અધ્યાય 18 - મોક્ષસંન્યાસયોગ
Adhyay – 18 Mokshasanyaas Yog
અર્જુન ઉવાચ ।
સંન્યાસસ્ય મહાબાહો તત્ત્વમિચ્છામિ વેદિતુમ્ ।
ત્યાગસ્ય ચ હૃષીકેશ પૃથક્કેશિનિષૂદન ॥૧॥
અર્જુન બોલ્યા : હે મહાબાહો ! હે ઋષિકેશ ! હે કેશિનીષૂદન ! હું ‘ સન્યાસ’ શબ્દનો ખરો અર્થ અને ’ત્યાગ’ શબ્દ નો પણ સત્ય અર્થ પૃથક જાણવા ઈચ્છું છું.(૧)
શ્રીભગવાન ઉવાચ ।
કામ્યાનાં કર્મણાં ન્યાસં સંન્યાસં કવયો વિદુઃ ।
સર્વકર્મફલત્યાગં પ્રાહુસ્ત્યાગં વિચક્ષણાઃ ॥૨॥
શ્રીભગવાન બોલ્યા: કેટલાક સુક્ષ્મદર્શી પંડિતો કામ્યકર્મો ના ત્યાગને ’સન્યાસ’કહે છે જયારે વિદ્ધાનો સર્વ કર્મોના ફળનો ત્યાગ કરવો એને ત્યાગ કહે છે.(૨)
ત્યાજ્યં દોષવદિત્યેકે કર્મ પ્રાહુર્મનીષિણઃ ।
યજ્ઞદાનતપઃકર્મ ન ત્યાજ્યમિતિ ચાપરે ॥૩॥
કેટલાક પંડિતોનું કહેવું છે કે કર્મ માત્ર દોષયુક્ત હોય છે. આથી તેનો ત્યાગ કરવો.જયારે કેટલાક પંડિતો કહે છે કે યજ્ઞ,દાન.તપ વગેરે કર્મોનો ત્યાગ કરવો નહિ .(૩)
નિશ્ચયં શૃણુ મે તત્ર ત્યાગે ભરતસત્તમ ।
ત્યાગો હિ પુરુષવ્યાઘ્ર ત્રિવિધઃ સંપ્રકીર્તિતઃ ॥૪॥
હે ભરતશ્રેષ્ઠ ! એ ત્યાગ વિષે મારો ચોક્કસ મત શો છે તે તને કહું છું સાંભળ. હે પુરુષવ્યાઘ્ર ! ત્યાગ પણ ત્રણ પ્રકારનો છે.(૪)
યજ્ઞદાનતપઃકર્મ ન ત્યાજ્યં કાર્યમેવ તત્ ।
યજ્ઞો દાનં તપશ્ચૈવ પાવનાનિ મનીષિણામ્ ॥૫॥
યજ્ઞ, દાન અને તપરૂપ કર્મ ત્યાગ કરવા યોગ્ય નથી.તે કરવાજ જોઈએ. યજ્ઞ, દાન અને તપ ફળની ઈચ્છા રહિત કરવામાં આવે તો તે મનુષ્યને પવિત્ર બનાવે છે.(૫)
એતાન્યપિ તુ કર્માણિ સઙ્ગં ત્યક્ત્વા ફલાનિ ચ ।
કર્તવ્યાનીતિ મે પાર્થ નિશ્ચિતં મતમુત્તમમ્ ॥૬॥
હે પાર્થ ! એ યજ્ઞાદિ કર્મો પણ સંગનો તથા ફળનો ત્યાગ કરીને કરવા જોઈએ એવો મારો નિશ્વિત અને ઉત્તમ અભિપ્રાય છે.(૬)
નિયતસ્ય તુ સંન્યાસઃ કર્મણો નોપપદ્યતે ।
મોહાત્તસ્ય પરિત્યાગસ્તામસઃ પરિકીર્તિતઃ ॥૭॥
નિયત કર્મોનો ત્યાગ કરવો યોગ્ય નથી.તેના મોહથી પરિત્યાગ કરવો તેને તામસ ત્યાગ કહેવાય છે.(૭)
દુઃખમિત્યેવ યત્કર્મ કાયક્લેશભયાત્ત્યજેત્ ।
સ કૃત્વા રાજસં ત્યાગં નૈવ ત્યાગફલં લભેત્ ॥૮॥
કર્મ દુઃખરૂપ છે, એમ માની શરીરના કલેશના ભયથી તેનો ત્યાગ કરવો તે રાજસ ત્યાગ કહેવાય છે. એ રીતે રાજસ ત્યાગ કરીને તે પુરુષ ત્યાગના ફળને પામતો નથી.(૮)
કાર્યમિત્યેવ યત્કર્મ નિયતં ક્રિયતેઽર્જુન ।
સઙ્ગં ત્યક્ત્વા ફલં ચૈવ સ ત્યાગઃ સાત્ત્વિકો મતઃ ॥૯॥
હે અર્જુન આ કરવા યોગ્ય છે, એમ નિશ્વય કરીને સંગ તથા ફળનો ત્યાગ કરીને જે નિત્યકર્મ કરવામાં આવે છે તેને સાત્વિક ત્યાગ માનેલો છે.(૯)
ન દ્વેષ્ટ્યકુશલં કર્મ કુશલે નાનુષજ્જતે ।
ત્યાગી સત્ત્વસમાવિષ્ટો મેધાવી છિન્નસંશયઃ ॥૧૦॥
સાત્વિક ત્યાગી સત્વગુણથી વ્યાપ્ત થયેલા આત્મજ્ઞાન વાળો થાય છે તથા સર્વ શંકાઓથી રહિત હોય તેવા અશુભ કર્મનો દ્વેષ કરતો નથી.વળી તે વિહિત કર્મમાં આશક્ત થતો નથી.(૧૦)
ન હિ દેહભૃતા શક્યં ત્યક્તું કર્માણ્યશેષતઃ ।
યસ્તુ કર્મફલત્યાગી સ ત્યાગીત્યભિધીયતે ॥૧૧॥
દેહધારી જીવાત્મા માટે સંપૂર્ણ રીતે કર્મનો ત્યાગ કરવો શક્ય નથી.માટે જે કર્મફળ નો ત્યાગ કરનારો છે, તે ત્યાગી એ પ્રમાણે કહેવાય છે.(૧૧)
અનિષ્ટમિષ્ટં મિશ્રં ચ ત્રિવિધં કર્મણઃ ફલમ્ ।
ભવત્યત્યાગિનાં પ્રેત્ય ન તુ સંન્યાસિનાં ક્વચિત્ ॥૧૨॥
કર્મફળના ત્યાગ ન કરનાર ને મૃત્યુ પછી કર્મનું અનિષ્ટ, ઇષ્ટ અને મિશ્ર એમ ત્રણ પ્રકારનું ફળ પ્રાપ્ત થાય છે. પરંતુ સંન્યાસીઓને કદી પણ ત્રણ પ્રકારનું ફળ પ્રાપ્ત થતું નથી.(૧૨)
પઞ્ચૈતાનિ મહાબાહો કારણાનિ નિબોધ મે ।
સાંખ્યે કૃતાન્તે પ્રોક્તાનિ સિદ્ધયે સર્વકર્મણામ્ ॥૧૩॥
હે મહાબાહો ! કર્મની સમાપ્તિવાળા વેદાંત શાસ્ત્રમાં સર્વ કર્મોથી સિદ્ધિ માટે આ પાંચ સાધનો કહેવામાં આવ્યા છે તે મારી પાસેથી સમજી લે.(૧૩)
અધિષ્ઠાનં તથા કર્તા કરણં ચ પૃથગ્વિધમ્ ।
વિવિધાશ્ચ પૃથક્ચેષ્ટા દૈવં ચૈવાત્ર પઞ્ચમમ્ ॥૧૪॥
સુખદુઃખાદિનો આશ્રય કરનાર દેહ, જીવાત્મા, જુદી જુદી ઇન્દ્રિયો, પ્રાણપાનાદિ વાયુના નાના પ્રકારની ક્રિયાઓ અને દૈવ (એટલેકે વાયુ, સૂર્ય વગેરે ઇન્દ્રિયોના દેવતાઓ) આ પાંચ કારણો છે.(૧૪)
શરીરવાઙ્મનોભિર્યત્કર્મ પ્રારભતે નરઃ ।
ન્યાય્યં વા વિપરીતં વા પઞ્ચૈતે તસ્ય હેતવઃ ॥૧૫॥
પુરુષ દેહ, મન અને વાણી વડે જે ધર્મરૂપ કે અધર્મ રૂપ પણ કર્મનો પ્રારંભ કરેછે, તે સર્વ કર્મોના આ પાંચ કારણો છે.(૧૫)
તત્રૈવં સતિ કર્તારમાત્માનં કેવલં તુ યઃ ।
પશ્યત્યકૃતબુદ્ધિત્વાન્ન સ પશ્યતિ દુર્મતિઃ ॥૧૬॥
તે સર્વ કર્મોમાં આ પ્રમાણે હોવા છતાં પણ જે શુદ્ધ આત્માને કર્તા માને છે, સમજે છે તે - દુર્મતિ, અસંસ્કારી બુદ્ધિને લીધે વાસ્તવિક રીતે જોતો નથી.(૧૬)
યસ્ય નાહંકૃતો ભાવો બુદ્ધિર્યસ્ય ન લિપ્યતે ।
હત્વાઽપિ સ ઇમાઁલ્લોકાન્ન હન્તિ ન નિબધ્યતે ॥૧૭॥
હું આ કર્મ કરું છું.એ પ્રકારની જેને ભાવના નથી, જેની બુદ્ધિ લેપાતી નથી તે જ્ઞાનનિષ્ઠ આ પ્રાણીઓનો વધ કરી નાખે તો પણ તે વધ કરતો નથી.અને તે વધના દોષથી બંધાતો નથી.(૧૭)
જ્ઞાનં જ્ઞેયં પરિજ્ઞાતા ત્રિવિધા કર્મચોદના ।
કરણં કર્મ કર્તેતિ ત્રિવિધઃ કર્મસંગ્રહઃ ॥૧૮॥
જ્ઞાન, જ્ઞેય અને જ્ઞાતા એ ત્રણ પ્રકારના કર્મનો પ્રેરક છે અને કરણ (મન અને બુદ્ધિ સહિત દશ ઇન્દ્રિયો ) કર્મ અને કર્તા એ પ્રકારે ત્રણ પ્રકારનો કર્મનો આશ્રય છે.(૧૮)
જ્ઞાનં કર્મ ચ કર્તા ચ ત્રિધૈવ ગુણભેદતઃ ।
પ્રોચ્યતે ગુણસંખ્યાને યથાવચ્છૃણુ તાન્યપિ ॥૧૯॥
સાંખ્યશાસ્ત્રમાં જ્ઞાન,કર્મ તથા કર્તા સત્વાદિ ત્રણ ગુણના ભેદથી ત્રણ પ્રકારના કહેવાય છે. તે ભેદ ને યથાર્થ રીતે તું સાંભળ.(૧૯)
સર્વભૂતેષુ યેનૈકં ભાવમવ્યયમીક્ષતે ।
અવિભક્તં વિભક્તેષુ તજ્જ્ઞાનં વિદ્ધિ સાત્ત્વિકમ્ ॥૨૦॥
જે જ્ઞાનના યોગથી જીવ પરસ્પર ભેદવાળા સર્વ ભૂતોમાં અવિભક્ત એવા એક આત્મતત્વને જુએ છે તે જ્ઞાનને તું સાત્વિક જાણ.(૨૦)
પૃથક્ત્વેન તુ યજ્જ્ઞાનં નાનાભાવાન્પૃથગ્વિધાન્ ।
વેત્તિ સર્વેષુ ભૂતેષુ તજ્જ્ઞાનં વિદ્ધિ રાજસમ્ ॥૨૧॥
વળી પરસ્પર ભેદથી રહેલા સર્વ ભૂતોમાં એક બીજાથી ભિન્ન ઘણા આત્માઓને જે જ્ઞાન જાણે છે તે જ્ઞાનને તું રાજસ જ્ઞાન જાણ.(૨૧)
યત્તુ કૃત્સ્નવદેકસ્મિન્કાર્યે સક્તમહૈતુકમ્ ।
અતત્ત્વાર્થવદલ્પં ચ તત્તામસમુદાહૃતમ્ ॥૨૨॥
વળી જે જ્ઞાન એક કર્મ માં પરિપૂર્ણ ની જેમ અભિનિવેશવાળું હેતુ વિનાનું તત્વાર્થ થી રહિત તથા અલ્પ વિષય વાળું છે તે જ્ઞાનને તામસ કહ્યું છે.(૨૨)
નિયતં સઙ્ગરહિતમરાગદ્વેષતઃ કૃતમ્ ।
અફલપ્રેપ્સુના કર્મ યત્તત્સાત્ત્વિકમુચ્યતે ॥૨૩॥
ફળની ઈચ્છા ન રાખતાં જે નિત્ય નૈમિત્તિક કર્મો, કર્તુત્વ ના અભિમાનના ત્યાગ પૂર્વક રાગ-દ્વેષ રહિત કરવામાં આવે છે તેને સાત્વિક કર્મ કહેવામાં આવે છે.(૨૩)
યત્તુ કામેપ્સુના કર્મ સાહંકારેણ વા પુનઃ ।
ક્રિયતે બહુલાયાસં તદ્રાજસમુદાહૃતમ્ ॥૨૪॥
વળી સ્વર્ગાદિ ફળની કામનાવાળા તથા અહંકાર વાળા મનુષ્યો દ્વારા બહુ પરિશ્રમ વડે જે કરાય છે, તે રાજસ કહ્યું છે.(૨૪)
અનુબન્ધં ક્ષયં હિંસામનપેક્ષ્ય ચ પૌરુષમ્ ।
મોહાદારભ્યતે કર્મ યત્તત્તામસમુચ્યતે ॥૨૫॥
જે કર્મ પરિણામ નો, હાનિનો, હિંસાનો તથા પોતાના સામર્થ્યનો વિચાર કર્યા વગર અવિવેકથી આરંભ કરવામાં આવે છે તેને તામસ કર્મ કહે છે. (૨૫)
મુક્તસઙ્ગોઽનહંવાદી ધૃત્યુત્સાહસમન્વિતઃ ।
સિદ્ધ્યસિદ્ધ્યોર્નિર્વિકારઃ કર્તા સાત્ત્વિક ઉચ્યતે ॥૨૬॥
ફળની ઈચ્છા વગરનો. ‘ હું કર્તા છું.’ એમ નહિ કહેનારો, ધૈર્ય તથા ઉત્સાહથી યુક્ત સિદ્ધિમાં અને અસિદ્ધિમાં વિકાર રહિત કર્મ કરનારો, સાત્વિક કહેવાય છે.(૨૬)
રાગી કર્મફલપ્રેપ્સુર્લુબ્ધો હિંસાત્મકોઽશુચિઃ ।
હર્ષશોકાન્વિતઃ કર્તા રાજસઃ પરિકીર્તિતઃ ॥૨૭॥
રાગી, કર્મફળની ઇચ્છાવાળો, લોભી,હિંસા કરવાવાળો,અપવિત્ર તથા હર્ષ-શોકવાળા કર્તાને રાજસ કહેવામાં આવે છે.(૨૭)
અયુક્તઃ પ્રાકૃતઃ સ્તબ્ધઃ શઠો નૈષ્કૃતિકોઽલસઃ ।
વિષાદી દીર્ઘસૂત્રી ચ કર્તા તામસ ઉચ્યતે ॥૨૮॥
અસ્થિર ચિત્તવાળો, અસંસ્કારી, ઉદ્ધત, શઠ, બીજાની આજીવિકાનો નાશ કરનાર, આળસુ,વિષાદ કરવાના સ્વભાવવાળો તથા કાર્યને લંબાવવાના સ્વભાવવાળો કર્તા તામસ કહેવાય છે.(૨૮)
બુદ્ધેર્ભેદં ધૃતેશ્ચૈવ ગુણતસ્ત્રિવિધં શૃણુ ।
પ્રોચ્યમાનમશેષેણ પૃથક્ત્વેન ધનંજય ॥૨૯॥
હે ધનંજય ! બુદ્ધિના તેમજ ધૈર્યના સત્વાદિક ગુણોથી ત્રણ પ્રકારના ભેદને સંપૂર્ણ પણે જુદાં જુદા કહેવાય છે, તે તું સાંભળ.(૨૯)
પ્રવૃત્તિં ચ નિવૃત્તિં ચ કાર્યાકાર્યે ભયાભયે ।
બન્ધં મોક્ષં ચ યા વેત્તિ બુદ્ધિઃ સા પાર્થ સાત્ત્વિકી ॥૩૦॥
હે પાર્થ ! જે બુદ્ધિ પ્રવૃતિને તથા નિવૃત્તિને તેમજ કાર્ય તથા અકાર્યને, ભય તથા અભયને, બંધન તથા મોક્ષને જાણે છે તે બુદ્ધિ સાત્વિક છે.(૩૦)
યયા ધર્મમધર્મં ચ કાર્યં ચાકાર્યમેવ ચ ।
અયથાવત્પ્રજાનાતિ બુદ્ધિઃ સા પાર્થ રાજસી ॥૩૧॥
હે પાર્થ ! જે બુદ્ધિ ધર્મને તથા અધર્મને, કાર્ય તેમજ અકાર્યને યથાર્થ રીતે નહિ જાણે તે બુદ્ધિ રાજસી છે.(૩૧)
અધર્મં ધર્મમિતિ યા મન્યતે તમસાવૃતા ।
સર્વાર્થાન્વિપરીતાંશ્ચ બુદ્ધિઃ સા પાર્થ તામસી ॥૩૨॥
હે પાર્થ ! તમોગુણથી ઢંકાયેલી જે બુદ્ધિ અધર્મને ધર્મ છે એમ માને છે તથા સર્વ પદાર્થોને વિપરીત માને છે, તે તામસી બુદ્ધિ છે.(૩૨)
ધૃત્યા યયા ધારયતે મનઃપ્રાણેન્દ્રિયક્રિયાઃ ।
યોગેનાવ્યભિચારિણ્યા ધૃતિઃ સા પાર્થ સાત્ત્વિકી ॥૩૩॥
હે પાર્થ ! ચિત્તવૃતિના નિરોધરૂપ યોગથી કામનાઓ ચલિત નહિ થનારી ધીરજથી મન, પ્રાણ અને ઇન્દ્રિયોની ક્રિયાને ધારણ કરે છે. તે ધૈર્ય સાત્વિક કહેવાય છે.(૩૩)
યયા તુ ધર્મકામાર્થાન્ધૃત્યા ધારયતેઽર્જુન ।
પ્રસઙ્ગેન ફલાકાઙ્ક્ષી ધૃતિઃ સા પાર્થ રાજસી ॥૩૪॥
હે પાર્થ ! વળી પ્રસંગાનુસાર ફળની કામનાવાળો થઇ જે ધૈર્ય વડે ધર્મ, કામ અને અર્થને પ્રાપ્ત કરે છે તે ધૈર્ય રાજસી છે.(૩૪)
યયા સ્વપ્નં ભયં શોકં વિષાદં મદમેવ ચ ।
ન વિમુઞ્ચતિ દુર્મેધા ધૃતિઃ સા પાર્થ તામસી ॥૩૫॥
હે પાર્થ ! ભાગ્યહીન મનુષ્ય જે ધૈર્ય વડે સ્વપ્ન, ભય, વિષાદ તથા મદ ને પણ ત્યજતો નથી તે ધૈર્ય તામસી છે.(૩૫)
સુખં ત્વિદાનીં ત્રિવિધં શૃણુ મે ભરતર્ષભ ।
અભ્યાસાદ્રમતે યત્ર દુઃખાન્તં ચ નિગચ્છતિ ॥૩૬॥
હે ભરત શ્રેષ્ઠ ! હવે તું મારી પાસેથી ત્રણ પ્રકારનાં સુખને સાંભળ.જે સમાધિસુખમાં અભ્યાસથી રમણ કરે છે તથા દુઃખ ના અંત ને પામે છે.(૩૬)
યત્તદગ્રે વિષમિવ પરિણામેઽમૃતોપમમ્ ।
તત્સુખં સાત્ત્વિકં પ્રોક્તમાત્મબુદ્ધિપ્રસાદજમ્ ॥૩૭॥
જે તે સુખ આરંભમાં વિષ જેવું પરંતુ પરિણામમાં અમૃત જેવું હોય તથા પોતાની નિર્મળ બુદ્ધિથી ઉત્પન્ન થયેલું હોય તે સુખને સાત્વિક કહ્યું છે.(૩૭)
વિષયેન્દ્રિયસંયોગાદ્યત્તદગ્રેઽમૃતોપમમ્ ।
પરિણામે વિષમિવ તત્સુખં રાજસં સ્મૃતમ્ ॥૩૮॥
જે તે સુખ વિષય તથા ઇન્દ્રિયોના સંયોગ થી ઉપજેલું છે તે આરંભમાં અમૃત જેવું લાગે છે પણ પછી પરિણામમાં વિષ જેવું લાગે છે તે સુખ ને રાજસ કહ્યું છે.(૩૮)
યદગ્રે ચાનુબન્ધે ચ સુખં મોહનમાત્મનઃ ।
નિદ્રાલસ્યપ્રમાદોત્થં તત્તામસમુદાહૃતમ્ ॥૩૯॥
જે સુખઆરંભમાં તથા પરિણામે બુદ્ધિને મોહમાં નાખનારું, નિંદ્રા, આળસ અને પ્રમાદથી ઉત્પન્ન થયેલું છે તે સુખ તામસ કહ્યું છે. (૩૯)
ન તદસ્તિ પૃથિવ્યાં વા દિવિ દેવેષુ વા પુનઃ ।
સત્ત્વં પ્રકૃતિજૈર્મુક્તં યદેભિઃ સ્યાત્ત્રિભિર્ગુણૈઃ ॥૪૦॥
પૃથ્વીમાં કે પાતાળમાં અથવા સ્વર્ગમાં દેવોને વિષે પણ એવું તે કંઈ વિદ્યમાન નથી કે જે પ્રાણી અથવા પદાર્થ પ્રકૃતિ થી ઉત્પન્ન થયેલા આ સત્વાદિ ત્રણ ગુણોથી રહિત હોય.(૪૦)
બ્રાહ્મણક્ષત્રિયવિશાં શૂદ્રાણાં ચ પરંતપ ।
કર્માણિ પ્રવિભક્તાનિ સ્વભાવપ્રભવૈર્ગુણૈઃ ॥૪૧॥
હે પરંતપ ! બ્રાહ્મણ, ક્ષત્રીય, વૈશ્ય તથા શુદ્રોનાં કર્મોના પ્રકૃતિથી ઉત્પન્ન થયેલા ગુણો વડે જુદા જુદા વિભાગો પાડવામાં આવ્યા છે.(૪૧)
શમો દમસ્તપઃ શૌચં ક્ષાન્તિરાર્જવમેવ ચ ।
જ્ઞાનં વિજ્ઞાનમાસ્તિક્યં બ્રહ્મકર્મ સ્વભાવજમ્ ॥૪૨॥
શમ, દમ, તપ,શૌચ, ક્ષમા, સરલતા તેમજ જ્ઞાન, વિજ્ઞાન,આસ્તિક્યપણું એ સ્વભાવ જન્ય બ્રાહ્મણોનાં કર્મ છે.(૪૨)
શૌર્યં તેજો ધૃતિર્દાક્ષ્યં યુદ્ધે ચાપ્યપલાયનમ્ ।
દાનમીશ્વરભાવશ્ચ ક્ષાત્રં કર્મ સ્વભાવજમ્ ॥૪૩॥
શૌર્ય, તેજ, ધીરજ, ચતુરાઈ અને યુદ્ધમાં પાછા ન હટવું, વળી દાન તથા ધર્મ અનુસાર પ્રજાપાલન એ ક્ષત્રીયનાં સ્વાભાવિક કર્મો છે. (૪૩)
કૃષિગૌરક્ષ્યવાણિજ્યં વૈશ્યકર્મ સ્વભાવજમ્ ।
પરિચર્યાત્મકં કર્મ શૂદ્રસ્યાપિ સ્વભાવજમ્ ॥૪૪॥
ખેતી, ગૌરક્ષા અને વ્યાપાર એ વૈશ્યના સ્વાભાવિક કર્મ છે.અને આ ત્રણે વર્ણ ની સેવારૂપ કર્મ શુદ્રનું સ્વાભાવિક કર્મ છે.(૪૪)
સ્વે સ્વે કર્મણ્યભિરતઃ સંસિદ્ધિં લભતે નરઃ ।
સ્વકર્મનિરતઃ સિદ્ધિં યથા વિન્દતિ તચ્છૃણુ ॥૪૫॥
પોતાના સ્વાભાવિક કર્મમાં નિરત રહેલો મનુષ્ય સત્વ શક્તિને પામે છે.પોતાના કર્મમાં તત્પર રહેલો મનુષ્ય જે પ્રકારે મોક્ષની સિદ્ધિને પામે છે, તે તું સાંભળ.(૪૫)
યતઃ પ્રવૃત્તિર્ભૂતાનાં યેન સર્વમિદં તતમ્ ।
સ્વકર્મણા તમભ્યર્ચ્ય સિદ્ધિં વિન્દતિ માનવઃ ॥૪૬॥
જેનાથી ભૂતોની ઉત્પતિ થાય છે તથા જેના વડે સર્વ વ્યાપ્ત થાય છે તેને પોતાના કર્મ વડે સંતુષ્ટ કરીને મનુષ્ય સિદ્ધિને પામે છે.(૪૬)
શ્રેયાન્સ્વધર્મો વિગુણઃ પરધર્મોત્સ્વનુષ્ઠિતાત્ ।
સ્વભાવનિયતં કર્મ કુર્વન્નાપ્નોતિ કિલ્બિષમ્ ॥૪૭॥
સારી રીતે આચરેલા પરધર્મ કરતાં પોતાનો ગુણરહિત હોય તો પણ સ્વધર્મ શ્રેષ્ઠ છે.સ્વભાવજન્ય શાસ્ત્રાનુસારકર્મ કરતો મનુષ્ય પાપને પામતો નથી.(૪૭)
સહજં કર્મ કૌન્તેય સદોષમપિ ન ત્યજેત્ ।
સર્વારમ્ભા હિ દોષેણ ધૂમેનાગ્નિરિવાવૃતાઃ ॥૪૮॥
હે કાન્તેય ! વર્ણાશ્રમ અનુસાર સ્વાભાવિક ઉદ્દભવેલું કર્મ દોષવાળું હોય તો પણ ન ત્યજવું. કારણકે સર્વકર્મો ધુમાડાથી જેમ અગ્નિ ઢંકાયેલો રહે છે તેમ દોષ વડે ઢંકાયેલો રહે છે તેમ દોષ વડે ઢંકાયેલાં રહે છે.(૪૮)
અસક્તબુદ્ધિઃ સર્વત્ર જિતાત્મા વિગતસ્પૃહઃ ।
નૈષ્કર્મ્યસિદ્ધિં પરમાં સંન્યાસેનાધિગચ્છતિ ॥૪૯॥
સ્ત્રી-પુત્રાદિ સર્વ પદાર્થો વિષે આસક્તિ રહિત બુદ્ધિવાળો, અંત:કરણ ને વશ રાખનારો, વિષયો તરફ સ્પૃહા વિનાનો પુરુષ સંન્યાસ વડે પરમ નૈષ્કર્મ્ય સિદ્ધિને પામે છે.(૪૯)
સિદ્ધિં પ્રાપ્તો યથા બ્રહ્મ તથાપ્નોતિ નિબોધ મે ।
સમાસેનૈવ કૌન્તેય નિષ્ઠા જ્ઞાનસ્ય યા પરા ॥૫૦॥
હે કાન્તેય ! નૈષ્કર્મ્યરૂપ સિદ્ધિને પ્રાપ્ત કરી વિદ્વાન પુરુષ જે પ્રકારે બ્રહ્મને પામે છે તે જ્ઞાનની પરમ નિષ્ઠા છે. તે સંક્ષેપમાં જ મારી પાસેથી સાંભળ.(૫૦)
બુદ્ધ્યા વિશુદ્ધયા યુક્તો ધૃત્યાત્માનં નિયમ્ય ચ ।
શબ્દાદીન્વિષયાંસ્ત્યક્ત્વા રાગદ્વેષૌ વ્યુદસ્ય ચ ॥૫૧॥
શુદ્ધ બુદ્ધિ વડે યુક્ત પુરુષ સાત્વિક ધૈર્યથી આત્માને નિયમમાં રાખી, શબ્દાદિ વિષયોનો ત્યાગ કરીને તથા રાગદ્વેષનો ત્યાગ કરી બ્રહ્મભાવને પ્રાપ્ત કરે છે.(૫૧)
વિવિક્તસેવી લઘ્વાશી યતવાક્કાયમાનસઃ ।
ધ્યાનયોગપરો નિત્યં વૈરાગ્યં સમુપાશ્રિતઃ ॥૫૨॥
એકાંત સેવનારો, અલ્પભોજન કરનારો, વાણી, દેહ તથા મનને વશમાં રાખનારો,દરરોજ ધ્યાન ધરનારો એ વૈરાગ્યનો આશ્રય કરીને રહે છે.(૫૨)
અહંકારં બલં દર્પં કામં ક્રોધં પરિગ્રહમ્ ।
વિમુચ્ય નિર્મમઃ શાન્તો બ્રહ્મભૂયાય કલ્પતે ॥૫૩॥
તથા અહંકાર, બળ, દર્પ, કામ, ક્રોધ, પરિગ્રહ અને મમતા છોડીને શાંત રહે છે તે બ્રહ્મસાક્ષાત્કાર માટે યોગ્ય બને છે.(૫૩)
બ્રહ્મભૂતઃ પ્રસન્નાત્મા ન શોચતિ ન કાઙ્ક્ષતિ ।
સમઃ સર્વેષુ ભૂતેષુ મદ્ભક્તિં લભતે પરામ્ ॥૫૪॥
બ્રહ્મરૂપ થયેલો પ્રસન્ન ચિત્તવાળો પદાર્થોનો શોક કરતો નથી. અપ્રાપ્ય પદાર્થની ઈચ્છા કરતો નથી. સર્વ ભૂતોમાં સમભાવ રાખનારો એ મારી પરાભક્તિને પામે છે.(૫૪)
ભક્ત્યા મામભિજાનાતિ યાવાન્યશ્ચાસ્મિ તત્ત્વતઃ ।
તતો માં તત્ત્વતો જ્ઞાત્વા વિશતે તદનન્તરમ્ ॥૫૫॥
ભક્તિ વડે હું ઉપાધિ ભેદોથી યુક્ત સ્વરૂપવાળો છું તે જે મને તત્વથી જાણે છે, તે ભક્તિ વડે મને તત્વથી જાણીને ત્યાર પછી મારા સ્વરૂપમાં પ્રવેશ કરે છે.(૫૫)
સર્વકર્માણ્યપિ સદા કુર્વાણો મદ્વ્યપાશ્રયઃ ।
મત્પ્રસાદાદવાપ્નોતિ શાશ્વતં પદમવ્યયમ્ ॥૫૬॥
સદા સર્વ કર્મો કરતો રહેવા છતાં પણ મારો શરણાગત ભક્ત મારી કૃપાથી શાશ્વત અવિનાશી પદને પામે છે.(૫૬)
ચેતસા સર્વકર્માણિ મયિ સંન્યસ્ય મત્પરઃ ।
બુદ્ધિયોગમુપાશ્રિત્ય મચ્ચિત્તઃ સતતં ભવ ॥૫૭॥
વિવેકબુદ્ધિ વડે સર્વ કામો મને સમર્પણ કરી - મારા પરાયણ થઇ બુદ્ધિયોગનો આશ્રય કરીને નિરંતર મારા વિષે મનવાળો થા.(૫૭)
મચ્ચિત્તઃ સર્વદુર્ગાણિ મત્પ્રસાદાત્તરિષ્યસિ ।
અથ ચેત્ત્વમહંકારાન્ન શ્રોષ્યસિ વિનઙ્ક્ષ્યસિ ॥૫૮॥
મારા વિષે ચિત્ત રાખવાથી, મારી કૃપાથી,તું સર્વ દુઃખોને તરી જઈશ. પરંતુ જો તું કદાચિત્ અહંકારથી મને સાંભળશે નહિ તો નાશ પામશે.(૫૮)
યદહંકારમાશ્રિત્ય ન યોત્સ્ય ઇતિ મન્યસે ।
મિથ્યૈષ વ્યવસાયસ્તે પ્રકૃતિસ્ત્વાં નિયોક્ષ્યતિ ॥૫૯॥
અહંકારનો આશ્રય કરીને હું યુદ્ધ ન કરું એમ જો તું માનતો હો તો તારો નિશ્વય મિથ્યા છે, કારણકે તારો ક્ષત્રિય સ્વભાવ તને યુદ્ધમાં જોડશે.(૫૯)
સ્વભાવજેન કૌન્તેય નિબદ્ધઃ સ્વેન કર્મણા ।
કર્તું નેચ્છસિ યન્મોહાત્કરિષ્યસ્યવશોઽપિ તત્ ॥૬૦॥
હે અર્જુન ! સ્વભાવજન્ય પોતાના કર્મ વડે બંધાયેલો મોહવશ જે યુદ્ધ કરવાને તું ઈચ્છતો નથી તે પરવશ થઈને પણ તું કરીશ.(૬૦)
ઈશ્વરઃ સર્વભૂતાનાં હૃદ્દેશેઽર્જુન તિષ્ઠતિ ।
ભ્રામયન્સર્વભૂતાનિ યન્ત્રારૂઢાનિ માયયા ॥૬૧॥
હે અર્જુન ! ઈશ્વર યંત્રો પર બેસાડેલાં સર્વ ભૂતોને માયા વડે ભ્રમણ કરાવતાં સર્વ ભૂતોના હૃદયમાં રહે છે.(૬૧)
તમેવ શરણં ગચ્છ સર્વભાવેન ભારત ।
તત્પ્રસાદાત્પરાં શાન્તિં સ્થાનં પ્રાપ્સ્યસિ શાશ્વતમ્ ॥૬૨॥
હે ભારત ! સર્વ પ્રકારે તે ઈશ્વરને જ શરણે તું જા જેની કૃપાથી તું પરમ શાંતિ તથા શાશ્વત સ્થાનને પામીશ.(૬૨)
ઇતિ તે જ્ઞાનમાખ્યાતં ગુહ્યાદ્ગુહ્યતરં મયા ।
વિમૃશ્યૈતદશેષેણ યથેચ્છસિ તથા કુરુ ॥૬૩॥
એ પ્રમાણે મેં તને ગુહ્યથી અતિ ગુહ્ય ગીતાશાસ્ત્રરૂપી જ્ઞાન કહ્યું, એનો સંપૂર્ણપણે વિચાર કરીને જેમ તારી ઈચ્છા હોય તેમ તું કર.(૬૩)
સર્વગુહ્યતમં ભૂયઃ શૃણુ મે પરમં વચઃ ।
ઇષ્ટોઽસિ મે દૃઢમિતિ તતો વક્ષ્યામિ તે હિતમ્ ॥૬૪॥
ફરીથી સર્વથી અતિ ગુહ્ય પરમ વચનને તું સાંભળ, કેમ કે તું મને અતિપ્રિય છે. તેથી તને આ હિત કારક વચનો કહું છું.(૬૪)
મન્મના ભવ મદ્ભક્તો મદ્યાજી માં નમસ્કુરુ ।
મામેવૈષ્યસિ સત્યં તે પ્રતિજાને પ્રિયોઽસિ મે ॥૬૫॥
મારામાં જ મન રાખ, મારો ભક્ત થા, મારું પૂજન કર, મને નમસ્કાર કર, એમ કરવાથી તું મને પામીશ એમ હું સત્ય પ્રતિજ્ઞા કરું છું કારણકે તું મને પ્રિય છે.(૬૫)
સર્વધર્માન્પરિત્યજ્ય મામેકં શરણં વ્રજ ।
અહં ત્વા સર્વપાપેભ્યો મોક્ષયિષ્યામિ મા શુચઃ ॥૬૬॥
સર્વ ધર્મોનો ત્યાગ કરીને તું મને એકને જ શરણે આવ,હું તને સર્વ પાપોથી મુક્ત કરીશ.માટે તું શોક ન કર(૬૬)
ઇદં તે નાતપસ્કાય નાભક્તાય કદાચન ।
ન ચાશુશ્રૂષવે વાચ્યં ન ચ માં યોઽભ્યસૂયતિ ॥૬૭॥
આ ગીતાનો ક્યારે પણ તપરહીતને, ભક્તિરહીતને, શુશ્રુષારહીતને તથા જે મારી અસૂયા કરે છે તેવા મનુષ્યને ઉપદેશ કરવો નહિ.(૬૭)
ય ઇમં પરમં ગુહ્યં મદ્ભક્તેષ્વભિધાસ્યતિ ।
ભક્તિં મયિ પરાં કૃત્વા મામેવૈષ્યત્યસંશયઃ ॥૬૮॥
જે આ પરમ ગુહ્યજ્ઞાનનો મારા ભક્તોને ઉપદેશ કરશે તે મારા વિષે પરમભક્તિ પ્રાપ્ત કરીને મને જ પામશે,એમાં સંશય નથી.(૬૮)
ન ચ તસ્માન્મનુષ્યેષુ કશ્ચિન્મે પ્રિયકૃત્તમઃ ।
ભવિતા ન ચ મે તસ્માદન્યઃ પ્રિયતરો ભુવિ ॥૬૯॥
વળી મનુષ્યોમાં તેનાથી બીજો કોઈ પણ મોટું અતિ પ્રિય કરનાર થવાનો નથી તથા પૃથ્વીમાં તેના કરતાં બીજો વધારે પ્રિય પણ નથી.(૬૯)
અધ્યેષ્યતે ચ ય ઇમં ધર્મ્યં સંવાદમાવયોઃ ।
જ્ઞાનયજ્ઞેન તેનાહમિષ્ટઃ સ્યામિતિ મે મતિઃ ॥૭૦॥
તથા જે આપણા બે ના આ ધર્મયુક્ત સંવાદનું અધ્યયન કરશે, તેનાથી જ્ઞાનયજ્ઞ વડે હું પૂજાઈશ એવો મારો મત છે.(૭૦)
શ્રદ્ધાવાનનસૂયશ્ચ શૃણુયાદપિ યો નરઃ ।
સોઽપિ મુક્તઃ શુભાઁલ્લોકાન્પ્રાપ્નુયાત્પુણ્યકર્મણામ્ ॥૭૧॥
જે પુરુષ શ્રદ્ધાવાન તથા ઈર્ષ્યા વિનાનો થઈને આ ગીતાશાસ્ત્રનું શ્રવણ કરે છે તે પણ મુક્ત થઈને પુણ્યકર્મ કરનારાને પ્રાપ્ત થતાં શુભ લોકોને પામે છે.(૭૧)
કચ્ચિદેતચ્છ્રુતં પાર્થ ત્વયૈકાગ્રેણ ચેતસા ।
કચ્ચિદજ્ઞાનસંમોહઃ પ્રનષ્ટસ્તે ધનંજય ॥૭૨॥
હે પાર્થ ! તેં આ ગીતાશાસ્ત્ર એકાગ્ર ચિત્તથી સાંભળ્યું કે ? હે ધનંજય ! તારો અજ્ઞાન થી ઉત્પન્ન થયેલો મોહ નાશ પામ્યો કે ? (૭૨)
અર્જુન ઉવાચ ।
નષ્ટો મોહઃ સ્મૃતિર્લબ્ધા ત્વત્પ્રસાદાન્મયાચ્યુત ।
સ્થિતોઽસ્મિ ગતસંદેહઃ કરિષ્યે વચનં તવ ॥૭૩॥
અર્જુન બોલ્યા: હે અચ્યુત ! આપની કૃપાથી મારો મોહ નાશ પામ્યો છે. મેં આત્મજ્ઞાનરૂપી સ્મૃતિ પ્રાપ્ત કરી છે. સંશયરહિત થઇ હું આપનું વચન પાળીશ.(૭૩)
સંજય ઉવાચ ।
ઇત્યહં વાસુદેવસ્ય પાર્થસ્ય ચ મહાત્મનઃ ।
સંવાદમિમમશ્રૌષમદ્ભુતં રોમહર્ષણમ્ ॥૭૪॥
સંજય બોલ્યા: એ પ્રમાણે ભગવાન વાસુદેવનો તથા મહાત્મા અર્જુનનો અદ્દભુત અને રોમાંચિત કરે તેવો સંવાદ મેં સાંભળ્યો.(૭૪)
વ્યાસપ્રસાદાચ્છ્રુતવાનેતદ્ગુહ્યમહં પરમ્ ।
યોગં યોગેશ્વરાત્કૃષ્ણાત્સાક્ષાત્કથયતઃ સ્વયમ્ ॥૭૫॥
વ્યાસ ભગવાનની કૃપાથી આ પરમ ગુહ્ય યોગને યોગેશ્વર શ્રી કૃષ્ણે સ્વયં કહ્યો તે મેં સાક્ષાત સાંભળ્યો.(૭૫)
રાજન્સંસ્મૃત્ય સંસ્મૃત્ય સંવાદમિમમદ્ભુતમ્ ।
કેશવાર્જુનયોઃ પુણ્યં હૃષ્યામિ ચ મુહુર્મુહુઃ ॥૭૬॥
હે રાજન ! શ્રી કૃષ્ણ અને અર્જુનના આ પવિત્ર તથા અદ્દભુત સંવાદ ને સંભારી સંભારી ને વારંવાર હું હર્ષ પામું છું.(૭૬)
તચ્ચ સંસ્મૃત્ય સંસ્મૃત્ય રૂપમત્યદ્ભુતં હરેઃ ।
વિસ્મયો મે મહાન્રાજન્હૃષ્યામિ ચ પુનઃ પુનઃ ॥૭૭॥
હે રાજન ! વળી ભગવાન શ્રી કૃષ્ણના તે અતિ અદ્દભુત વિશ્વરૂપને સંભારી સંભારીને મને વિસ્મય થાય છે ને હું વારંવાર હર્ષ પામું છું.(૭૭)
યત્ર યોગેશ્વરઃ કૃષ્ણો યત્ર પાર્થો ધનુર્ધરઃ ।
તત્ર શ્રીર્વિજયો ભૂતિર્ધ્રુવા નીતિર્મતિર્મમ ॥૭૮॥
જ્યાં યોગેશ્વર શ્રી કૃષ્ણ છે અને જ્યાં ધનુર્ધારી અર્જુન છે ત્યાં લક્ષ્મી,વિજય, ભૂતિ, ઐશ્વર્ય અને નિશ્વલ નીતિ સર્વદા વાસ કરે છે એવો મારો મત છે.(૭૮)
ૐ તત્સદિતિ શ્રીમદ્ભગવદ્ગીતાસૂપનિષત્સુ બ્રહ્મવિદ્યાયાં યોગશાસ્ત્રે શ્રીકૃષ્ણાર્જુનસંવાદે
મોક્ષસંન્યાસયોગો નામાષ્ટાદશોઽધ્યાયઃ ॥૧૮॥
અધ્યાય 1 - અર્જુનવિષાદયોગ (Adhyay – 1 Arjun Vishaad Yog in Gujarati)
અધ્યાય 2 - સાંખ્યયોગ (Adhyay – 2 Saankhya Yog in Gujarati)
અધ્યાય 3 - કર્મયોગ (Adhyay – 3 Karma Yog in Gujarati)
અધ્યાય 4 - જ્ઞાનકર્મસંન્યાસયોગ (Adhyay – 4 Gyaan Karm Sanyaas Yog in Gujarati)
અધ્યાય 5 - કર્મસંન્યાસયોગ (Adhyay – 5 Karma Sanyaas Yog in Gujarati)
અધ્યાય 6 - આત્મસંયમયોગ (Adhyay – 6 Atma Sanyam Yog in Gujarati)
અધ્યાય 7 - જ્ઞાનવિજ્ઞાનયોગ (Adhyay – 7 Gyaan Vigyaan Yog in Gujarati)
અધ્યાય 8 - અક્ષરબ્રહ્મયોગ (Adhyay – 8 Akshar Brahm Yog in Gujarati)
અધ્યાય 9 - રાજવિદ્યારાજગુહ્યયોગ (Adhyay – 9 Raajvidya Raajguhya Yog in Gujarati)
અધ્યાય 10 - વિભૂતિયોગ (Adhyay – 10 Vibhooti Yog in Gujarati)
અધ્યાય 11 - વિશ્વરૂપદર્શનયોગ (Adhyay – 11 Vishvaroopdarshan Yog in Gujarati)
અધ્યાય 12 - ભક્તિયોગ (Adhyay – 12 Bhakti Yog in Gujarati)
અધ્યાય 13 - ક્ષેત્રક્ષેત્રજ્ઞવિભાગયોગ (Adhyay – 13 Kshetrakshetragna Vibhaag Yog in Gujarati)
અધ્યાય 14 - ગુણત્રયવિભાગયોગ (Adhyay – 14 Guntraya vibhaag Yog in Gujarati)
અધ્યાય 15 - પુરુષોત્તમયોગ (Adhyay – 15 Purushottam Yog in Gujarati)
અધ્યાય 16 - દૈવાસુરસંપદ્વિભાગયોગ (Adhyay – 16 Daivasur Sampadvibhaag Yog in Gujarati)
અધ્યાય 17 - શ્રદ્ધાત્રયવિભાગયોગ (Adhyay – 17 Shradhdhatray Vibhaag Yog in Gujarati)
અધ્યાય 18 - મોક્ષસંન્યાસયોગ (Adhyay – 18 Mokshasanyaas Yog in Gujarati)