણવાથી મારો ભક્ત મારા ભાવને (સ્વ-રૂપને) પ્રાપ્ત કરે છે.(૧૮)

પ્રકૃતિં પુરુષં ચૈવ વિદ્ધ્યનાદિ ઉભાવપિ	।
વિકારાંશ્ચ ગુણાંશ્ચૈવ વિદ્ધિ પ્રકૃતિસંભવાન્	॥૧૯॥

ક્ષેત્રરૂપ પરાપ્રકૃતિ તથા ક્ષેત્રજ્ઞરૂપ અપરા પ્રકૃતિ બંનેને પણ તું નિત્ય જ જાણ, તથા વિકારો અને ગુણોને પ્રકૃતિથી ઉત્પન્ન થયેલા તું જાણ.(૧૯)

કાર્યકારણકર્તૃત્વે હેતુઃ પ્રકૃતિરુચ્યતે	।
પુરુષઃ સુખદુઃખાનાં ભોક્તૃત્વે હેતુરુચ્યતે	॥૨૦॥

કાર્ય કરણ ના કર્તાપણામાં પ્રકૃતિ કારણ કહેવાય છે. સુખ-દુઃખોના ભોક્તાપણમાં ક્ષેત્રજ્ઞ આત્મા કારણ કહેવાય છે.(૨૦)

પુરુષઃ પ્રકૃતિસ્થો હિ ભુઙ્ક્તે પ્રકૃતિજાન્ગુણાન્	।
કારણં ગુણસઙ્ગોઽસ્ય સદસદ્યોનિજન્મસુ	॥૨૧॥

જ્યાં સુધી પ્રકૃતિ –વ્યાપાર કરે છે-ત્યાં સુધી-સુખ-દુઃખ ઉત્પન્ન થતાં રહે છે-અને પુરુષ –તે ભોગવે છે. (ભોગવવાં પડે છે)…(૨૧)

ઉપદ્રષ્ટાનુમન્તા ચ ભર્તા ભોક્તા મહેશ્વરઃ	।
પરમાત્મેતિ ચાપ્યુક્તો દેહેઽસ્મિન્પુરુષઃ પરઃ	॥૨૨॥

ક્ષેત્રજ્ઞ પ્રકૃતિમાં રહેલો,પ્રકૃતિથી ઉત્પન્ન થયેલા સુખદુઃખાદિક ગુણોને ભોગવે છે. એ પુરુષના સારી નરસી યોનિમાં જન્મનું કારણ ગુણનો સંગ જ છે.(૨૨)

ય એવં વેત્તિ પુરુષં પ્રકૃતિં ચ ગુણૈઃ સહ	।
સર્વથા વર્તમાનોઽપિ ન સ ભૂયોઽભિજાયતે	॥૨૩॥

આ દેહ માં સર્વ ભિન્ન પુરુષ સાક્ષી અને અનુમતિ આપનારો ભર્તા અને ભોક્તા,મહેશ્વર અને પરમાત્મા એ નામ વડે પણ કહ્યો છે.(૨૩)

ધ્યાનેનાત્મનિ પશ્યન્તિ કેચિદાત્માનમાત્મના	।
અન્યે સાંખ્યેન યોગેન કર્મયોગેન ચાપરે	॥૨૪॥

જે ઉપરોક્ત પ્રકારે ક્ષેત્રજ્ઞ ને સર્વ વિકારો સહિત પ્રકૃતિને જાણે છે, તે સર્વ પ્રકારે વર્તતો હોવા છતાં ફરીથી જન્મ પામતો નથી. (૨૪)

અન્યે ત્વેવમજાનન્તઃ શ્રુત્વાન્યેભ્ય ઉપાસતે	।
તેઽપિ ચાતિતરન્ત્યેવ મૃત્યું શ્રુતિપરાયણાઃ	॥૨૫॥

કેટલાક ધ્યાન વડે હૃદયમાં આત્માને શુદ્ધ અંત:કરણ વડે જુવે છે.કેટલાક સાંખ્યયોગ વડે અને બીજાઓ કર્મયોગ વડે પોતામાં આત્મા ને જુવે છે. (૨૫)

યાવત્સંજાયતે કિંચિત્સત્ત્વં સ્થાવરજઙ્ગમમ્	।
ક્ષેત્રક્ષેત્રજ્ઞસંયોગાત્તદ્વિદ્ધિ ભરતર્ષભ	॥૨૬॥

વળી બીજા એ પ્રમાણે આત્માને નહિ જાણતાં છતાં બીજાઓથી શ્રવણ કરી આત્માને ઉપાસે છે. તેઓ પણ ગુરુ ઉપદેશ શ્રવણમાં તત્પર રહી મૃત્યુ ને તરી જાય છે. સ્થાવર અને જંગમ,કોઈ પણ પ્રાણી,ક્ષેત્ર ને ક્ષેત્રજ્ઞ ના સંયોગ થી પેદા થાય છે.(૨૬)

સમં સર્વેષુ ભૂતેષુ તિષ્ઠન્તં પરમેશ્વરમ્	।
વિનશ્યત્સ્વવિનશ્યન્તં યઃ પશ્યતિ સ પશ્યતિ	॥૨૭॥

વિનાશ પામનારાં સર્વ ભૂતોમાં સમભાવે રહેલા અવિનાશી પરમેશ્વર ને જે જુવે છે તે યથાર્થ જુવેછે.અને તે જ ખરો જ્ઞાની છે. (૨૭)

સમં પશ્યન્હિ સર્વત્ર સમવસ્થિતમીશ્વરમ્	।
ન હિનસ્ત્યાત્મનાત્માનં તતો યાતિ પરાં ગતિમ્	॥૨૮॥

સર્વત્ર સમભાવે રહેલા ઈશ્વરને ખરેખર સમભાવે જોતો પુરુષ આત્મા વડે આત્મા ને હણતો નથી. તેથી પરમગતિ ને પામે છે.(૨૮)

પ્રકૃત્યૈવ ચ કર્માણિ ક્રિયમાણાનિ સર્વશઃ	।
યઃ પશ્યતિ તથાત્માનમકર્તારં સ પશ્યતિ	॥૨૯॥

તથા પ્રકૃતિ વડે જ સર્વ પ્રકારે કર્મો કરાય છે,એમ જે જુવે છે,તેમજ આત્માને અકર્તા જુવે છે તે યથાર્થ જુવે છે.(૨૯)

યદા ભૂતપૃથગ્ભાવમેકસ્થમનુપશ્યતિ	।
તત એવ ચ વિસ્તારં બ્રહ્મ સંપદ્યતે તદા	॥૩૦॥

જયારે મનુષ્ય સર્વ ભૂતોના ભિન્નપણા ને એક આત્મામાં રહેલો જુવે છે તથા આત્માથી તે ભૂતોના વિસ્તારને જુવે છે, ત્યારે બ્રહ્મરૂપને પામે છે.(૩૦)

અનાદિત્વાન્નિર્ગુણત્વાત્પરમાત્માયમવ્યયઃ	।
શરીરસ્થોઽપિ કૌન્તેય ન કરોતિ ન લિપ્યતે	॥૩૧॥

હે કાંન્તેય ! અનાદિ નિર્ગુણ હોવાથી આ પરમાત્મા અવિકારી છે,તે દેહ માં હોવા છતાં પણ કંઈ કરતા નથી તથા કશાથી લેપાતા નથી.(૩૧)

યથા સર્વગતં સૌક્ષ્મ્યાદાકાશં નોપલિપ્યતે	।
સર્વત્રાવસ્થિતો દેહે તથાત્મા નોપલિપ્યતે	॥૩૨॥

જેમ સર્વવ્યાપક આકાશ સૂક્ષ્મપણા ને લીધે લેપાતું નથી. તેવી રીતે સર્વ દેહોમાં રહેલો આત્મા લેપાતો નથી.(૩૨)

યથા પ્રકાશયત્યેકઃ કૃત્સ્નં લોકમિમં રવિઃ	।
ક્ષેત્રં ક્ષેત્રી તથા કૃત્સ્નં પ્રકાશયતિ ભારત	॥૩૩॥

હે ભારત ! જેમ એક સૂર્ય આ સર્વ લોકને પ્રકાશિત કરેછે તેમ ક્ષેત્રજ્ઞ સર્વ ક્ષેત્ર ને પ્રકાશિત કરે છે.(૩૩)

ક્ષેત્રક્ષેત્રજ્ઞયોરેવમન્તરં જ્ઞાનચક્ષુષા	।
ભૂતપ્રકૃતિમોક્ષં ચ યે વિદુર્યાન્તિ તે પરમ્	॥૩૪॥

જેવો ક્ષેત્ર તથા ક્ષેત્રજ્ઞ ના ભેદ ને એ પ્રમાણે જ્ઞાનરૂપી નેત્રો વડે અને ભૂતોના મોક્ષને કારણરૂપ જાણે છે,તેઓ બ્રહ્મને પામે છે.(૩૪)

ૐ તત્સદિતિ શ્રીમદ્ભગવદ્ગીતાસૂપનિષત્સુ બ્રહ્મવિદ્યાયાં યોગશાસ્ત્રે શ્રીકૃષ્ણાર્જુનસંવાદે
ક્ષેત્રક્ષેત્રજ્ઞવિભાગયોગો નામ ત્રયોદશોઽધ્યાયઃ ॥૧૩॥

અધ્યાય 1 - અર્જુનવિષાદયોગ (Adhyay – 1 Arjun Vishaad Yog in Gujarati)
અધ્યાય 2 - સાંખ્યયોગ (Adhyay – 2 Saankhya Yog in Gujarati)
અધ્યાય 3 - કર્મયોગ (Adhyay – 3 Karma Yog in Gujarati)
અધ્યાય 4 - જ્ઞાનકર્મસંન્યાસયોગ (Adhyay – 4 Gyaan Karm Sanyaas Yog in Gujarati)
અધ્યાય 5 - કર્મસંન્યાસયોગ (Adhyay – 5 Karma Sanyaas Yog in Gujarati)
અધ્યાય 6 - આત્મસંયમયોગ (Adhyay – 6 Atma Sanyam Yog in Gujarati)
અધ્યાય 7 - જ્ઞાનવિજ્ઞાનયોગ (Adhyay – 7 Gyaan Vigyaan Yog in Gujarati)
અધ્યાય 8 - અક્ષરબ્રહ્મયોગ (Adhyay – 8 Akshar Brahm Yog in Gujarati)
અધ્યાય 9 - રાજવિદ્યારાજગુહ્યયોગ (Adhyay – 9 Raajvidya Raajguhya Yog in Gujarati)
અધ્યાય 10 - વિભૂતિયોગ (Adhyay – 10 Vibhooti Yog in Gujarati)
અધ્યાય 11 - વિશ્વરૂપદર્શનયોગ (Adhyay – 11 Vishvaroopdarshan Yog in Gujarati)
અધ્યાય 12 - ભક્તિયોગ (Adhyay – 12 Bhakti Yog in Gujarati)
અધ્યાય 13 - ક્ષેત્રક્ષેત્રજ્ઞવિભાગયોગ (Adhyay – 13 Kshetrakshetragna Vibhaag Yog in Gujarati)
અધ્યાય 14 - ગુણત્રયવિભાગયોગ (Adhyay – 14 Guntraya vibhaag Yog in Gujarati)
અધ્યાય 15 - પુરુષોત્તમયોગ (Adhyay – 15 Purushottam Yog in Gujarati)
અધ્યાય 16 - દૈવાસુરસંપદ્વિભાગયોગ (Adhyay – 16 Daivasur Sampadvibhaag Yog in Gujarati)
અધ્યાય 17 - શ્રદ્ધાત્રયવિભાગયોગ (Adhyay – 17 Shradhdhatray Vibhaag Yog in Gujarati)
અધ્યાય 18 - મોક્ષસંન્યાસયોગ (Adhyay – 18 Mokshasanyaas Yog in Gujarati)