શ્રીમદ ભગવદ ગીતા - અધ્યાય 14 - ગુણત્રયવિભાગયોગ - Shrimad Bhagvad Gita - Guntraya Vibhaag Yog in Gujarati

અધ્યાય 14 - ગુણત્રયવિભાગયોગ

Adhyay – 14 Guntraya Vibhaag Yog

શ્રીભગવાન ઉવાચ ।
પરં ભૂયઃ પ્રવક્ષ્યામિ જ્ઞાનાનાં જ્ઞાનમુત્તમમ્	।
યજ્જ્ઞાત્વા મુનયઃ સર્વે પરાં સિદ્ધિમિતો ગતાઃ	॥૧॥

શ્રીભગવાન બોલ્યા: જે જ્ઞાનને જાણીને સર્વ મુનિઓ આ સંસારમાંથી પરમ સિદ્ધિને પામ્યા છે.(૧)

ઇદં જ્ઞાનમુપાશ્રિત્ય મમ સાધર્મ્યમાગતાઃ	।
સર્ગેઽપિ નોપજાયન્તે પ્રલયે ન વ્યથન્તિ ચ	॥૨॥

આ જ્ઞાનનો આશ્રય લઈને જે મારામાં એકરૂપ થઇ ગયા છે, તે સૃષ્ટિના ઉત્પતિ કાળમાં જન્મતા નથી કે પ્રલયમાં વ્યથા પામતા નથી.(૨)

મમ યોનિર્મહદ્બ્રહ્મ તસ્મિન્ગર્ભં દધામ્યહમ્	।
સંભવઃ સર્વભૂતાનાં તતો ભવતિ ભારત	॥૩॥

હે ભારત ! મૂળ પ્રધાન પ્રકૃતિ બ્રહ્મ મારું ગર્ભાધાન કરવાનું સ્થાન છે. તેમા હું ગર્ભને ધારણ કરું છું. આથી સર્વ ભૂતોની ઉત્પતિ થાય છે.(૩)

સર્વયોનિષુ કૌન્તેય મૂર્તયઃ સંભવન્તિ યાઃ	।
તાસાં બ્રહ્મ મહદ્યોનિરહં બીજપ્રદઃ પિતા	॥૪॥

હે કાન્તેય ! સર્વ યોનિમાં જે પ્રાણી ઉત્પન થાય છે, તે પ્રાણીઓની પ્રકૃતિ-માયા માતા છે તથા હું ગર્ભાધાન કરનારો પિતા છું.(૪)

સત્ત્વં રજસ્તમ ઇતિ ગુણાઃ પ્રકૃતિસંભવાઃ	।
નિબધ્નન્તિ મહાબાહો દેહે દેહિનમવ્યયમ્	॥૫॥

હે મહાબાહો ! સત્વ, રજ અને તમ એ ત્રણ ગુણો પ્રકૃતિમાંથી જ ઉત્પન્ન થયા છે. તેઓ આ શરીરમાં અવિનાશી જીવાત્માને બાંધે છે.(૫)

તત્ર સત્ત્વં નિર્મલત્વાત્પ્રકાશકમનામયમ્	।
સુખસઙ્ગેન બધ્નાતિ જ્ઞાનસઙ્ગેન ચાનઘ	॥૬॥

હે અનધ ! તે ત્રણ ગુણોમાં સત્વગુણ નિર્મળપણાને લીધે પ્રકાશ કરનાર, ઉપદ્રવરહિત સુખના સંગથી અને જ્ઞાનના સંગથી બાંધે છે. (૬)

રજો રાગાત્મકં વિદ્ધિ તૃષ્ણાસઙ્ગસમુદ્ભવમ્	।
તન્નિબધ્નાતિ કૌન્તેય કર્મસઙ્ગેન દેહિનમ્	॥૭॥

હે કાન્તેય ! પ્રીતિસ્વરૂપ જે રજોગુણ તે આશા અને આસક્તિના સંબંધ થી જ ઉત્પન્ન થયેલો છે. તે જીવાત્માને કર્મની આસક્તિ દ્વારા દેહમાં બાંધે છે.(૭)

તમસ્ત્વજ્ઞાનજં વિદ્ધિ મોહનં સર્વદેહિનામ્	।
પ્રમાદાલસ્યનિદ્રાભિસ્તન્નિબધ્નાતિ ભારત	॥૮॥

હે ભારત ! વળી તમોગુણને અજ્ઞાનથી ઉત્પન્ન થયેલો તથા સર્વ જીવાત્માઓને મોહમાં નાખનારો જાણ. તે જીવાત્મા ને પ્રમાદ, નિદ્રા વગેરે વડે બાંધે છે.(૮)

સત્ત્વં સુખે સંજયતિ રજઃ કર્મણિ ભારત	।
જ્ઞાનમાવૃત્ય તુ તમઃ પ્રમાદે સંજયત્યુત	॥૯॥

હે ભારત ! સત્વગુણ આત્માને સુખમાં જોડે છે, રજોગુણ આત્માને કર્મમાં જોડે છે અને તમોગુણ તો જ્ઞાનને ઢાંકી દઈને આત્માને કર્તવ્યવિમુખ બનાવે છે.(૯)

રજસ્તમશ્ચાભિભૂય સત્ત્વં ભવતિ ભારત	।
રજઃ સત્ત્વં તમશ્ચૈવ તમઃ સત્ત્વં રજસ્તથા	॥૧૦॥

હે ભારત ! રજોગુણ, સત્વગુણ અને તમોગુણને જીતી વૃદ્ધિ પામે છે. તમોગુણ, સત્વગુણ અને રજોગુણને જીતીને વૃદ્ધિ પામે છે.(૧૦)

સર્વદ્વારેષુ દેહેઽસ્મિન્પ્રકાશ ઉપજાયતે	।
જ્ઞાનં યદા તદા વિદ્યાદ્વિવૃદ્ધં સત્ત્વમિત્યુત	॥૧૧॥

દેહમાં સર્વ ઇન્દ્રિયોમાં જયારે જ્ઞાનનો પ્રકાશ પડે, ત્યારે સત્વની વૃદ્ધિ થઇ છે એમ માનવું.(૧૧)

લોભઃ પ્રવૃત્તિરારમ્ભઃ કર્મણામશમઃ સ્પૃહા	।
રજસ્યેતાનિ જાયન્તે વિવૃદ્ધે ભરતર્ષભ	॥૧૨॥

હે ભરતશ્રેષ્ઠ ! લોભ,પ્રવૃત્તિ,કર્માંરંભ, ઉચ્છુંખલતા અને ઈચ્છા એ સર્વ ચિન્હો રજોગુણના વધવાથી ઉત્પન્ન થાય છે.(૧૨)

અપ્રકાશોઽપ્રવૃત્તિશ્ચ પ્રમાદો મોહ એવ ચ	।
તમસ્યેતાનિ જાયન્તે વિવૃદ્ધે કુરુનન્દન	॥૧૩॥

વિવેકનો નાશ , કંટાળો, દુર્લક્ષ અને મોહ એ તમોગુણના વધવાથી ઉત્પન્ન થાય છે.(૧૩)

યદા સત્ત્વે પ્રવૃદ્ધે તુ પ્રલયં યાતિ દેહભૃત્	।
તદોત્તમવિદાં લોકાનમલાન્પ્રતિપદ્યતે	॥૧૪॥

સત્વગુણની વૃદ્ધિ થઇ હોય ત્યારે પ્રાણીમૃત્યુ પામે, તો તે મહતત્વાદિકને જાણનારા લોકોને જે ઉત્તમ લોકની પ્રાપ્તિ થાય છે તે ઉત્તમલોકમાં જાય છે.(૧૪)

રજસિ પ્રલયં ગત્વા કર્મસઙ્ગિષુ જાયતે	।
તથા પ્રલીનસ્તમસિ મૂઢયોનિષુ જાયતે	॥૧૫॥

રજોગુણની વૃદ્ધિ થઇ હોય ત્યારે પ્રાણી મૃત્યુ પામે તો તે કર્મોમાં આસક્તિ રાખનાર પ્રાણીઓમાં જન્મે છે. અને તમોગુણની વૃદ્ધિ થઇ હોય ત્યારે પ્રાણી મૃત્યુ પામે તો તેનો પશુઆદિ મૂઢ યોનિમાં જન્મ થાય છે.(૧૫)

કર્મણઃ સુકૃતસ્યાહુઃ સાત્ત્વિકં નિર્મલં ફલમ્	।
રજસસ્તુ ફલં દુઃખમજ્ઞાનં તમસઃ ફલમ્	॥૧૬॥

પુણ્ય કર્મનું ફળ સાત્વિક અને નિર્મળ જાણવું, રજોગુણનું ફળ દુઃખદ અને તમોગુણનું ફળ અજ્ઞાન જાણવું.(૧૬)

સત્ત્વાત્સંજાયતે જ્ઞાનં રજસો લોભ એવ ચ	।
પ્રમાદમોહૌ તમસો ભવતોઽજ્ઞાનમેવ ચ	॥૧૭॥

સત્વગુણમાંથી જ્ઞાન, રજોગુણમાંથી લોભ અને તમોગુણમાંથી આળસ,મોહ અને અજ્ઞાન ઉત્પન્ન થાય છે.(૧૭)

ઊર્ધ્વં ગચ્છન્તિ સત્ત્વસ્થા મધ્યે તિષ્ઠન્તિ રાજસાઃ ।
જઘન્યગુણવૃત્તિસ્થા અધો ગચ્છન્તિ તામસાઃ	॥૧૮॥

જે સત્વગુણી હોય છે તેઓ દેવોની યોનિમાં જાય છે. રજોગુણી મનુષ્ય યોનિમાં જાય છે અને તમોગુણી કનિષ્ટ ગુણમાં રત રહી પશુ યોનિ પામે છે.(૧૮)

નાન્યં ગુણેભ્યઃ કર્તારં યદા દ્રષ્ટાનુપશ્યતિ	।
ગુણેભ્યશ્ચ પરં વેત્તિ મદ્ભાવં સોઽધિગચ્છતિ	॥૧૯॥

જીવાત્મા જયારે આ ત્રણે ગુણોથી ભિન્ન કર્તા બીજા કોઈ નથી એમ સમજે છે અને પોતાના ગુણોને અતીત સમજે છે ત્યારે તે મારા સ્વરૂપ ને પામે છે.(૧૯)

ગુણાનેતાનતીત્ય ત્રીન્દેહી દેહસમુદ્ભવાન્	।
જન્મમૃત્યુજરાદુઃખૈર્વિમુક્તોઽમૃતમશ્નુતે	॥૨૦॥

જીવ દેહ દ્વારા ઉત્પન્ન થયેલા ત્રણે ગુણોને અતિક્રમી જન્મ, મૃત્યુ, વૃદ્ધાવસ્થા વગેરે દુઃખોથી મુક્ત થઇ મોક્ષને પ્રાપ્ત કરે છે.(૨૦)

અર્જુન ઉવાચ ।
કૈર્લિઙ્ગૈસ્ત્રીન્ગુણાનેતાનતીતો ભવતિ પ્રભો	।
કિમાચારઃ કથં ચૈતાંસ્ત્રીન્ગુણાનતિવર્તતે	॥૨૧॥

અર્જુન બોલ્યા : હે પ્રભો ! આ ત્રણે ગુણોનો ત્યાગ કરીને આગળ વધેલા જીવને કેવી રીતે જાણવો? તેનો આચાર કેવો હોય ? અને તે ત્રણે ગુણોને કેવી રીતે ઓળંગી જાય છે?(૨૧)

શ્રીભગવાન ઉવાચ ।
પ્રકાશં ચ પ્રવૃત્તિં ચ મોહમેવ ચ પાણ્ડવ	।
ત દ્વેષ્ટિ સંપ્રવૃત્તાનિ ન નિવૃત્તાનિ કાઙ્ક્ષતિ	॥૨૨॥

શ્રીભગવાન બોલ્યા: હે પાંડવ ! જે જ્ઞાન, કર્મવૃત્તિ અને અજ્ઞાન પ્રાપ્ત થવા છતાંય દ્વેષ કરતો નથી અને તેનો નાશ થતાં તેની કામના કરતો નથી.(૨૨)

ઉદાસીનવદાસીનો ગુણૈર્યો ન વિચાલ્યતે	।
ગુણા વર્તન્ત ઇત્યેવ યોઽવતિષ્ઠતિ નેઙ્ગતે	॥૨૩॥

જે ઉદાસીન રહી એ ત્રણે ગુણોથી વિકાર પામતો નથી અને ગુણો જ કર્તા છે એમ માની સ્થિર રહે છે, પોતે કંઈ જ કરતો નથી.(૨૩)

સમદુઃખસુખઃ સ્વસ્થઃ સમલોષ્ટાશ્મકાઞ્ચનઃ	।
તુલ્યપ્રિયાપ્રિયો ધીરસ્તુલ્યનિન્દાત્મસંસ્તુતિઃ	॥૨૪॥

જે સુખ-દુઃખને સમાન ગણે છે, આત્મસ્વરૂપમાં સ્થિર રહે છે, માટી, પથ્થર અને સોનાને સમાન ગણે છે, પ્રિય અને અપ્રિય ને સમાન ગણે છે, નિંદા અને સ્તુતિને સમાન ગણે છે અને જે ધીરજ વાળો છે.(૨૪)

માનાપમાનયોસ્તુલ્યસ્તુલ્યો મિત્રારિપક્ષયોઃ	।
સર્વારમ્ભપરિત્યાગી ગુણાતીતઃ સ ઉચ્યતે	॥૨૫॥

જેને માટે માન-અપમાન સમાન છે, જે મિત્ર અને શત્રુને સમાન ગણે છે અને જેણે સર્વ કર્મોનો પરિત્યાગ કર્યો છે, તે ગુણાતીત કહેવાય છે.(૨૫)

માં ચ યોઽવ્યભિચારેણ ભક્તિયોગેન સેવતે	।
સ ગુણાન્સમતીત્યૈતાન્બ્રહ્મભૂયાય કલ્પતે	॥૨૬॥

જે એકનિષ્ઠ ભક્તિથી મારી સેવા કરે છે, તે આ ત્રણે ગુણોને શ્રેષ્ઠ રીતે જીતી બ્રહ્મસ્વરૂપ થવાને યોગ્ય બને છે.(૨૬)

બ્રહ્મણો હિ પ્રતિષ્ઠાહમમૃતસ્યાવ્યયસ્ય ચ	।
શાશ્વતસ્ય ચ ધર્મસ્ય સુખસ્યૈકાન્તિકસ્ય ચ	॥૨૭॥

કેમ કે અવિનાશી અને નિર્વિકાર બ્રહ્મનું, સનાતન ધર્મનું અને શાશ્વત સુખનું સ્થાન હું જ છું.(૨૭)

ૐ તત્સદિતિ શ્રીમદ્ભગવદ્ગીતાસૂપનિષત્સુ બ્રહ્મવિદ્યાયાં યોગશાસ્ત્રે શ્રીકૃષ્ણાર્જુનસંવાદે
ગુણત્રયવિભાગયોગો નામ ચતુર્દશોઽધ્યાયઃ ॥૧૪॥

અધ્યાય 1 - અર્જુનવિષાદયોગ (Adhyay – 1 Arjun Vishaad Yog in Gujarati)
અધ્યાય 2 - સાંખ્યયોગ (Adhyay – 2 Saankhya Yog in Gujarati)
અધ્યાય 3 - કર્મયોગ (Adhyay – 3 Karma Yog in Gujarati)
અધ્યાય 4 - જ્ઞાનકર્મસંન્યાસયોગ (Adhyay – 4 Gyaan Karm Sanyaas Yog in Gujarati)
અધ્યાય 5 - કર્મસંન્યાસયોગ (Adhyay – 5 Karma Sanyaas Yog in Gujarati)
અધ્યાય 6 - આત્મસંયમયોગ (Adhyay – 6 Atma Sanyam Yog in Gujarati)
અધ્યાય 7 - જ્ઞાનવિજ્ઞાનયોગ (Adhyay – 7 Gyaan Vigyaan Yog in Gujarati)
અધ્યાય 8 - અક્ષરબ્રહ્મયોગ (Adhyay – 8 Akshar Brahm Yog in Gujarati)
અધ્યાય 9 - રાજવિદ્યારાજગુહ્યયોગ (Adhyay – 9 Raajvidya Raajguhya Yog in Gujarati)
અધ્યાય 10 - વિભૂતિયોગ (Adhyay – 10 Vibhooti Yog in Gujarati)
અધ્યાય 11 - વિશ્વરૂપદર્શનયોગ (Adhyay – 11 Vishvaroopdarshan Yog in Gujarati)
અધ્યાય 12 - ભક્તિયોગ (Adhyay – 12 Bhakti Yog in Gujarati)
અધ્યાય 13 - ક્ષેત્રક્ષેત્રજ્ઞવિભાગયોગ (Adhyay – 13 Kshetrakshetragna Vibhaag Yog in Gujarati)
અધ્યાય 14 - ગુણત્રયવિભાગયોગ (Adhyay – 14 Guntraya vibhaag Yog in Gujarati)
અધ્યાય 15 - પુરુષોત્તમયોગ (Adhyay – 15 Purushottam Yog in Gujarati)
અધ્યાય 16 - દૈવાસુરસંપદ્વિભાગયોગ (Adhyay – 16 Daivasur Sampadvibhaag Yog in Gujarati)
અધ્યાય 17 - શ્રદ્ધાત્રયવિભાગયોગ (Adhyay – 17 Shradhdhatray Vibhaag Yog in Gujarati)
અધ્યાય 18 - મોક્ષસંન્યાસયોગ (Adhyay – 18 Mokshasanyaas Yog in Gujarati)