શ્રીમદ ભગવદ ગીતા - અધ્યાય 12 - ભક્તિયોગ - Shrimad Bhagvad Gita - Bhakti Yog Yog in Gujarati

અધ્યાય 12 - ભક્તિયોગ

Adhyay – 12 Bhakti Yog

અર્જુન ઉવાચ ।
એવં સતતયુક્તા યે ભક્તાસ્ત્વાં પર્યુપાસતે	।
યે ચાપ્યક્ષરમવ્યક્તં તેષાં કે યોગવિત્તમાઃ	॥૧॥

અર્જુન બોલ્યા: અર્જુન કહે છે-એ રીતે નિરંતર આપનું ધ્યાન ધરતા જે ભક્તો આપને સગુણ સ્વરૂપે ભજે છે, અને જે લોકો આપણી નિર્ગુણ સ્વરૂપ ની ઉપાસના કરે છે,તે બંને માં શ્રેષ્ઠ યોગવેતા કોણ? (૧)

શ્રીભગવાન ઉવાચ ।
મય્યાવેશ્ય મનો યે માં નિત્યયુક્તા ઉપાસતે	।
શ્રદ્ધયા પરયોપેતાસ્તે મે યુક્તતમા મતાઃ	॥૨॥

શ્રી ભગવાન બોલ્યા: જેઓ મન ને એકાગ્ર કરી ,નિરંતર ધ્યાન ધરતાં શ્રેષ્ઠ શ્રધ્ધાથી યુક્ત થઇ મને ઉપાસે છે તેમને મેં શ્રેષ્ઠ યોગવેત્તા ઓ માન્યા છે.(૨)

યે ત્વક્ષરમનિર્દેશ્યમવ્યક્તં પર્યુપાસતે	।
સર્વત્રગમચિન્ત્યં ચ કૂટસ્થમચલં ધ્રુવમ્	॥૩॥
સંનિયમ્યેન્દ્રિયગ્રામં સર્વત્ર સમબુદ્ધયઃ	।
તે પ્રાપ્નુવન્તિ મામેવ સર્વભૂતહિતે રતાઃ	॥૪॥
ક્લેશોઽધિકતરસ્તેષામવ્યક્તાસક્તચેતસામ્	।
અવ્યક્તા હિ ગતિર્દુઃખં દેહવદ્ભિરવાપ્યતે	॥૫॥

સર્વ જીવો (ભૂતો) નું હિત કરવા માં તત્પર અને સર્વ માં સમદ્રષ્ટિ રાખવાવાળા જે પુરુષો - સર્વ ઇન્દ્રિયોનું યથાર્થ નિયમન કરીને અનિર્દ્રશ્ય,અવ્યક્ત,સર્વમાં વ્યાપેલા ,અચિંત્ય,કુટસ્થ, અચળ,શાશ્વત તથા અવિનાશી બ્રહ્મની ઉપાસના કરેછે,તેઓ મને જ પામે છે. નિર્ગુણ બ્રહ્મ ની ઉપાસના કરનારા દેહધારી મનુષ્યો કષ્ટ થી એ ઉપાસના કરે છે અને તેમને અવ્યક્ત ગતિ ઘણા યત્નથી પ્રાપ્ત થાયછે.(૩,૪,૫)

યે તુ સર્વાણિ કર્માણિ મયિ સંન્યસ્ય મત્પરાઃ	।
અનન્યેનૈવ યોગેન માં ધ્યાયન્ત ઉપાસતે	॥૬॥
તેષામહં સમુદ્ધર્તા મૃત્યુસંસારસાગરાત્	।
ભવામિન ચિરાત્પાર્થ મય્યાવેશિતચેતસામ્	॥૭॥

કિન્તુ જેઓ મારા પરાયણ થઇ ને સર્વે કર્મો મને અર્પણ કરેછે અને મારુજ ધ્યાન ધરી અનન્ય શ્રધ્ધા ભાવ થી મારીજ ઉપાસના કરેછે તથા જેઓ પોતાનું ચિત્ત મને જ સમર્પિત કરી દેછે એવા મારા ભક્તોનો હે પાર્થ ! હું જન્મ-મરણ રૂપી આ સંસાર માંથી તરત જ ઉદ્ધાર કરું છું.(૬,૭)

મય્યેવ મન આધત્સ્વ મયિ બુદ્ધિં નિવેશય	।
નિવસિષ્યસિ મય્યેવ અત ઊર્ધ્વં ન સંશયઃ	॥૮॥

મનને મારા વિષે સ્થિર કર અને બુદ્ધિને પણ મારા વિષે સ્થિર કર તેમ કરવાથી આ દેહના અંત પછી તું મારા વિષે જ નિવાસ કરીશ,એમાં શંકા ને કોઈ સ્થાન નથી.(૮)

અથ ચિત્તં સમાધાતું ન શક્નોષિ મયિ સ્થિરમ્	।
અભ્યાસયોગેન તતો મામિચ્છાપ્તું ધનંજય	॥૯॥

હે ધનંજય, જો મારા સગુણ રૂપ માં મન સ્થાપીને સ્થિર કરવા માટે તું અસમર્થ હોય તો - અભ્યાસ ના યોગ વડે મને પામવાની ઈચ્છા કર.(૯)

અભ્યાસેઽપ્યસમર્થોઽસિ મત્કર્મપરમો ભવ	।
મદર્થમપિ કર્માણિ કુર્વન્સિદ્ધિમવાપ્સ્યસિ	॥૧૦॥

અભ્યાસ નો યોગ કરવા માં પણ તું અસમર્થ હોય તો મારા ઉદ્દેશથી જ કર્મ કરતો રહે મને ઉદ્દેશીને કર્મો કરીશ તો પણ તું સિદ્ધિ ને પ્રાપ્ત કરીશ.(૧૦)

અથૈતદપ્યશક્તોઽસિ કર્તું મદ્યોગમાશ્રિતઃ	।
સર્વકર્મફલત્યાગં તતઃ કુરુ યતાત્મવાન્	॥૧૧॥

જો મને ઉદ્દેશીને કર્મો કરવામાં પણ તું અશક્ત હોય તો મારા યોગ નો આશ્રય કરી- મનનો સંયમ કર,અને અનન્ય ભાવે મારા શરણે આવી,સર્વ કર્મો નાં ફળ નો ત્યાગ કરી દે.(૧૧)

શ્રેયો હિ જ્ઞાનમભ્યાસાજ્જ્ઞાનાદ્ધ્યાનં વિશિષ્યતે    ।
ધ્યાનાત્કર્મફલત્યાગસ્ત્યાગાચ્છાન્તિરનન્તરમ્	॥૧૨॥

અભ્યાસ કરતાં જ્ઞાન શ્રેષ્ઠ છે અને જ્ઞાન કરતાં ધ્યાન શ્રેષ્ઠ છે અને ધ્યાન કરતાં કર્મ ના ફળ નો ત્યાગ શ્રેષ્ઠ છે કારણકે કર્મફળ ના ત્યાગથી શાંતિ શ્રેષ્ઠ છે. આ રીતે આગળ વધવાથી શાંતિ પ્રાપ્ત થાય છે.(૧૨)

અદ્વેષ્ટા સર્વભૂતાનાં મૈત્રઃ કરુણ એવ ચ	।
નિર્મમો નિરહંકારઃ સમદુઃખસુખઃ ક્ષમી	॥૧૩॥

જે સર્વ ભૂતો નો દ્વેષ નથી કરતો પરંતુ સર્વ નો મિત્ર છે,જે કરુણા મય છે,જે મમતા રહિત છે,જે અહંકાર રહિત છે,જે સુખ દુઃખ માં સમાન ભાવ રાખે છે ,જે ક્ષમાવાન છે,(૧૩)

સંતુષ્ટઃ સતતં યોગી યતાત્મા દૃઢનિશ્ચયઃ	।
મય્યર્પિતમનોબુદ્ધિર્યો મદ્ભક્તઃ સ મે પ્રિયઃ	॥૧૪॥

જે સદા સંતુષ્ટ રહે છે,જે સ્થિર ચિત્ત છે,જેનું મન સંયમિત છે,જે દઢ નિશ્વયી છે અને જેણે પોતાનું મન તથા બુદ્ધિ મને અર્પણ કર્યાં છે એવો મારો ભક્ત મને પ્રિય છે.(૧૪)

યસ્માન્નોદ્વિજતે લોકો લોકાન્નોદ્વિજતે ચ યઃ	।
હર્ષામર્ષભયોદ્વેગૈર્મુક્તો યઃ સ ચ મે પ્રિયઃ	॥૧૫॥

જેનાથી લોકોને સંતાપ થતો નથી તથા લોકો ના સંસર્ગ થી જેને સંતાપ થતો નથી, તેમજ જે હર્ષ ,અદેખાઈ ,ભય તથા ઉદ્વેગ થી મુક્ત છે તે મને પ્રિય છે.(૧૫)

અનપેક્ષઃ શુચિર્દક્ષ ઉદાસીનો ગતવ્યથઃ	।
સર્વારમ્ભપરિત્યાગી યો મદ્ભક્તઃ સ મે પ્રિયઃ	॥૧૬॥

મારો જે ભક્ત સ્પૃહારહિત ,આંતર-બાહ્ય રીતે પવિત્ર,દક્ષ,ઉદાસીન,વ્યથારહિત અને સર્વ આરંભ નો ત્યાગ કરનારો છે તે મને પ્રિય છે.(૧૬)

યો ન હૃષ્યતિ ન દ્વેષ્ટિ ન શોચતિ ન કાઙ્ક્ષતિ	।
શુભાશુભપરિત્યાગી ભક્તિમાન્યઃ સ મે પ્રિયઃ	॥૧૭॥

જે હર્ષ પામતો નથી ,જે દ્વેષ કરતો નથી,જે ઈચ્છા કરતો નથી,જે શુભ અને અશુભનો ત્યાગ કરનારો ભક્તિમાન છે તે મને પ્રિય છે.(૧૭)

સમઃ શત્રૌ ચ મિત્રે ચ તથા માનાપમાનયોઃ	।
શીતોષ્ણસુખદુઃખેષુ સમઃ સઙ્ગવિવર્જિતઃ	॥૧૮॥
તુલ્યનિન્દાસ્તુતિર્મૌની સંતુષ્ટો યેન કેનચિત્	।
અનિકેતઃ સ્થિરમતિર્ભક્તિમાન્મે પ્રિયો નરઃ	॥૧૯॥

જે શત્રુ તથા મિત્ર માં સમાનભાવ રાખે છે,માન-અપમાન માં સમ છે ,ટાઢ-તડકો, સુખ-દુઃખ માંસમ છે,તથા સંગ થી રહિત (આસક્તિ વગરનો) છે અને જે નિંદા-સ્તુતિમાં સમાનતાથી વર્તે છે,જે મૌન ધારણ કરેછે, જે કંઈ મળે તેમાં સંતુષ્ઠ રહેછે,જેનો નિવાસ સ્થિર નથી (સ્થળ ની આસક્તિ નથી) જેની બુદ્ધિ સ્થિર છે તે ભક્તિમાન મનુષ્ય મને પ્રિય છે.(૧૮,૧૯)

યે તુ ધર્મ્યામૃતમિદં યથોક્તં પર્યુપાસતે	।
શ્રદ્દધાના મત્પરમા ભક્તાસ્તેઽતીવ મે પ્રિયાઃ	॥૨૦॥

પરંતુ મારામાં શ્રદ્ધા રાખીને અને મારા પરાયણ થઈને મારા જે ભક્તો અત્યાર સુધીમાં વર્ણવેલા ધર્મ રૂપ અમૃત નું સેવન કરેછે તે ભક્તો મને અત્યંત પ્રિય છે.(૨૦)

ૐ તત્સદિતિ શ્રીમદ્ભગવદ્ગીતાસૂપનિષત્સુ બ્રહ્મવિદ્યાયાં યોગશાસ્ત્રે શ્રીકૃષ્ણાર્જુનસંવાદે
ભક્તિયોગો નામ દ્વાદશોઽધ્યાયઃ ॥૧૨॥

અધ્યાય 1 - અર્જુનવિષાદયોગ (Adhyay – 1 Arjun Vishaad Yog in Gujarati)
અધ્યાય 2 - સાંખ્યયોગ (Adhyay – 2 Saankhya Yog in Gujarati)
અધ્યાય 3 - કર્મયોગ (Adhyay – 3 Karma Yog in Gujarati)
અધ્યાય 4 - જ્ઞાનકર્મસંન્યાસયોગ (Adhyay – 4 Gyaan Karm Sanyaas Yog in Gujarati)
અધ્યાય 5 - કર્મસંન્યાસયોગ (Adhyay – 5 Karma Sanyaas Yog in Gujarati)
અધ્યાય 6 - આત્મસંયમયોગ (Adhyay – 6 Atma Sanyam Yog in Gujarati)
અધ્યાય 7 - જ્ઞાનવિજ્ઞાનયોગ (Adhyay – 7 Gyaan Vigyaan Yog in Gujarati)
અધ્યાય 8 - અક્ષરબ્રહ્મયોગ (Adhyay – 8 Akshar Brahm Yog in Gujarati)
અધ્યાય 9 - રાજવિદ્યારાજગુહ્યયોગ (Adhyay – 9 Raajvidya Raajguhya Yog in Gujarati)
અધ્યાય 10 - વિભૂતિયોગ (Adhyay – 10 Vibhooti Yog in Gujarati)
અધ્યાય 11 - વિશ્વરૂપદર્શનયોગ (Adhyay – 11 Vishvaroopdarshan Yog in Gujarati)
અધ્યાય 12 - ભક્તિયોગ (Adhyay – 12 Bhakti Yog in Gujarati)
અધ્યાય 13 - ક્ષેત્રક્ષેત્રજ્ઞવિભાગયોગ (Adhyay – 13 Kshetrakshetragna Vibhaag Yog in Gujarati)
અધ્યાય 14 - ગુણત્રયવિભાગયોગ (Adhyay – 14 Guntraya vibhaag Yog in Gujarati)
અધ્યાય 15 - પુરુષોત્તમયોગ (Adhyay – 15 Purushottam Yog in Gujarati)
અધ્યાય 16 - દૈવાસુરસંપદ્વિભાગયોગ (Adhyay – 16 Daivasur Sampadvibhaag Yog in Gujarati)
અધ્યાય 17 - શ્રદ્ધાત્રયવિભાગયોગ (Adhyay – 17 Shradhdhatray Vibhaag Yog in Gujarati)
અધ્યાય 18 - મોક્ષસંન્યાસયોગ (Adhyay – 18 Mokshasanyaas Yog in Gujarati)