શ્રીમદ ભગવદ ગીતા - અધ્યાય 5 - કર્મસંન્યાસયોગ - Shrimad Bhagvad Gita - Karma Sanyaas Yog in Gujarati

અધ્યાય 5 - કર્મસંન્યાસયોગ

Karma Sanyaas Yog

અર્જુન ઉવાચ ।
સંન્યાસં કર્મણાં કૃષ્ણ પુનર્યોગં ચ શંસસિ	।
યચ્છ્રેય એતયોરેકં તન્મે બ્રૂહિ સુનિશ્ચિતમ્	॥૧॥

અર્જુન બોલ્યા: હે કૃષ્ણ ! આપ એક તરફ કર્મ ના ત્યાગ ના વખાણ કરો છો અને બીજી તરફ કર્મયોગ ના વખાણ કરો છો.તો એ બે માંથી જે કલ્યાણકારી હોય તે મને કહો.(૧)

શ્રીભગવાન  ઉવાચ ।
સંન્યાસઃ કર્મયોગશ્ચ નિઃશ્રેયસકરાવુભૌ	।
તયોસ્તુ કર્મસંન્યાસાત્કર્મયોગો વિશિષ્યતે	॥૨॥

શ્રી ભગવાન બોલ્યા: કર્મો નો ત્યાગ અને કર્મયોગ બન્ને કલ્યાણકારક છે,પરંતુ એ બન્નેમાં કર્મો ના ત્યાગથી કર્મયોગ શ્રેષ્ઠ છે. (૨)

જ્ઞેયઃ સ નિત્યસંન્યાસી યો ન દ્વેષ્ટિ ન કાઙ્ક્ષતિ	।
નિર્દ્વન્દ્વો હિ મહાબાહો સુખં બન્ધાત્પ્રમુચ્યતે	॥૩॥

હે મહાબાહો ! જે કોઈનો દ્વેષ કરતો નથી, જે કોઈ અભિલાષા રાખતો નથી, તેને નિત્ય સંન્યાસી જાણવો. આવો રાગ દ્વેષ વિનાનો મનુષ્ય દ્વંદ્વરહિત બની સંસાર બંધનમાંથી સુખપૂર્વક મુક્ત થાય છે. (૩)

સાંખ્યયોગૌ પૃથગ્બાલાઃ પ્રવદન્તિ ન પણ્ડિતાઃ	।
એકમપ્યાસ્થિતઃ સમ્યગુભયોર્વિન્દતે ફલમ્	॥૪॥

સંન્યાસ અને કર્મયોગ ફળની દ્રષ્ટિએ અલગ અલગ છે એમ અજ્ઞાનીઓ માને છે, પરંતુ જ્ઞાનીઓ એમ કહેતા નથી.બન્નેમાંથી એક નું પણ ઉત્તમ રીતે અનુષ્ઠાન કરનાર બંનેના ફળ ને પ્રાપ્ત કરે છે.(૪)

યત્સાંખ્યૈઃ પ્રાપ્યતે સ્થાનં તદ્યોગૈરપિ ગમ્યતે	।
એકં સાંખ્યં ચ યોગં ચ યઃ પશ્યતિ સ પશ્યતિ	॥૫॥

જે મોક્ષપદ જ્ઞાનયોગ દ્વારા પ્રાપ્ત થઇ શકે છે,તે જ પદ નિષ્કામ કર્મયોગ દ્વારા પણ પ્રાપ્ત કરી શકાય છે.એ માટે જ સાંખ્ય તથા કર્મયોગ ને જે એકજ સમજે છે તે સાચો જ્ઞાની છે.(૫)

સંન્યાસસ્તુ મહાબાહો દુઃખમાપ્તુમયોગતઃ	।
યોગયુક્તો મુનિર્બ્રહ્મ નચિરેણાધિગચ્છતિ	॥૬॥

હે મહાબાહો ! કર્મયોગ ના અનુષ્ઠાન વગર સંન્યાસ પ્રાપ્ત કરવો કઠીન છે. જયારે કર્મયોગી મુનિ જલદીથી સંન્યાસ પ્રાપ્ત કરી બ્રહ્મ ને પામે છે.(૬)

યોગયુક્તો વિશુદ્ધાત્મા વિજિતાત્મા જિતેન્દ્રિયઃ	।
સર્વભૂતાત્મભૂતાત્મા કુર્વન્નપિ ન લિપ્યતે	॥૭॥

કર્મયોગ ના આચરણ થી જેનું અંત:કરણ શુદ્ધ થઇ ગયું છે,જે મનને વશ કરનારો,ઈન્દ્રિયોને જીતનારો છે. અને જેનો આત્મા સર્વ ભૂતો નો આત્મા બની ગયો છે,તે મનુષ્ય કર્મો કરે છે છતાં તેનાથી લેપાતો નથી.(૭)

નૈવ કિંચિત્કરોમીતિ યુક્તો મન્યેત તત્ત્વવિત્	।
પશ્યઞ્શૃણ્વન્સ્પૃશઞ્જિઘ્રન્નશ્નન્ગચ્છન્સ્વપઞ્શ્વસન્	॥૮॥

યોગયુક્ત બનેલો તત્વજ્ઞાની પોતે જોતાં,સાંભળતાં, સ્પર્શ કરતાં, સુંઘતાં,ખાતાં,પીતાં,ચાલતાં, નિંદ્રા લેતાં,શ્વાસોશ્વાસ લેતાં,બોલતાં,ત્યાગ કરતાં,ગ્રહણ કરતાં (૮)

પ્રલપન્વિસૃજન્ગૃહ્ણન્નુન્મિષન્નિમિષન્નપિ	।
ઇન્દ્રિયાણીન્દ્રિયાર્થેષુ વર્તન્ત ઇતિ ધારયન્	॥૯॥

આંખ ઉઘડતાં મીંચતાં,હોવા છતાં,ઇન્દ્રિયો પોત પોતાના વિષય માં પ્રવૃત થાય છે એમ સમજીને હું કંઈ કરતો નથી એમ નિશ્વયપૂર્વક માને છે.(૯)

બ્રહ્મણ્યાધાય કર્માણિ સઙ્ગં ત્યક્ત્વા કરોતિ યઃ	।
લિપ્યતે ન સ પાપેન પદ્મપત્રમિવામ્ભસા	॥૧૦॥

જે મનુષ્ય ફળ ની ઈચ્છા નો ત્યાગ કરી સર્વ ફળ બ્ર્હ્માપર્ણ બુદ્ધિ થી કરે છે, એ કમળપત્ર જેમ પાણી માં રહેવા છતાં ભીંજાતું નથી, તેમ પાપ વડે લેપાતો નથી.(૧૦)

કાયેન મનસા બુદ્ધ્યા કેવલૈરિન્દ્રિયૈરપિ	।
યોગિનઃ કર્મ કુર્વન્તિ સઙ્ગં ત્યક્ત્વાત્મશુદ્ધયે	॥૧૧॥

યોગીઓ માત્ર મન,બુદ્ધિ અને ઇન્દ્રિયોથી ફળની આસક્તિ છોડી દઈઆત્માની શુદ્ધિ માટે કર્મો કરે છે.(૧૧)

યુક્તઃ કર્મફલં ત્યક્ત્વા શાન્તિમાપ્નોતિ નૈષ્ઠિકીમ્	।
અયુક્તઃ કામકારેણ ફલે સક્તો નિબધ્યતે	॥૧૨॥

કર્મયોગી મનુષ્ય કર્મફળને ત્યજીને સત્વશુદ્ધિના ક્રમથી થયેલી શાંતિને પ્રાપ્ત કરેછે. જયારે સકામ મનુષ્ય કામના વડે ફળની આસક્તિ રાખી બંધનમાં પડે છે.(૧૨)

સર્વકર્માણિ મનસા સંન્યસ્યાસ્તે સુખં વશી	।
નવદ્વારે પુરે દેહી નૈવ કુર્વન્ન કારયન્	॥૧૩॥

દેહને વશ કરનારો મનુષ્ય સર્વ કર્મોને માનસિક રીતે ત્યાગીને નવ દરવાજા વાળા નગરમાં સુખપૂર્વક રહે છે.તે કંઈ જ કરતો નથી અને કંઈ જ કરાવતો નથી.(૧૩)

ન કર્તૃત્વં ન કર્માણિ લોકસ્ય સૃજતિ પ્રભુઃ	।
ન કર્મફલસંયોગં સ્વભાવસ્તુ પ્રવર્તતે	॥૧૪॥

આત્મા દેહાદિક ના કર્તાપણાને ઉત્પન કરતો નથી,કર્મોને ઉત્પન કરતો નથી કે કર્મફળ ના સંયોગ ને ઉત્પન કરતો નથી,પરંતુ તે અવિદ્યારૂપ માયાનો જ સર્વ ખેલ છે.(૧૪)

નાદત્તે કસ્યચિત્પાપં ન ચૈવ સુકૃતં વિભુઃ	।
અજ્ઞાનેનાવૃતં જ્ઞાનં તેન મુહ્યન્તિ જન્તવઃ	॥૧૫॥

પરમેશ્વર કોઈનાં પાપ કે પુણ્યને પોતાના શિરે વહોરી લેતા નથી,પરંતુ જ્ઞાન અજ્ઞાન વડે ઢંકાયેલું છે. તેને લીધે સર્વ જીવો મોહ પામે છે.(૧૫)

જ્ઞાનેન તુ તદજ્ઞાનં યેષાં નાશિતમાત્મનઃ	।
તેષામાદિત્યવજ્જ્ઞાનં પ્રકાશયતિ તત્પરમ્	॥૧૬॥

વળી જેમનું એ અજ્ઞાન આત્માના જ્ઞાન વડે નાશ પામેલું છે,તેમનું તે જ્ઞાન સૂર્યની જેમ પરબ્રહ્મને પ્રકાશિત કરેછે.(૧૬)

તદ્બુદ્ધયસ્તદાત્માનસ્તન્નિષ્ઠાસ્તત્પરાયણાઃ	।
ગચ્છન્ત્યપુનરાવૃત્તિં જ્ઞાનનિર્ધૂતકલ્મષાઃ	॥૧૭॥

તે પરબ્રહ્મમાં જ જેમની બુદ્ધિ સ્થિત થઇ છે તે બ્રહ્મ જ તેમનો આત્મા છે.તેમનામાં જ તેમની સંપૂર્ણ નિષ્ઠા છે. તેઓ તેમના જ પરાયણ બની જાય છે.જ્ઞાન વડે જેમનાં પાપકર્મો નાશ પામેછે તેઓ જન્મમરણના ચક્કર માં પડતા નથી.(૧૭)

વિદ્યાવિનયસંપન્ને બ્રાહ્મણે ગવિ હસ્તિનિ	।
શુનિ ચૈવ શ્વપાકે ચ પણ્ડિતાઃ સમદર્શિનઃ	॥૧૮॥

જે જ્ઞાનીજન વિદ્યા અને વિનય આદિના ગુણોવાળા છે તે પંડિત,બ્રાહ્મણ,ગાય,હાથી,કુતરો,ચંડાળ વગેરે સર્વમાં સમાન દ્રષ્ટિવાળા હોય છે.(૧૮)

ઇહૈવ તૈર્જિતઃ સર્ગો યેષાં સામ્યે સ્થિતં મનઃ	।
નિર્દોષં હિ સમં બ્રહ્મ તસ્માદ્બ્રહ્મણિ તે સ્થિતાઃ	॥૧૯॥

જેમનું મન સમત્વ(પરમાત્મા) માં રહ્યું છે તે સમદર્શી મનુષ્યે આ જન્મમાં જ સંસારને જીતી લીધો છે. કારણ કે બ્રહ્મ દોષથી રહિત અને સમાન હોવાથી એ મનુષ્ય બ્રહ્મમાં સ્થિત રહે છે.(૧૯)

ન પ્રહૃષ્યેત્પ્રિયં પ્રાપ્ય નોદ્વિજેત્પ્રાપ્ય ચાપ્રિયમ્	।
સ્થિરબુદ્ધિરસંમૂઢો બ્રહ્મવિદ્બ્રહ્મણિ સ્થિતઃ	॥૨૦॥

જેની બુદ્ધિ સ્થિર થયેલી છે,જેનું અજ્ઞાન નાશ પામ્યું છે અને જે બ્રહ્મમાં સ્થિર થયો છે એવો બ્રહ્મવેત્તા મનુષ્ય તે પ્રિય પદાર્થો મેળવીને હર્ષ પામતો નથી અને અપ્રિય પદાર્થો પામીને દુઃખી થતો નથી.(૨૦)

બાહ્યસ્પર્શેષ્વસક્તાત્મા વિન્દત્યાત્મનિ યત્સુખમ્	।
સ બ્રહ્મયોગયુક્તાત્મા સુખમક્ષયમશ્નુતે	॥૨૧॥

ઇન્દ્રિયોના સ્પર્શથી ઉત્પન થનાર સુખોમાં આસક્તિ રહિત ચિત્તવાળો મનુષ્ય આત્મામાં રહેલા સુખને પામે છે.એવો પરબ્રહ્મ સ્વરૂપ પ્રાપ્ત થયેલો મનુષ્ય અક્ષય સુખ નો અનુભવ કરે છે.(૨૧)

યે હિ સંસ્પર્શજા ભોગા દુઃખયોનય એવ તે	।
આદ્યન્તવન્તઃ કૌન્તેય ન તેષુ રમતે બુધઃ	॥૨૨॥

હે કાંન્તેય ! ઇન્દ્રિયો અને વિષયોના સ્પર્શથી ઉત્પન થયેલા જે ભોગો છે તે સર્વ ઉત્પતિ અને નાશ ને વશ હોવાથી દુઃખના કારણરૂપ છે.એટલા માટે જ્ઞાનીજનો તેમાં પ્રીતિ રાખતા નથી.(૨૨)

શક્નોતીહૈવ યઃ સોઢું પ્રાક્શરીરવિમોક્ષણાત્	।
કામક્રોધોદ્ભવં વેગં સ યુક્તઃ સ સુખી નરઃ	॥૨૩॥

શરીર નો નાશ થવા પહેલાં જે મનુષ્ય કામ અને ક્રોધથી ઉત્પન થયેલા વેગને સહન કરી શકે છે તે મનુષ્ય આ લોકમાં યોગી છે અને તે સાચો સુખી છે.(૨૩)

યોઽન્તઃસુખોઽન્તરારામસ્તથાન્તર્જ્યોતિરેવ યઃ	।
સ યોગી બ્રહ્મનિર્વાણં બ્રહ્મભૂતોઽધિગચ્છતિ	॥૨૪॥

જે અંતરાત્મા માં સુખનો અનુભવ કરે છે તથા આત્મા માં જ રમણ કરે છે,જેના અંતરાત્મામાં જ્ઞાન રૂપી પ્રકાશ પથરાઈ ગયો છે તે યોગી બ્રહ્મસ્વરૂપ બની પરબ્રહ્મમાં જ નિર્વાણ પામેછે.(૨૪)

લભન્તે બ્રહ્મનિર્વાણમૃષયઃ ક્ષીણકલ્મષાઃ	।
છિન્નદ્વૈધા યતાત્માનઃ સર્વભૂતહિતે રતાઃ	॥૨૫॥

જેના પાપાદિ દોષો નાશ પામ્યા છે,જેના સંશયો છેદાઈ ગયા છે,જેમનાં મન-ઇન્દ્રિયો વશમાં થઇ ગયા છે અને જે પ્રાણીમાત્રના હિત માટે તત્પર છે,એવા ઋષિઓ બ્રહ્મનિર્વાણને પામે છે.(૨૫)

કામક્રોધવિયુક્તાનાં યતીનાં યતચેતસામ્	।
અભિતો બ્રહ્મનિર્વાણં વર્તતે વિદિતાત્મનામ્	॥૨૬॥

જેઓ કામ-ક્રોધથી રહિત છે,જેમણે ચિત્તને વશમાં રાખ્યું છે,અને જેઓ આત્મસાક્ષાત્કાર પામેલા છે એવા યોગીઓ સર્વ અવસ્થામાં પરબ્રહ્મ પરમાત્માને પ્રાપ્ત થાય છે.(૨૬)

સ્પર્શાન્કૃત્વા બહિર્બાહ્યાંશ્ચક્ષુશ્ચૈવાન્તરે ભ્રુવોઃ	।
પ્રાણાપાનૌ સમૌ કૃત્વા નાસાભ્યન્તરચારિણૌ	॥૨૭॥

બહારના વિષયોને વૈરાગ્ય દ્વારા બહાર કાઢીને તથા દ્રષ્ટિને ભ્રમરની મધ્યમાં સ્થિર કરીને નાકની અંદર ગતિ કરનારા પ્રાણ તથા અપાનવાયુને સમાન કરીને.(૨૭)

યતેન્દ્રિયમનોબુદ્ધિર્મુનિર્મોક્ષપરાયણઃ	।
વિગતેચ્છાભયક્રોધો યઃ સદા મુક્ત એવ સઃ	॥૨૮॥

જેણે ઇન્દ્રિયો, મન તથા બુદ્ધિ વશ કર્યા છે તથા જેનાં ઈચ્છા,ભય અને ક્રોધ દુર થયાંછે એવા મુનિ મોક્ષપરાયણ છે તે સદા મુક્ત જ છે.(૨૮)

ભોક્તારં યજ્ઞતપસાં સર્વલોકમહેશ્વરમ્	।
સુહૃદં સર્વભૂતાનાં જ્ઞાત્વા માં શાન્તિમૃચ્છતિ	॥૨૯॥

સર્વ યજ્ઞ અને તપનો ભોક્તા,સર્વ લોકોનો મહેશ્વર અને સર્વ ભૂતોનો પરમ મિત્ર હું જ છું. એ રીતે જે જાણે છે તે શાંતિને પ્રાપ્ત થાય છે.(૨૯)

ૐ તત્સદિતિ શ્રીમદ્ભગવદ્ગીતાસૂપનિષત્સુ બ્રહ્મવિદ્યાયાં યોગશાસ્ત્રે શ્રીકૃષ્ણાર્જુનસંવાદે
કર્મસંન્યાસયોગો નામ પઞ્ચમોઽધ્યાયઃ ॥૫॥

અધ્યાય 1 - અર્જુનવિષાદયોગ (Adhyay – 1 Arjun Vishaad Yog in Gujarati)
અધ્યાય 2 - સાંખ્યયોગ (Adhyay – 2 Saankhya Yog in Gujarati)
અધ્યાય 3 - કર્મયોગ (Adhyay – 3 Karma Yog in Gujarati)
અધ્યાય 4 - જ્ઞાનકર્મસંન્યાસયોગ (Adhyay – 4 Gyaan Karm Sanyaas Yog in Gujarati)
અધ્યાય 5 - કર્મસંન્યાસયોગ (Adhyay – 5 Karma Sanyaas Yog in Gujarati)
અધ્યાય 6 - આત્મસંયમયોગ (Adhyay – 6 Atma Sanyam Yog in Gujarati)
અધ્યાય 7 - જ્ઞાનવિજ્ઞાનયોગ (Adhyay – 7 Gyaan Vigyaan Yog in Gujarati)
અધ્યાય 8 - અક્ષરબ્રહ્મયોગ (Adhyay – 8 Akshar Brahm Yog in Gujarati)
અધ્યાય 9 - રાજવિદ્યારાજગુહ્યયોગ (Adhyay – 9 Raajvidya Raajguhya Yog in Gujarati)
અધ્યાય 10 - વિભૂતિયોગ (Adhyay – 10 Vibhooti Yog in Gujarati)
અધ્યાય 11 - વિશ્વરૂપદર્શનયોગ (Adhyay – 11 Vishvaroopdarshan Yog in Gujarati)
અધ્યાય 12 - ભક્તિયોગ (Adhyay – 12 Bhakti Yog in Gujarati)
અધ્યાય 13 - ક્ષેત્રક્ષેત્રજ્ઞવિભાગયોગ (Adhyay – 13 Kshetrakshetragna Vibhaag Yog in Gujarati)
અધ્યાય 14 - ગુણત્રયવિભાગયોગ (Adhyay – 14 Guntraya vibhaag Yog in Gujarati)
અધ્યાય 15 - પુરુષોત્તમયોગ (Adhyay – 15 Purushottam Yog in Gujarati)
અધ્યાય 16 - દૈવાસુરસંપદ્વિભાગયોગ (Adhyay – 16 Daivasur Sampadvibhaag Yog in Gujarati)
અધ્યાય 17 - શ્રદ્ધાત્રયવિભાગયોગ (Adhyay – 17 Shradhdhatray Vibhaag Yog in Gujarati)
અધ્યાય 18 - મોક્ષસંન્યાસયોગ (Adhyay – 18 Mokshasanyaas Yog in Gujarati)