શ્રીમદ ભગવદ ગીતા - અધ્યાય 17 - શ્રદ્ધાત્રયવિભાગયોગ - Shrimad Bhagvad Gita - Shradhdhatray Vibhaag Yog in Gujarati

અધ્યાય 17 - શ્રદ્ધાત્રયવિભાગયોગ

Adhyay – 17 Shradhdhatray Vibhaag Yog

અર્જુન ઉવાચ ।
યે શાસ્ત્રવિધિમુત્સૃજ્ય યજન્તે શ્રદ્ધયાન્વિતાઃ	।
તેષાં નિષ્ઠા તુ કા કૃષ્ણ સત્ત્વમાહો રજસ્તમઃ	॥૧॥

અર્જુન બોલ્યા: હે શ્રી કૃષ્ણ ! જે મનુષ્યો શાસ્ત્રવિધિનો ત્યાગ કરીને, શ્રદ્ધાયુક્ત થઇ દેવતાઓનું યજન કરેછે તેમની તે નિષ્ઠા કેવા પ્રકારની છે? સાત્વિક, રાજસ કે તામસ?(૧)

શ્રીભગવાન ઉવાચ ।
ત્રિવિધા ભવતિ શ્રદ્ધા દેહિનાં સા સ્વભાવજા	।
સાત્ત્વિકી રાજસી ચૈવ તામસી ચેતિ તાં શૃણુ	॥૨॥

શ્રીભગવાન બોલ્યા: મનુષ્યની જે સ્વાભાવિક શ્રદ્ધા હોય છે તે સાત્વિક, રાજસ અને તામસ, એમ ત્રણ પ્રકારની હોય છે તે સાંભળ.(૨)

સત્ત્વાનુરૂપા સર્વસ્ય શ્રદ્ધા ભવતિ ભારત	।
શ્રદ્ધામયોઽયં પુરુષો યો યચ્છ્રદ્ધઃ સ એવ સઃ	॥૩॥

હે ભારત ! સર્વને પોત પોતાના પૂર્વ સંસ્કાર પ્રમાણે શ્રદ્ધા ઉત્પન્ન થાય છે, કારણ કે આ સંસારી જીવ શ્રદ્ધામય હોય છે તેથી મનુષ્ય જેવી શ્રદ્ધાવાળો થાય છે,તે તેવી જ યોગ્યતાનો કહેવાય છે.(૩)

યજન્તે સાત્ત્વિકા દેવાન્યક્ષરક્ષાંસિ રાજસાઃ	।
પ્રેતાન્ભૂતગણાંશ્ચાન્યે યજન્તે તામસા જનાઃ	॥૪॥

જેઓ સાત્વિક હોય છે, તેઓ દેવોનું પૂજન કરે છે. જેઓ રાજસ હોય છે તેઓ યક્ષો-રાક્ષસોનું પૂજન કરે છે અને તામસ હોય છે તે ભૂતગણો- પ્રેતોનું પૂજન કરે છે.(૪)

અશાસ્ત્રવિહિતં ઘોરં તપ્યન્તે યે તપો જનાઃ	।
દમ્ભાહંકારસંયુક્તાઃ કામરાગબલાન્વિતાઃ	॥૫॥

દંભ અને અહંકાર તેમજ કામ અને પ્રીતિના બળથી યુક્ત એવા જે જનો શાસ્ત્ર વિરુદ્ધ ઘોર તપ કરે છે;(૫)

કર્ષયન્તઃ શરીરસ્થં ભૂતગ્રામમચેતસઃ	।
માં ચૈવાન્તઃશરીરસ્થં તાન્વિદ્ધ્યાસુરનિશ્ચયાન્	॥૬॥

અને જે અવિવેકીજન દેહની ઈન્દ્રિયોને અને દેહની અંદર રહેતા મને પણ કૃશ બનાવે છે, તે આસુરી નિષ્ઠાવાળા છે એમ તું માન.(૬)

આહારસ્ત્વપિ સર્વસ્ય ત્રિવિધો ભવતિ પ્રિયઃ	।
યજ્ઞસ્તપસ્તથા દાનં તેષાં ભેદમિમં શૃણુ	॥૭॥

પ્રત્યેકને મનગમતો આહાર પણ ત્રણ પ્રકારનો હોય છે. તે રીતે યજ્ઞ,તપ અને દાન પણ ત્રણ પ્રકારનાં હોય છે. તે દાનના ભેદ હું તને કહીશ સાંભળ.(૭)

આયુઃસત્ત્વબલારોગ્યસુખપ્રીતિવિવર્ધનાઃ	।
રસ્યાઃ સ્નિગ્ધાઃ સ્થિરા હૃદ્યા આહારાઃ સાત્ત્વિકપ્રિયાઃ ॥૮॥

આયુષ્ય, બળ, સત્વ, આરોગ્ય,સુખ અને રુચિને વધારનારા રસદાર તથા ચીકાશવાળા, દેહને પૃષ્ટિ આપનારા અને હદયને પ્રસન્નતા આપે તેવા આહારો સાત્વિક મનુષ્યને પ્રિય હોય છે.(૮)

કટ્વમ્લલવણાત્યુષ્ણતીક્ષ્ણરૂક્ષવિદાહિનઃ	।
આહારા રાજસસ્યેષ્ટા દુઃખશોકામયપ્રદાઃ	॥૯॥

અતિશય કડવા,ખારા, ખાટા, ગરમ, તીખા, રુક્ષ, દાહક તથા દુઃખ, શોક અને રોગ ઉત્પન્ન કરે તેવા આહાર રાજસોને પ્રિય હોય છે.(૯)

યાતયામં ગતરસં પૂતિ પર્યુષિતં ચ યત્	।
ઉચ્છિષ્ટમપિ ચામેધ્યં ભોજનં તામસપ્રિયમ્	॥૧૦॥

કાચુપાકું, ઉતરી ગયેલું, વાસી, ગંધાતું, એંઠું તથા અપવિત્ર અન્ન તામસી પ્રકૃતિના મનુષ્યને પ્રિય લાગે છે.(૧૦)

અફલાકાઙ્ક્ષિભિર્યજ્ઞો વિધિદૃષ્ટો ય ઇજ્યતે	।
યષ્ટવ્યમેવેતિ મનઃ સમાધાય સ સાત્ત્વિકઃ	॥૧૧॥

ફળની કામના ન રાખનાર મનુષ્ય, પોતાનું કર્તવ્ય છે એમ સમજીને મન થી નિશ્વય કરી જે શાસ્ત્રોકતવિધિ પ્રમાણે યજ્ઞ કરે છે તે સાત્વિક યજ્ઞ કહેવાય છે.(૧૧)

અભિસંધાય તુ ફલં દમ્ભાર્થમપિ ચૈવ યત્	।
ઇજ્યતે ભરતશ્રેષ્ઠ તં યજ્ઞં વિદ્ધિ રાજસમ્	॥૧૨॥

હે ભરતશ્રેષ્ઠ ! ફળની ઇચ્છાથી કે કેવળ દંભ કરવા માટે જે યજ્ઞ કરવામાં આવે છે તે રાજસયજ્ઞ કહેવામાં આવે છે, એમ તું સમજ.(૧૨)

વિધિહીનમસૃષ્ટાન્નં મન્ત્રહીનમદક્ષિણમ્	।
શ્રદ્ધાવિરહિતં યજ્ઞં તામસં પરિચક્ષતે	॥૧૩॥

શાસ્ત્રવિધિ રહિત, અન્નદાન રહિત, મંત્ર રહિત, દક્ષિણારહિત અને શ્રદ્ધારહિત જે યજ્ઞ કરવામાં આવે છે તે તામસ યજ્ઞ કહેવાય છે.(૧૩)

દેવદ્વિજગુરુપ્રાજ્ઞપૂજનં શૌચમાર્જવમ્	।
બ્રહ્મચર્યમહિંસા ચ શારીરં તપ ઉચ્યતે	॥૧૪॥

દેવ, દ્વિજ, ગુરુ અને પ્રાજ્ઞનું પૂજન,પવિત્રતા,સરળતા,બ્રહ્મચર્ય અને અહિંસા એ શરીરસંબંધી તપ કહેવાય છે.(૧૪)

અનુદ્વેગકરં વાક્યં સત્યં પ્રિયહિતં ચ યત્	।
સ્વાધ્યાયાભ્યસનં ચૈવ વાઙ્મયં તપ ઉચ્યતે	॥૧૫॥

કોઈનું મન ન દુભાય તેવું, સત્ય, મધુર, સર્વને પ્રિય અને હિતકારક એવું વચન બોલવું તથા યથાવિધિ વેદશાસ્ત્રનો અભ્યાસ કરવો તેને વાણીનું તપ કહેવામાં આવે છે.(૧૫)

મનઃ પ્રસાદઃ સૌમ્યત્વં મૌનમાત્મવિનિગ્રહઃ	।
ભાવસંશુદ્ધિરિત્યેતત્તપો માનસમુચ્યતે	॥૧૬॥

મનની પ્રસન્નતા, સૌજન્ય, મૌન,આત્મસંયમ અને અંત:કરણની શુદ્ધિને માનસિક તપ કહેવામાં આવે છે.(૧૬)

શ્રદ્ધયા પરયા તપ્તં તપસ્તત્ત્રિવિધં નરૈઃ	।
અફલાકાઙ્ક્ષિભિર્યુક્તૈઃ સાત્ત્વિકં પરિચક્ષતે	॥૧૭॥

ફળની આશા વગર તથા સમાહિત ચિત્તવાળા પુરુષે શ્રેષ્ઠ શ્રદ્ધાથી ઉપરોક્ત ત્રણ રીતે આચરેલું તપ સાત્વિક તપ કહેવાય છે.(૧૭)

સત્કારમાનપૂજાર્થં તપો દમ્ભેન ચૈવ યત્	।
ક્રિયતે તદિહ પ્રોક્તં રાજસં ચલમધ્રુવમ્	॥૧૮॥

અને જે તપ પોતાની સ્તુતિ, માન તથા પૂજાના હેતુથી, કેવળ દંભથી કરવામાં આવે છે તેને રાજસ તપ કહેવાય છે.તે આ લોકમાં નાશવંત અને અનિશ્વિત ફળવાળું છે.(૧૮)

મૂઢગ્રાહેણાત્મનો યત્પીડયા ક્રિયતે તપઃ	।
પરસ્યોત્સાદનાર્થં વા તત્તામસમુદાહૃતમ્	॥૧૯॥

ઉન્મત્તતાથી દુરાગ્રહપૂર્વક પોતાના દેહને કષ્ટ આપી અથવા બીજાનું અહિત કે નાશ કરવાની કામનાથી જે તપ કરવામાં આવે છે તે તામસ તપ કહેવાય છે.(૧૯)

દાતવ્યમિતિ યદ્દાનં દીયતેઽનુપકારિણે	।
દેશે કાલે ચ પાત્રે ચ તદ્દાનં સાત્ત્વિકં સ્મૃતમ્	॥૨૦॥

દાન કરવું એ આપણું કર્તવ્ય છે, એવા હેતુથી જે દાન પ્રત્યુપકાર નહિ કરી શકનાર સત્પાત્રને, પુણ્યક્ષેત્રમાં અને પર્વકાળે આપવામાં આવે છે તેને સાત્વિક દાન કહેવામાં આવેછે.(૨૦)

યત્તુ પ્રત્ત્યુપકારાર્થં ફલમુદ્દિશ્ય વા પુનઃ	।
દીયતે ચ પરિક્લિષ્ટં તદ્દાનં રાજસં સ્મૃતમ્	॥૨૧॥

વળી જે કંઈ દાન પ્રતિઉપકાર માટે અથવા ફળને ઉદ્દેશી તથા કલેશ પામીને આપવામાં આવે તેને રાજસ દાન કહેવાય છે.(૨૧)

અદેશકાલે યદ્દાનમપાત્રેભ્યશ્ચ દીયતે	।
અસત્કૃતમવજ્ઞાતં તત્તામસમુદાહૃતમ્	॥૨૨॥

જે દાન સત્કારરહિત, અપમાન પૂર્વક, અપવિત્ર જગામાં તથા કાળમાં અને અપાત્રને અપાય છે તે તામસ દાન કહેવાય છે.(૨૨)

ૐ તત્સદિતિ નિર્દેશો બ્રહ્મણસ્ત્રિવિધઃ સ્મૃતઃ	।
બ્રાહ્મણાસ્તેન વેદાશ્ચ યજ્ઞાશ્ચ વિહિતાઃ પુરા	॥૨૩॥

ॐ, તત્ અને સત્ - એવા ત્રણપ્રકારના બ્રહ્મનાં નામો છે,તેમના યોગથી પૂર્વે આદિકાળમાં બ્રાહ્મણ, વેદ અને યજ્ઞ ઉત્પન્ન કરવામાં આવ્યા છે.(૨૩)

તસ્માદોમિત્યુદાહૃત્ય યજ્ઞદાનતપઃક્રિયાઃ	।
પ્રવર્તન્તે વિધાનોક્તાઃ સતતં બ્રહ્મવાદિનામ્	॥૨૪॥

એટલેજ વેદવેત્તIઓની યથાવિધિ યજ્ઞ, દાન અને તપ વગેરે ક્રિયાઓ બ્રહ્મનાં ॐ ઉચ્ચાર સહિત સતત ચાલતી હોય છે.(૨૪)

તદિત્યનભિસંધાય ફલં યજ્ઞતપઃક્રિયાઃ	।
દાનક્રિયાશ્ચ વિવિધાઃ ક્રિયન્તે મોક્ષકાઙ્ક્ષિભિઃ	॥૨૫॥

મોક્ષની કામનાવાળા બ્રહ્મના તત્ નામનો ઉચ્ચાર કરી ને ફળની કામના ન રાખતાં યજ્ઞ અને તપરૂપ ક્રિયાઓ તથા વિવિધ દાન ક્રિયાઓ કરે છે.(૨૫)

સદ્ભાવે સાધુભાવે ચ સદિત્યેતત્પ્રયુજ્યતે	।
પ્રશસ્તે કર્મણિ તથા સચ્છબ્દઃ પાર્થ યુજ્યતે	॥૨૬॥

હે પાર્થ ! સદ્દભાવમાં તથા સાધુભાવમાં સત્ એ પ્રમાણે એનો પ્રયોગ કરાય છે તથા માંગલિક કર્મમાં સત્ શબ્દનો પ્રયોગ કરવામાં આવે છે.(૨૬)

યજ્ઞે તપસિ દાને ચ સ્થિતિઃ સદિતિ ચોચ્યતે	।
કર્મ ચૈવ તદર્થીયં સદિત્યેવાભિધીયતે	॥૨૭॥

યજ્ઞમાં તપમાં તથા દાનમાં નિષ્ઠાથી સત્ એમ કહેવાય છે. તેમ જ તેને માટે કરવામાં આવતું કર્મ પણ એ જ પ્રમાણે કહેવાય છે.(૨૭)

અશ્રદ્ધયા હુતં દત્તં તપસ્તપ્તં કૃતં ચ યત્	।
અસદિત્યુચ્યતે પાર્થ ન ચ તત્પ્રેપ્ય નો ઇહ	॥૨૮॥

હે પાર્થ ! અશ્રદ્ધાથી હોમેલું, આપેલું, તપ કરેલું,તથા જે કંઈ કરેલું હોય તે અસત્ કહેવાય છે; કારણ કે તે આ લોકમાં કે પરલોકમાં ફળ આપતું નથી.(૨૮)

ૐ તત્સદિતિ શ્રીમદ્ભગવદ્ગીતાસૂપનિષત્સુ બ્રહ્મવિદ્યાયાં યોગશાસ્ત્રે શ્રીકૃષ્ણાર્જુનસંવાદે
શ્રદ્ધાત્રયવિભાગયોગો નામ સપ્તદશોઽધ્યાયઃ ॥૧૭॥

અધ્યાય 1 - અર્જુનવિષાદયોગ (Adhyay – 1 Arjun Vishaad Yog in Gujarati)
અધ્યાય 2 - સાંખ્યયોગ (Adhyay – 2 Saankhya Yog in Gujarati)
અધ્યાય 3 - કર્મયોગ (Adhyay – 3 Karma Yog in Gujarati)
અધ્યાય 4 - જ્ઞાનકર્મસંન્યાસયોગ (Adhyay – 4 Gyaan Karm Sanyaas Yog in Gujarati)
અધ્યાય 5 - કર્મસંન્યાસયોગ (Adhyay – 5 Karma Sanyaas Yog in Gujarati)
અધ્યાય 6 - આત્મસંયમયોગ (Adhyay – 6 Atma Sanyam Yog in Gujarati)
અધ્યાય 7 - જ્ઞાનવિજ્ઞાનયોગ (Adhyay – 7 Gyaan Vigyaan Yog in Gujarati)
અધ્યાય 8 - અક્ષરબ્રહ્મયોગ (Adhyay – 8 Akshar Brahm Yog in Gujarati)
અધ્યાય 9 - રાજવિદ્યારાજગુહ્યયોગ (Adhyay – 9 Raajvidya Raajguhya Yog in Gujarati)
અધ્યાય 10 - વિભૂતિયોગ (Adhyay – 10 Vibhooti Yog in Gujarati)
અધ્યાય 11 - વિશ્વરૂપદર્શનયોગ (Adhyay – 11 Vishvaroopdarshan Yog in Gujarati)
અધ્યાય 12 - ભક્તિયોગ (Adhyay – 12 Bhakti Yog in Gujarati)
અધ્યાય 13 - ક્ષેત્રક્ષેત્રજ્ઞવિભાગયોગ (Adhyay – 13 Kshetrakshetragna Vibhaag Yog in Gujarati)
અધ્યાય 14 - ગુણત્રયવિભાગયોગ (Adhyay – 14 Guntraya vibhaag Yog in Gujarati)
અધ્યાય 15 - પુરુષોત્તમયોગ (Adhyay – 15 Purushottam Yog in Gujarati)
અધ્યાય 16 - દૈવાસુરસંપદ્વિભાગયોગ (Adhyay – 16 Daivasur Sampadvibhaag Yog in Gujarati)
અધ્યાય 17 - શ્રદ્ધાત્રયવિભાગયોગ (Adhyay – 17 Shradhdhatray Vibhaag Yog in Gujarati)
અધ્યાય 18 - મોક્ષસંન્યાસયોગ (Adhyay – 18 Mokshasanyaas Yog in Gujarati)