શ્રીમદ ભગવદ ગીતા - અધ્યાય 7 - જ્ઞાનવિજ્ઞાનયોગ - Shrimad Bhagvad Gita - Gyaan Vigyaan Yog in Gujarati

અધ્યાય 7 - જ્ઞાનવિજ્ઞાનયોગ

Adhyay – 7 Gyaan Vigyaan Yog

શ્રીભગવાન ઉવાચ ।
મય્યાસક્તમનાઃ પાર્થ યોગં યુઞ્જન્મદાશ્રયઃ	।
અસંશયં સમગ્રં માં યથા જ્ઞાસ્યસિ તચ્છૃણુ	॥૧॥

શ્રીભગવાન બોલ્યા: ભગવાન કહે હે પાર્થ ! મારામાં ચિત્ત પરોવીને,કેવળ મારો જ આશ્રય કરી યોગાભ્યાસ દ્વારા મારા પૂર્ણ સ્વરૂપને તું જાણી લેશે,એમાં જરાય શંકા નથી,તો તે વિશે સાંભળ(૧)

જ્ઞાનં તેઽહં સવિજ્ઞાનમિદં વક્ષ્યામ્યશેષતઃ	।
યજ્જ્ઞાત્વા નેહ ભૂયોઽન્યજ્જ્ઞાતવ્યમવશિષ્યતે	॥૨॥

હું તને વિજ્ઞાનસહીત તે જ્ઞાન કહીશ.તે જાણ્યા પછી આ લોકમાં બીજું કંઈ જાણવાનું બાકી રહેતું નથી.(૨)

મનુષ્યાણાં સહસ્રેષુ કશ્ચિદ્યતતિ સિદ્ધયે	।
યતતામપિ સિદ્ધાનાં કશ્ચિન્માં વેત્તિ તત્ત્વતઃ	॥૩॥

હજારો મનુષ્યોમાંથી કોઈક જ મનેપામવાનો યત્ન કરે છે.મારા માટે યત્ન કરવાવાળા સિદ્ધોમાંથી માંડ એકાદ મને સત્ય સ્વરૂપમાં ઓળખી શકેછે.(૩)

ભૂમિરાપોઽનલો વાયુઃ ખં મનો બુદ્ધિરેવ ચ	।
અહંકાર ઇતીયં મે ભિન્ના પ્રકૃતિરષ્ટધા	॥૪॥

મારી પ્રકૃતિ ભૂમિ,જળ,વાયુ,તેજ,આકાશ,મન,બુદ્ધિ અને અહંકાર એમ આઠ ભાગ માં વિભાજીત થયેલી છે.(૪)

અપરેયમિતસ્ત્વન્યાં પ્રકૃતિં વિદ્ધિ મે પરામ્	।
જીવભૂતાં મહાબાહો યયેદં ધાર્યતે જગત્	॥૫॥

હે મહાબાહો ! એતો મારી અપરા એટલે કે ગૌણ પ્રકૃતિ છે.એનાથી અલગ જે મારી જીવ ભૂત પ્રકૃતિ છે તે પરા પ્રકૃતિ છે.તેનાથી જ આ જગત ધારણ કરવામાં આવ્યું છે.(૫)

એતદ્યોનીનિ ભૂતાનિ સર્વાણીત્યુપધારય	।
અહં કૃત્સ્નસ્ય જગતઃ પ્રભવઃ પ્રલયસ્તથા	॥૬॥

આ બંને પ્રકૃતિઓથી જ સર્વ ભૂતોની ઉત્પતિ થયેલી છે. એ પ્રકૃતિ દ્વારા હું સમગ્ર વિશ્વ ની ઉત્પતિ અને લય કરું છું.(૬)

મત્તઃ પરતરં નાન્યત્કિંચિદસ્તિ ધનંજય	।
મયિ સર્વમિદં પ્રોતં સૂત્રે મણિગણા ઇવ	॥૭॥

હે ધનંજય ! મારાથી પર અને શ્રેષ્ઠ બીજું કંઈ જ નથી.દોરા માં જેમ મણકા પરોવાયેલા હોય છે,તેમ આ સર્વ જગત મારા માં ઓતપોત થતું પરોવાયેલું છે.(૭)

રસોઽહમપ્સુ કૌન્તેય પ્રભાસ્મિ શશિસૂર્યયોઃ	।
પ્રણવઃ સર્વવેદેષુ શબ્દઃ ખે પૌરુષં નૃષુ	॥૮॥

હે કાંન્ત્તેય ! જળમાં રસ હું છું, સુર્ય-ચંદ્ર માં તેજ હું છું,સર્વ વેદો માં ઓમકાર પ્રણવ હું છું. આકાશમાં શબ્દ અને પુરુષ નું પરાક્રમ હું છું.(૮)

પુણ્યો ગન્ધઃ પૃથિવ્યાં ચ તેજશ્ચાસ્મિ વિભાવસૌ	।
જીવનં સર્વભૂતેષુ તપશ્ચાસ્મિ તપસ્વિષુ	॥૯॥

તે જ રીતે પૃથ્વીમાં ઉત્તમ ગંધ હું છું,અગ્નિમાં તેજ હું છું,સર્વ ભૂતોમાં જીવન હું છું અને તપસ્વીઓનું તપ પણ હું જ છું.(૯)

બીજં માં સર્વભૂતાનાં વિદ્ધિ પાર્થ સનાતનમ્	।
બુદ્ધિર્બુદ્ધિમતામસ્મિ તેજસ્તેજસ્વિનામહમ્	॥૧૦॥

હે પાર્થ ! સર્વ ભૂતોનું સનાતન બીજ હું છું,બુદ્ધિશાળીઓની બુદ્ધિ અને તેજસ્વીઓનું તેજ હું છું.(૧૦)

બલં બલવતાં ચાહં કામરાગવિવર્જિતમ્	।
ધર્માવિરુદ્ધો ભૂતેષુ કામોઽસ્મિ ભરતર્ષભ	॥૧૧॥

બળવાનો માં વાસના અને દ્વેષ વિનાનું બળ હું છું,હે ભરતશ્રેષ્ઠ ! ધર્મ વિરુદ્ધ જાય નહિ તેવો સર્વ પ્રાણીઓમાં “કામ પણ હું છું.(૧૧)

યે ચૈવ સાત્ત્વિકા ભાવા રાજસાસ્તામસાશ્ચ યે	।	
મત્ત એવેતિ તાન્વિદ્ધિ ન ત્વહં તેષુ તે મયિ	॥૧૨॥

જે સાત્વિક,રાજસ અને તામસવિકારો છે તે પણ મારાથી ઉત્પન થયેલા છે,પરંતુ હું તેમાં સમાયેલો નથી , તેઓ મારામાં સમાયેલા છે.(૧૨)

ત્રિભિર્ગુણમયૈર્ભાવૈરેભિઃ સર્વમિદં જગત્	।
મોહિતં નાભિજાનાતિ મામેભ્યઃ પરમવ્યયમ્	॥૧૩॥

આ ત્રિગુણાત્મક વિકારોથી સમસ્ત જગત મોહિત થઇ ગયું છે,તેથી ગુણાતીત અને અવિનાશી એવા મને એ જગત જાણતું નથી.(૧૩)

દૈવી હ્યેષા ગુણમયી મમ માયા દુરત્યયા	।
મામેવ યે પ્રપદ્યન્તે માયામેતાં તરન્તિ તે	॥૧૪॥

કેમકે અતિ દિવ્ય અને ત્રિગુણાત્મક એવી મારી માયા દુસ્તર છે.જે મનુષ્ય મારા શરણે આવે છે તે જ એ માયા રૂપી નદીને તરી જાય છે.(૧૪)

ન માં દુષ્કૃતિનો મૂઢાઃ પ્રપદ્યન્તે નરાધમાઃ	।
માયયાપહૃતજ્ઞાના આસુરં ભાવમાશ્રિતાઃ	॥૧૫॥

આ દુસ્તર માયાથી જેમનું જ્ઞાન નષ્ટ થયું છે તથા જેમણે આસુરી પ્રકૃતિનો આશ્રય કર્યો છે તેવા પાપી,મૂઢ અને નરાધમ મનુષ્યો મારે શરણે આવતા નથી.(૧૫)

ચતુર્વિધા ભજન્તે માં જનાઃ સુકૃતિનોઽર્જુન	।
આર્તો જિજ્ઞાસુરર્થાર્થી જ્ઞાની ચ ભરતર્ષભ	॥૧૬॥

હે ભરતશ્રેષ્ઠ ! આર્ત ,જિજ્ઞાસુ,અથાર્થી અને જ્ઞાની, એમ ચાર પ્રકારના મનુષ્યો મને ભજેછે.(૧૬)

તેષાં જ્ઞાની નિત્યયુક્ત એકભક્તિર્વિશિષ્યતે	।
પ્રિયો હિ જ્ઞાનિનોઽત્યર્થમહં સ ચ મમ પ્રિયઃ	॥૧૭॥

તેમાં જ્ઞાની જનો ,નિરંતર મારામાં લીન રહી એકનિષ્ઠા થી મારી ભક્તિ કરે છે,તેથી તેઓ શ્રેષ્ઠ છે. આવા જ્ઞાની જનો ને હું અત્યંત પ્રિય છું અને તેઓ મને અત્યંત પ્રિય છે.(૧૭)

ઉદારાઃ સર્વ એવૈતે જ્ઞાની ત્વાત્મૈવ મે મતમ્	।
આસ્થિતઃ સ હિ યુક્તાત્મા મામેવાનુત્તમાં ગતિમ્   ॥૧૮॥

એ સર્વશ્રેષ્ઠ છે,પરંતુ જ્ઞાની તો મારો આત્મા છે.એમ હું માનું છું કારણકે તે મારામાં ચિત પરોવી મને જ સર્વોતમ માની મારો આશ્રય કરે છે.(૧૮)

બહૂનાં જન્મનામન્તે જ્ઞાનવાન્માં પ્રપદ્યતે	।
વાસુદેવઃ સર્વમિતિ સ મહાત્મા સુદુર્લભઃ	॥૧૯॥

“અનેક જન્મો પછી સર્વ કંઈ વાસુદેવ રૂપ છે ” જેને એવું જ્ઞાન પરિપક્વ થયું છે, એવા જ્ઞાનીને મારી પ્રાપ્તિ થાય છે એવા મહાત્મા અતિ દુર્લભ છે.(!(૧૯)

કામૈસ્તૈસ્તૈર્હૃતજ્ઞાનાઃ પ્રપદ્યન્તેઽન્યદેવતાઃ	।
તં તં નિયમમાસ્થાય પ્રકૃત્યા નિયતાઃ સ્વયા	॥૨૦॥

જે અજ્ઞાનીઓ નું પોતાના સ્વભાવ ને વશ થવાથી અને વિવિધ કામનાઓથી જ્ઞાન નષ્ટ થયું છે તે મારા-આત્મરૂપ વાસુદેવથી ભિન્ન ઈતર દેવતાઓની ઉપાસના કરે છે.(૨૦)

યો યો યાં યાં તનું ભક્તઃ શ્રદ્ધયાર્ચિતુમિચ્છતિ	।
તસ્ય તસ્યાચલાં શ્રદ્ધાં તામેવ વિદધામ્યહમ્	॥૨૧॥

જે ભક્ત , જે દેવતામાં ભક્તિભાવથી તેની આરાધના કરે છે, તેની તે શ્રદ્ધાને તે દેવતામાં હું જ સ્થિર કરું છું.(૨૧)

સ તયા શ્રદ્ધયા યુક્તસ્તસ્યારાધનમીહતે	।
લભતે ચ તતઃ કામાન્મયૈવ વિહિતાન્હિ તાન્	॥૨૨॥

એ તે પ્રકારની શ્રદ્ધા રાખી તે દેવની આરાધના કરે છે અને પછી મેં નિર્માણ કરેલી તેની તે કામનાઓ પૂર્ણ થાય છે.(૨૨)

અન્તવત્તુ ફલં તેષાં તદ્ભવત્યલ્પમેધસામ્	।
દેવાન્દેવયજો યાન્તિ મદ્ભક્તા યાન્તિ મામપિ	॥૨૩॥

અન્ય દેવતાઓને ભજવાથી અજ્ઞાની મનુષ્યોને પ્રાપ્ત થયેલું તે ફળ નાશવંત હોયછે. દેવતાઓના ભક્ત દેવતાઓને પામે છે અને મારા ભક્તો મને પામે છે.(૨૩)

અવ્યક્તં વ્યક્તિમાપન્નં મન્યન્તે મામબુદ્ધયઃ	।
પરં ભાવમજાનન્તો મમાવ્યયમનુત્તમમ્	॥૨૪॥

મારા ઉત્કૃષ્ટ, અવિનાશી અને અતિ ઉત્તમ ભાવને ન જાણનારા અજ્ઞાની લોકો ,હું અવ્યક્ત હોવા છતાં મને સાકાર માને છે.(૨૪)

નાહં પ્રકાશઃ સર્વસ્ય યોગમાયાસમાવૃતઃ	।
મૂઢોઽયં નાભિજાનાતિ લોકો મામજમવ્યયમ્	॥૨૫॥

હું યોગમાયાથી આવરાયલો છું,આથી સર્વ ને સ્પષ્ટ પણે દેખાતો નથી.આથી મૂઢ મનુષ્યો અજન્મા અને અવિનાશી એવા મને જાણતા નથી.(૨૫)

વેદાહં સમતીતાનિ વર્તમાનાનિ ચાર્જુન	।
ભવિષ્યાણિ ચ ભૂતાનિ માં તુ વેદ ન કશ્ચન	॥૨૬॥

હે અર્જુન ! પહેલાં થઇ ગયેલા , અત્યારે થઇ રહેલા અને હવે પછી થનારા સઘળા ભૂતોને (પ્રાણીઓને ) હું જાણું છું,પરંતુ મને કોઈ જાણતું નથી.(૨૬)

ઇચ્છાદ્વેષસમુત્થેન દ્વન્દ્વમોહેન ભારત	।
સર્વભૂતાનિ સંમોહં સર્ગે યાન્તિ પરંતપ	॥૨૭॥

હે પરંતપ ! ઈચ્છા અને ઈર્ષાથી ઉત્પન થયેલા સુખદુઃખ રૂપી મોહથી સર્વ ભૂતો (પ્રાણીઓ) પ્રમાદી બનીને ઉત્પતિ સમયે ઘણી દ્વિઘા માં પડી જાય છે.(૨૭)

યેષાં ત્વન્તગતં પાપં જનાનાં પુણ્યકર્મણામ્	।
તે દ્વન્દ્વમોહનિર્મુક્તા ભજન્તે માં દૃઢવ્રતાઃ	॥૨૮॥

પરંતુ સતકર્મો ના પુણ્ય ભાવે જેનાં પાપો નાશ પામ્યાં છે, તે દઢ નિશ્વયી મનુષ્યો સુખદુઃખની મોહજાળ થી મુક્ત થઇ ને મને ભજે છે.(૨૮)

જરામરણમોક્ષાય મામાશ્રિત્ય યતન્તિ યે	।
તે બ્રહ્મ તદ્વિદુઃ કૃત્સ્નમધ્યાત્મં કર્મ ચાખિલમ્	॥૨૯॥

જેઓ મારો આશ્રય કરી જરા-મૃત્યુથી મુક્ત થવાનો યત્ન કરે છે, તેઓજ બ્રહ્મને જાણી શકે છે. યત્નથી તેઓ અધ્યાત્મ તથા સર્વ કર્મને પણ જાણે છે.(૨૯)

સાધિભૂતાધિદૈવં માં સાધિયજ્ઞં ચ યે વિદુઃ	।
પ્રયાણકાલેઽપિ ચ માં તે વિદુર્યુક્તચેતસઃ	॥૩૦॥

જે યોગી અધિભૂત, અધિદૈવ અને અધિયજ્ઞ સહીત મને જાણે છે,તે સ્વસ્થચિત્ત પુરુષો મરણ સમયે પણ મને જ જાણે છે.(૩૦)

ૐ તત્સદિતિ શ્રીમદ્ભગવદ્ગીતાસૂપનિષત્સુ બ્રહ્મવિદ્યાયાં યોગશાસ્ત્રે શ્રીકૃષ્ણાર્જુનસંવાદે
જ્ઞાનવિજ્ઞાનયોગો નામ સપ્તમોઽધ્યાયઃ ॥૭॥

અધ્યાય 1 - અર્જુનવિષાદયોગ (Adhyay – 1 Arjun Vishaad Yog in Gujarati)
અધ્યાય 2 - સાંખ્યયોગ (Adhyay – 2 Saankhya Yog in Gujarati)
અધ્યાય 3 - કર્મયોગ (Adhyay – 3 Karma Yog in Gujarati)
અધ્યાય 4 - જ્ઞાનકર્મસંન્યાસયોગ (Adhyay – 4 Gyaan Karm Sanyaas Yog in Gujarati)
અધ્યાય 5 - કર્મસંન્યાસયોગ (Adhyay – 5 Karma Sanyaas Yog in Gujarati)
અધ્યાય 6 - આત્મસંયમયોગ (Adhyay – 6 Atma Sanyam Yog in Gujarati)
અધ્યાય 7 - જ્ઞાનવિજ્ઞાનયોગ (Adhyay – 7 Gyaan Vigyaan Yog in Gujarati)
અધ્યાય 8 - અક્ષરબ્રહ્મયોગ (Adhyay – 8 Akshar Brahm Yog in Gujarati)
અધ્યાય 9 - રાજવિદ્યારાજગુહ્યયોગ (Adhyay – 9 Raajvidya Raajguhya Yog in Gujarati)
અધ્યાય 10 - વિભૂતિયોગ (Adhyay – 10 Vibhooti Yog in Gujarati)
અધ્યાય 11 - વિશ્વરૂપદર્શનયોગ (Adhyay – 11 Vishvaroopdarshan Yog in Gujarati)
અધ્યાય 12 - ભક્તિયોગ (Adhyay – 12 Bhakti Yog in Gujarati)
અધ્યાય 13 - ક્ષેત્રક્ષેત્રજ્ઞવિભાગયોગ (Adhyay – 13 Kshetrakshetragna Vibhaag Yog in Gujarati)
અધ્યાય 14 - ગુણત્રયવિભાગયોગ (Adhyay – 14 Guntraya vibhaag Yog in Gujarati)
અધ્યાય 15 - પુરુષોત્તમયોગ (Adhyay – 15 Purushottam Yog in Gujarati)
અધ્યાય 16 - દૈવાસુરસંપદ્વિભાગયોગ (Adhyay – 16 Daivasur Sampadvibhaag Yog in Gujarati)
અધ્યાય 17 - શ્રદ્ધાત્રયવિભાગયોગ (Adhyay – 17 Shradhdhatray Vibhaag Yog in Gujarati)
અધ્યાય 18 - મોક્ષસંન્યાસયોગ (Adhyay – 18 Mokshasanyaas Yog in Gujarati)