શ્રીમદ ભગવદ ગીતા - અધ્યાય 16 - દૈવાસુરસંપદ્વિભાગયોગ - Shrimad Bhagvad Gita - Daivasur Sampadvibhaag Yog in Gujarati

અધ્યાય 16 - દૈવાસુરસંપદ્વિભાગયોગ

Adhyay – 16 Daivasur Sampadvibhaag Yog

શ્રીભગવાન ઉવાચ ।
અભયં સત્ત્વસંશુદ્ધિર્જ્ઞાનયોગવ્યવસ્થિતિઃ	।
દાનં દમશ્ચ યજ્ઞશ્ચ સ્વાધ્યાયસ્તપ આર્જવમ્	॥૧॥

શ્રીભગવાન બોલ્યા : અભય, ચિત્તશુદ્ધિ, જ્ઞાન તથા યોગમાં એકનિષ્ઠા, દાન, ઇન્દ્રિયોનો સંયમ, યજ્ઞ, વેદોનું પઠન-મનન, તપ , સરળતા;(૧)

અહિંસા સત્યમક્રોધસ્ત્યાગઃ શાન્તિરપૈશુનમ્	।
દયા ભૂતેષ્વલોલુપ્ત્વં માર્દવં હ્રીરચાપલમ્	॥૨॥

અહિંસા, સત્ય, અક્રોધ, સંન્યાસ, શાંતિ, પીઠ પાછળ નિંદા ન કરવી તે, સર્વ પ્રાણી માત્ર પર દયા, ઇન્દ્રિયોનું નિર્વિકારપણું, નમ્રતા, લોકલાજ અને સ્થિરતા;(૨)

તેજઃ ક્ષમા ધૃતિઃ શૌચમદ્રોહો નાતિમાનિતા	।
ભવન્તિ સંપદં દૈવીમભિજાતસ્ય ભારત	॥૩॥

તેજ, ક્ષમા, ધૈર્ય, પવિત્રતા, અદ્રોહ, નમ્રતા વગેરે બધા - દૈવી ગુણોવાળી સંપત્તિને સંપાદન કરીને જન્મેલા મનુષ્યને પ્રાપ્ત થાય છે.(૩)

દમ્ભો દર્પોઽભિમાનશ્ચ ક્રોધઃ પારુષ્યમેવ ચ	।
અજ્ઞાનં ચાભિજાતસ્ય પાર્થ સંપદમાસુરીમ્	॥૪॥

હે પાર્થ ! દંભ, અભિમાન, ગર્વ, ક્રોધ, મર્મભેદક વાણી અને અજ્ઞાન વગેરે લક્ષણો આસુરી સંપત્તિમાં ઉત્પન્ન થયેલા મનુષ્યોમાં રહેલાં હોય છે.(૪)

દૈવી સંપદ્વિમોક્ષાય નિબન્ધાયાસુરી મતા	।
મા શુચઃ સંપદં દૈવીમભિજાતોઽસિ પાણ્ડવ	॥૫॥

દૈવી સંપત્તિ મોક્ષ આપનારી છે જયારે આસુરી સંપત્તિ બંધનમાં નાખનારી છે. હે પાંડવ ! તું વિષાદ ન કર, કેમ કે તું દૈવી સંપત્તિ સંપાદન કરીને જન્મેલો છે.(૫)

દ્વૌ ભૂતસર્ગૌ લોકેઽસ્મિન્દૈવ આસુર એવ ચ	।
દૈવો વિસ્તરશઃ પ્રોક્ત આસુરં પાર્થ મે શૃણુ	॥૬॥

હે પાર્થ ! આ લોકમાં પ્રાણીઓના બે જ પ્રકારના સ્વભાવ છે. દૈવી સ્વભાવ અને આસુરી સ્વભાવ, એમાં દૈવી પ્રકાર મેં તને વિસ્તાર પૂર્વક કહેલો છે. એટલે હવે આસુરી સ્વભાવને સાંભળ.(૬)

પ્રવૃત્તિં ચ નિવૃત્તિં ચ જના ન વિદુરાસુરાઃ	।
ન શૌચં નાપિ ચાચારો ન સત્યં તેષુ વિદ્યતે	॥૭॥

આસુરી વૃતિવાળા માનવીઓ પ્રવૃત્તિ તથા નિવૃતિને સમજતા નથી. અને તેમનામાં પ્રવિત્રતા હોતી નથી. તેમનામાં આચાર અને સત્યનો પણ અભાવ હોય છે.(૭)

અસત્યમપ્રતિષ્ઠં તે જગદાહુરનીશ્વરમ્	।
અપરસ્પરસંભૂતં કિમન્યત્કામહૈતુકમ્	॥૮॥

તે આસુરી મનુષ્યો જગતને અસત્ય, અપ્રતિષ્ઠિત, ઈશ્વર વગરનું, એક બીજાના સંયોગથી ઉત્પન્ન થયેલું, કામ ના હેતુ વાળું કહે છે. તેઓ માને છે કે આ જગતનું કામ ના હેતુથી ભિન્ન અન્ય શું કારણ હોઈ શકે?(૮)

એતાં દૃષ્ટિમવષ્ટભ્ય નષ્ટાત્માનોઽલ્પબુદ્ધયઃ	।
પ્રભવન્ત્યુગ્રકર્માણઃ ક્ષયાય જગતોઽહિતાઃ	॥૯॥

આવા નાસ્તિક મતનો આશ્રય કરીને પરલોકના સાધનોથી ભ્રષ્ટ થયેલાં, અલ્પબુદ્ધિ વાળા, હિંસાદિ ઉગ્ર કર્મો કરનારા તે આસુરી મનુષ્યો જગતના નાશ માટે જ પ્રવર્તે છે.(૯)

કામમાશ્રિત્ય દુષ્પૂરં દમ્ભમાનમદાન્વિતાઃ	।
મોહાદ્ગૃહીત્વાસદ્ગ્રાહાન્પ્રવર્તન્તેઽશુચિવ્રતાઃ	॥૧૦॥

તૃપ્ત ન કરી શકાય એવા કામનો આશ્રય કરીને તેઓ દંભ,માન તથા મદથી યુક્ત થયેલા, અપવિત્ર વ્રતવાળા, અજ્ઞાનથી અશુભ નિયમોને ગ્રહણ કરીને વેદ વિરુદ્ધ કર્મો કરે છે.(૧૦)

ચિન્તામપરિમેયાં ચ પ્રલયાન્તામુપાશ્રિતાઃ	।
કામોપભોગપરમા એતાવદિતિ નિશ્ચિતાઃ	॥૧૧॥

તથા મૃત્યુ પ્રયન્ત અપરિચિત ચિંતાનો આશ્રય કરનારા, વિષયભોગને પરમ પુરુષાર્થ માનનારા – એ પ્રમાણે નિશ્વય કરનારા હોય છે.(૧૧)

આશાપાશશતૈર્બદ્ધાઃ કામક્રોધપરાયણાઃ	।
ઈહન્તે કામભોગાર્થમન્યાયેનાર્થસંચયાન્	॥૧૨॥

આશારૂપી સેંકડો પાશ વડે બંધાયેલા, કામ તથા ક્રોધમાં તત્પર રહેનારા તેઓ વિષયભોગ ભોગવવા અને અન્યાય થી ધનનો સંચય ઇચ્છનારા હોય છે.(૧૨)

ઇદમદ્ય મયા લબ્ધમિમં પ્રાપ્સ્યે મનોરથમ્	।
ઇદમસ્તીદમપિ મે ભવિષ્યતિ પુનર્ધનમ્	॥૧૩॥

આમે આજે મેળવ્યું, કાલે હું આ સાધ્ય કરીશ,આટલું ધન હાલ મારી પાસે છે. અને બીજું પણ ફરીથી વધારે મળવાનું છે.(૧૩)

અસૌ મયા હતઃ શત્રુર્હનિષ્યે ચાપરાનપિ	।
ઈશ્વરોઽહમહં ભોગી સિદ્ધોઽહં બલવાન્સુખી	॥૧૪॥

આ શત્રુને મેં હણ્યો અને બીજાઓને પણ હણીશ.હું અતિ સમર્થ છું,હું ઈશ્વર છું,હું ભોગી છું,હું સિદ્ધિ છું. હું બળવાન અને સુખી છું.(૧૪)

આઢ્યોઽભિજનવાનસ્મિ કોઽન્યોસ્તિ સદૃશો મયા  ।
યક્ષ્યે દાસ્યામિ મોદિષ્ય ઇત્યજ્ઞાનવિમોહિતાઃ	॥૧૫॥

હું ધનાઢ્ય છું, કુલીન છું, આ જગત માં મારા જેવો બીજો કોણ છે? હું યજ્ઞ કરનારાઓના કર્મોમાં અગ્રણી બનીશ. નટાદિ લોકોને વિશેષ ધન આપીશ અને આનંદ મેળવીશ.આમ તેઓ અતિ મૂઢ થઇ બક્યા કરે છે.(૧૫)

અનેકચિત્તવિભ્રાન્તા મોહજાલસમાવૃતાઃ	।
પ્રસક્તાઃ કામભોગેષુ પતન્તિ નરકેઽશુચૌ	॥૧૬॥

હું ધનવાન છું,હું કુળવાન છું, મારા જેવો અન્ય કોણ હોઈ શકે ? હું યજ્ઞ કરીશ,હું દાન આપીશ, આ પ્રકારે આસુરી મનુષ્ય અજ્ઞાનમાં મોહ પામેલા હોય છે.(૧૬)

આત્મસંભાવિતાઃ સ્તબ્ધા ધનમાનમદાન્વિતાઃ	।
યજન્તે નામયજ્ઞૈસ્તે દમ્ભેનાવિધિપૂર્વકમ્	॥૧૭॥

પોતેજ પોતાની પ્રશંસા કરનાર, અક્કડ થઈને વર્તનાર તથા ધન અને માનના મદથી ઉન્મત્ત બનેલા આવા મનુષ્યો શાસ્ત્રવિધિ છોડી કે બળ દંભથી જ યજ્ઞકાર્યો કરે છે.(૧૭)

અહંકારં બલં દર્પં કામં ક્રોધં ચ સંશ્રિતાઃ	।
મામાત્મપરદેહેષુ પ્રદ્વિષન્તોઽભ્યસૂયકાઃ	॥૧૮॥

અહંતા, બળ,ગર્વ, કામ તથાં ક્રોધનો આશ્રય લઇ તેઓ તેમના તથા અન્યના દેહમાં રહેલા મારો (ઈશ્વરનો ) દ્વેષ કરે છે.વળી તેઓ અન્યનો ઉત્કર્ષ સહન કરી શકતા નથી.(૧૮)

તાનહં દ્વિષતઃ ક્રૂરાન્સંસારેષુ નરાધમાન્	।
ક્ષિપામ્યજસ્રમશુભાનાસુરીષ્વેવ યોનિષુ	॥૧૯॥

તે સાધુઓનો દ્વેષ કરનારા, પાપી નરાધમો ને હું સંસારમાં આસુરી યોનિમાં જ નિરંતર વાળું છું.(૧૯)

આસુરીં યોનિમાપન્ના મૂઢા જન્મનિ જન્મનિ	।
મામપ્રાપ્યૈવ કૌન્તેય તતો યાન્ત્યધમાં ગતિમ્	॥૨૦॥

હે કાન્તેય ! આસુરી યોનિને પ્રાપ્ત થયેલા તે પુરુષો જન્મોજન્મ મૂઢ થતાં થતાં મને ન પામતા ઉતરોત્તર અધમ ગતિને પ્રાપ્ત થતા જાય છે.(૨૦)

ત્રિવિધં નરકસ્યેદં દ્વારં નાશનમાત્મનઃ	।
કામઃ ક્રોધસ્તથા લોભસ્તસ્માદેતત્ત્રયં ત્યજેત્	॥૨૧॥

કામ, ક્રોધ અને લોભ એ જીવને કોઈ પણ પ્રકારના પુરુષાર્થની પ્રાપ્તી ન થવા દેનારા નરક નાં ત્રણ દ્વારો છે.માટે એ ત્રણેનો ત્યાગ કરવો.(૨૧)

એતૈર્વિમુક્તઃ કૌન્તેય તમોદ્વારૈસ્ત્રિભિર્નરઃ	।
આચરત્યાત્મનઃ શ્રેયસ્તતો યાતિ પરાં ગતિમ્	॥૨૨॥

હે કાન્તેય ! નરક નાં આ ત્રણે દ્વારોથી જે મનુષ્ય મુક્ત થઇ જાય છે તે પોતાનું કલ્યાણ સાધે છે અને ઉતમ ગતિ ને પ્રાપ્ત થાય છે.(૨૨)

યઃ શાસ્ત્રવિધિમુત્સૃજ્ય વર્તતે કામકારતઃ	।
ન સ સિદ્ધિમવાપ્નોતિ ન સુખં ન પરાં ગતિમ્	॥૨૩॥

જે શાસ્ત્રોક્ત વિધિ છોડી પોતાની ઈચ્છા પ્રમાણે વર્તે છે, તેને સિદ્ધિ, સુખ અને ઉત્તમ ગતિ પ્રાપ્ત થતી નથી.(૨૩)

તસ્માચ્છાસ્ત્રં પ્રમાણં તે કાર્યાકાર્યવ્યવસ્થિતૌ	।
જ્ઞાત્વા શાસ્ત્રવિધાનોક્તં કર્મ કર્તુમિહાર્હસિ	॥૨૪॥

માટે કાર્ય અને અકાર્ય નો નિર્ણય કરવામાં તારે માટે શાસ્ત્ર એ જ પ્રમાણ છે. શાસ્ત્રમાં કહ્યા અનુસાર કર્મો જાણી લઈને તેનું આ લોકમાં આચરણ કરવું એ જ તારા માટે ઉચિત છે.(૨૪)

ૐ તત્સદિતિ શ્રીમદ્ભગવદ્ગીતાસૂપનિષત્સુ બ્રહ્મવિદ્યાયાં યોગશાસ્ત્રે શ્રીકૃષ્ણાર્જુનસંવાદે
દૈવાસુરસંપદ્વિભાગયોગો નામ ષોડશોઽધ્યાયઃ ॥૧૬॥

અધ્યાય 1 - અર્જુનવિષાદયોગ (Adhyay – 1 Arjun Vishaad Yog in Gujarati)
અધ્યાય 2 - સાંખ્યયોગ (Adhyay – 2 Saankhya Yog in Gujarati)
અધ્યાય 3 - કર્મયોગ (Adhyay – 3 Karma Yog in Gujarati)
અધ્યાય 4 - જ્ઞાનકર્મસંન્યાસયોગ (Adhyay – 4 Gyaan Karm Sanyaas Yog in Gujarati)
અધ્યાય 5 - કર્મસંન્યાસયોગ (Adhyay – 5 Karma Sanyaas Yog in Gujarati)
અધ્યાય 6 - આત્મસંયમયોગ (Adhyay – 6 Atma Sanyam Yog in Gujarati)
અધ્યાય 7 - જ્ઞાનવિજ્ઞાનયોગ (Adhyay – 7 Gyaan Vigyaan Yog in Gujarati)
અધ્યાય 8 - અક્ષરબ્રહ્મયોગ (Adhyay – 8 Akshar Brahm Yog in Gujarati)
અધ્યાય 9 - રાજવિદ્યારાજગુહ્યયોગ (Adhyay – 9 Raajvidya Raajguhya Yog in Gujarati)
અધ્યાય 10 - વિભૂતિયોગ (Adhyay – 10 Vibhooti Yog in Gujarati)
અધ્યાય 11 - વિશ્વરૂપદર્શનયોગ (Adhyay – 11 Vishvaroopdarshan Yog in Gujarati)
અધ્યાય 12 - ભક્તિયોગ (Adhyay – 12 Bhakti Yog in Gujarati)
અધ્યાય 13 - ક્ષેત્રક્ષેત્રજ્ઞવિભાગયોગ (Adhyay – 13 Kshetrakshetragna Vibhaag Yog in Gujarati)
અધ્યાય 14 - ગુણત્રયવિભાગયોગ (Adhyay – 14 Guntraya vibhaag Yog in Gujarati)
અધ્યાય 15 - પુરુષોત્તમયોગ (Adhyay – 15 Purushottam Yog in Gujarati)
અધ્યાય 16 - દૈવાસુરસંપદ્વિભાગયોગ (Adhyay – 16 Daivasur Sampadvibhaag Yog in Gujarati)
અધ્યાય 17 - શ્રદ્ધાત્રયવિભાગયોગ (Adhyay – 17 Shradhdhatray Vibhaag Yog in Gujarati)
અધ્યાય 18 - મોક્ષસંન્યાસયોગ (Adhyay – 18 Mokshasanyaas Yog in Gujarati)