શ્રીમદ ભગવદ ગીતા - અધ્યાય 8 - અક્ષરબ્રહ્મયોગ - Shrimad Bhagvad Gita - Akshar Brahm Yog in Gujarati

અધ્યાય 8 - અક્ષરબ્રહ્મયોગ

Akshar Brahm Yog

અર્જુન ઉવાચ ।
કિં તદ્બ્રહ્મ કિમધ્યાત્મં કિં કર્મ પુરુષોત્તમ	।
અધિભૂતં ચ કિં પ્રોક્તમધિદૈવં કિમુચ્યતે	॥૧॥

અર્જુન બોલ્યા : હે પુરુષોત્તમ ! બ્રહ્મ એટલે શું? અધ્યાત્મ એટલે શું? કર્મ એટલે શું? અધિભૂત શાને કહે છે? અને અધિદૈવ કોને કહે છે?(૧)

અધિયજ્ઞઃ કથં કોઽત્ર દેહેઽસ્મિન્મધુસૂદન	।
પ્રયાણકાલે ચ કથં જ્ઞેયોઽસિ નિયતાત્મભિઃ	॥૨॥

હે મધુ સુદન ! આ દેહ માં અધિયજ્ઞ કોણ છે ? તે કેવો છે ? જેણે અંત: કરણને જીતી લીધુછે , એવો યોગી મરણ સમયે તમને કેવીરીતે જાણે છે ? (૨)

શ્રીભગવાન ઉવાચ ।
અક્ષરં બ્રહ્મ પરમં સ્વભાવોઽધ્યાત્મમુચ્યતે	।
ભૂતભાવોદ્ભવકરો વિસર્ગઃ કર્મસંજ્ઞિતઃ	॥૩॥

શ્રીભગવાન બોલ્યા: બ્રહ્મ અવિનાશી અને સર્વ શ્રેષ્ઠ છે. તેનો સ્વ-ભાવ અધ્યાત્મ છે. પ્રાણીની ઉત્પતિ ને લીધે જે વિસર્ગ, દેવોને ઉદ્દેશી યજ્ઞમાં કરેલું દ્રવ્યપ્રદાન, તેને કર્મ કહે છે.(૩)

અધિભૂતં ક્ષરો ભાવઃ પુરુષશ્ચાધિદૈવતમ્	।
અધિયજ્ઞોઽહમેવાત્ર દેહે દેહભૃતાં વર	॥૪॥

હે નરશ્રેષ્ઠ ! જે નાશવંત પદાર્થો છે તે અધિભૂત છે. પુરુષ ( ચૈતન્ય અધિષ્ઠાતા ) અધિદૈવ છે. આ દેહમાં જે સાક્ષીભૂત છે તે હું અધિયજ્ઞ છું.(૪)

અન્તકાલે ચ મામેવ સ્મરન્મુક્ત્વા કલેવરમ્	।
યઃ પ્રયાતિ સ મદ્ભાવં યાતિ નાસ્ત્યત્ર સંશયઃ	॥૫॥

વળી જે અંત:કાળે મારું સ્મરણ કરતાં કરતાં શરીર નો ત્યાગ કરે છે, તે મારા સ્વરૂપમાં સમાઈ જાય છે,તેમાં શંકા ને સ્થાન નથી.(૫)

યં યં વાપિ સ્મરન્ભાવં ત્યજત્યન્તે કલેવરમ્	।
તં તમેવૈતિ કૌન્તેય સદા તદ્ભાવભાવિતઃ	॥૬॥

અથવા હે કાંતેય ! જે મનુષ્યો મનમાં જે જે ભાવ રાખીને અંતે દેહ છોડે છે, તે બીજા જન્મમાં તે તે ભાવથી યુક્ત થઈને તે જન્મે છે.(૬)

તસ્માત્સર્વેષુ કાલેષુ મામનુસ્મર યુધ્ય ચ	।
મય્યર્પિતમનોબુદ્ધિર્મામેવૈષ્યસ્યસંશયમ્	॥૭॥

માટે હે પાર્થ ! મન અને બુદ્ધિને મારામાં અર્પણ કરીને સદૈવ મારું ચિંતન કર અને યુદ્ધ કર, એટલે તે કર્મ મારામાં જ આવી મળશે તેમાં સંશય નથી. (૭)

અભ્યાસયોગયુક્તેન ચેતસા નાન્યગામિના	।
પરમં પુરુષં દિવ્યં યાતિ પાર્થાનુચિન્તયન્	॥૮॥

હે પાર્થ ! પોતાના ચિત્તને ક્યાંય ન જવા દેતાં યોગાભ્યાસ ના સાધનથી ચિત્તને એકાગ્ર કરીને જે મારું ચિંતન કરે છે, તે તેજોમય પુરુષમાં મળી જાય છે. (૮)

કવિં પુરાણમનુશાસિતારમણોરણીયંસમનુસ્મરેદ્યઃ   ।
સર્વસ્ય ધાતારમચિન્ત્યરૂપમાદિત્યવર્ણં તમસઃ પરસ્તાત્	॥૯॥

સર્વજ્ઞ ,સર્વના નિયંતા,આદિ,સુક્ષ્માતિસુક્ષ્મ ,સર્વના પોષક ,અચિંત્યરૂપ સૂર્ય જેવા તેજસ્વી અને તમોગુણથી અલિપ્ત એવા દિવ્ય પરમ પુરુષનું ચિંતન કરેછે.(૯)

પ્રયાણકાલે મનસાચલેન ભક્ત્યા યુક્તો યોગબલેન ચૈવ	।
ભ્રુવોર્મધ્યે પ્રાણમાવેશ્ય સમ્યક્સ તં પરં પુરુષમુપૈતિ દિવ્યમ્   ॥૧૦॥

અંતકાળે જે મનુષ્ય મન સ્થિરકરી ભક્તિ વાળો થઈને યોગબળે બે ભ્રમરોની વચ્ચે પ્રાણને ઉત્તમ પ્રકારે સ્થિર કરે છે ,એ તે દિવ્ય પરમ પુરુષમાં લીન થઇ જાય છે.(૧૦)

યદક્ષરં વેદવિદો વદન્તિ વિશન્તિ યદ્યતયો વીતરાગાઃ	।
યદિચ્છન્તો બ્રહ્મચર્યં ચરન્તિ તત્તે પદં સંગ્રહેણ પ્રવક્ષ્યે	॥૧૧॥

વેદવેત્તાઓ જે પરમ તત્વને અક્ષર કહે છે, તે,જેમના કામ ક્રોધનો નાશ થયો છે એવા સંન્યાસી જે સ્વરૂપને પ્રાપ્ત કરે છે અને જેની પ્રાપ્તિ માટે બ્રહ્મચારીઓ બ્રહ્મચર્ય વ્રત પાળે છે તે પદને હું તને ટૂંક માં કહીશ.(૧૧)

સર્વદ્વારાણિ સંયમ્ય મનો હૃદિ નિરુધ્ય ચ	।
મૂર્ધ્ન્યાધાયાત્મનઃ પ્રાણમાસ્થિતો યોગધારણામ્	॥૧૨॥

જે ઈન્દ્રિયોરૂપી સર્વ દ્વારોનો નિરોધ કરી ,ચિત્તને હદયમાં સ્થિર કરી ,ભ્રુકુટી ના મધ્યભાગમાં પોતાના પ્રાણવાયુને સ્થિર કરી યોગાભ્યાસમાં સ્થિર થાય.(૧૨)

ઓમિત્યેકાક્ષરં બ્રહ્મ વ્યાહરન્મામનુસ્મરન્	।
યઃ પ્રયાતિ ત્યજન્દેહં સ યાતિ પરમાં ગતિમ્	॥૧૩॥

બ્રહ્મવાચક એકાક્ષર ॐ નો ઉચ્ચાર કરીને મારું જે સ્મરણ કરતો દેહત્યાગ કરે છે તે ઉત્તમ ગતિને પામેછે.(૧૩)

અનન્યચેતાઃ સતતં યો માં સ્મરતિ નિત્યશઃ	।
તસ્યાહં સુલભઃ પાર્થ નિત્યયુક્તસ્ય યોગિનઃ	॥૧૪॥

હે પાર્થ ! જે યોગી એકાગ્રચિત્તે સદા મારું સ્મરણ કરે છે, જે સદા સમાધાન યુક્ત હોય છે , તેને હું સહજતાથી પ્રાપ્ત થાઉં છું.(૧૪)

મામુપેત્ય પુનર્જન્મ દુઃખાલયમશાશ્વતમ્	।
નાપ્નુવન્તિ મહાત્માનઃ સંસિદ્ધિં પરમાં ગતાઃ	॥૧૫॥

એ પરમ સિદ્ધિ પ્રાપ્ત મહાત્માઓ પછી દુઃખનું સ્થાન અને અશાશ્વત એવા જન્મને પામતા નથી.(૧૫)

આબ્રહ્મભુવનાલ્લોકાઃ પુનરાવર્તિનોઽર્જુન	।
મામુપેત્ય તુ કૌન્તેય પુનર્જન્મ ન વિદ્યતે	॥૧૬॥

હે અર્જુન ! બ્રહ્મલોક સુધીના સર્વલોક ઉત્પતિ અને વિનાશને આધીન છે. પરંતુ હે કાંતેય ! ફક્ત મારી પ્રાપ્તિ થયા પછી પુનર્જન્મ થતો નથી.(૧૬)

સહસ્રયુગપર્યન્તમહર્યદ્બ્રહ્મણો વિદુઃ	।
રાત્રિં યુગસહસ્રાન્તાં તેઽહોરાત્રવિદો જનાઃ	॥૧૭॥

કેમકે ચાર હજાર યુગ વિતે છે ત્યારે બ્રહ્મદેવનો એક દિવસ થાય છે અને પછી તેટલા જ સમય ની રાત્રિ આવે છે. આ વાત રાત્રિ-દિવસને જાણનારા મનુષ્યો જ જાણે છે.(૧૭)

અવ્યક્તાદ્વ્યક્તયઃ સર્વાઃ પ્રભવન્ત્યહરાગમે	।
રાત્ર્યાગમે પ્રલીયન્તે તત્રૈવાવ્યક્તસંજ્ઞકે	॥૧૮॥

દિવસ શરૂ થતાં અવ્યક્ત માંથી સર્વ ભૂતોનો ઉદય થાય છે. અને રાત્રિ નું આગમન થતાં જ તે સર્વ અવ્યક્ત માં લય પામે છે.(૧૮)

ભૂતગ્રામઃ સ એવાયં ભૂત્વા ભૂત્વા પ્રલીયતે	।
રાત્ર્યાગમેઽવશઃ પાર્થ પ્રભવત્યહરાગમે	॥૧૯॥

હે પાર્થ ! તે સર્વ ચરાચર ભૂતોનો સમુદાય પરાધીન હોવાથી ફરી ફરી ઉત્પન થાય છે અને રાત્રિ આવતાં લય પામે છે. અને ફરી દિવસ થતાં પુન: ઉત્પન થાય છે.(૧૯)

પરસ્તસ્માત્તુ ભાવોઽન્યોઽવ્યક્તોઽવ્યક્તાત્સનાતનઃ  ।
યઃ સ સર્વેષુ ભૂતેષુ નશ્યત્સુ ન વિનશ્યતિ	॥૨૦॥

સર્વ ચરાચરનો નાશ થયા પછી પણ જે નાશ પામતો નથી , એ, તે અવ્યક્તથી પર , ઇન્દ્રિયોથી અગોચર તથા અવિનાશી બીજો ભાવ છે.(૨૦)

અવ્યક્તોઽક્ષર ઇત્યુક્તસ્તમાહુઃ પરમાં ગતિમ્	।
યં પ્રાપ્ય ન નિવર્તન્તે તદ્ધામ પરમં મમ	॥૨૧॥

જે અવ્યક્ત ભાવ અક્ષર સંજ્ઞાથી પ્રસિદ્ધ છે તેને જ પરમગતિ કહેવામાં આવે છે. જ્યાં જ્ઞાનીઓ પહોચ્યા પછી પુન: પાછા આવતા નથી તે જ મારું પરમધામ છે.(૨૧)

પુરુષઃ સ પરઃ પાર્થ ભક્ત્યા લભ્યસ્ત્વનન્યયા	।
યસ્યાન્તઃસ્થાનિ ભૂતાનિ યેન સર્વમિદં તતમ્	॥૨૨॥

હે પાર્થ ! જેમાં સર્વ ભૂતોનો સમાવેશ થાય છે અને જેનાથી આ સમસ્ત જગત વ્યાપ્ત છે, તે પરમ પુરુષ અનન્ય ભક્તિથી જ પ્રાપ્ત થાય છે.(૨૨)

યત્ર કાલે ત્વનાવૃત્તિમાવૃત્તિં ચૈવ યોગિનઃ	।
પ્રયાતા યાન્તિ તં કાલં વક્ષ્યામિ ભરતર્ષભ	॥૨૩॥

હે ભરતશ્રેષ્ઠ ! જે કાળે યોગીઓ મૃત્યુ પામી, પાછા જન્મતા નથી, અને જે કાળે મૃત્યુ પામીને પાછા જન્મે છે, તે કાળ હું તને કહું છું.(૨૩)

અગ્નિર્જોતિરહઃ શુક્લઃ ષણ્માસા ઉત્તરાયણમ્	।
તત્ર પ્રયાતા ગચ્છન્તિ બ્રહ્મ બ્રહ્મવિદો જનાઃ	॥૨૪॥

અગ્નિ ,જ્યોતિ,દિવસ, શુક્લપક્ષ અને ઉત્તરાયણના છ માસ માં મૃત્યુ પામનાર બ્રહ્મવેત્તાઓ બ્રહ્મ ને જઈ મળે છે.(૨૪)

ધૂમો રાત્રિસ્તથા કૃષ્ણઃ ષણ્માસા દક્ષિણાયનમ્	।
તત્ર ચાન્દ્રમસં જ્યોતિર્યોગી પ્રાપ્ય નિવર્તતે	॥૨૫॥

ધૂમ્ર, રાત, કૃષ્ણપક્ષ તથા દક્ષિણાયન ના છ માસ માં મૃત્યુ પામનાર યોગી ચન્દ્ર્લોકમાં ભોગો ભોગવી આગળ ન જતાં પાછા વળે છે.(૨૫)

શુક્લકૃષ્ણે ગતી હ્યેતે જગતઃ શાશ્વતે મતે	।
એકયા યાત્યનાવૃત્તિમન્યયાવર્તતે પુનઃ	॥૨૬॥

આ જગતની શુક્લ અને કૃષ્ણ એમ બે ગતિ શાશ્વત માનવામાં આવી છે. એક ગતિથી જનાર યોગીને પાછા ફરવું પડતું નથી અને બીજી ગતિથી જનાર યોગીને પાછા ફરવું પડે છે.(૨૬)

નૈતે સૃતી પાર્થ જાનન્યોગી મુહ્યતિ કશ્ચન	।
તસ્માત્સર્વેષુ કાલેષુ યોગયુક્તો ભવાર્જુન	॥૨૭॥

હે પાર્થ ! આ બે માર્ગને જાણનારો કોઈ પણ યોગી મોહમાં ફસાતો નથી. એટલા માટે તું સર્વ કાળમાં યોગયુક્ત બન.(૨૭)

વેદેષુ યજ્ઞેષુ તપઃસુ ચૈવ દાનેષુ યત્પુણ્યફલં પ્રદિષ્ટમ્	।
અત્યેતિ તત્સર્વમિદં વિદિત્વાયોગી પરં સ્થાનમુપૈતિ ચાદ્યમ્	॥૨૮॥

આ બધું જાણ્યા પછી વેદ,યજ્ઞ , તપ અને દાન દ્વારા થતી જે પુણ્યફળની પ્રાપ્તિ કહી છે, તે સર્વ પુણ્ય પ્રાપ્તિનું અતિક્રમણ કરીને યોગી આદ્ય તથા ઉત્કૃષ્ટ સ્થાનને જ પ્રાપ્ત કરે છે.(૨૮)

ૐ તત્સદિતિ શ્રીમદ્ભગવદ્ગીતાસૂપનિષત્સુ બ્રહ્મવિદ્યાયાં યોગશાસ્ત્રે શ્રીકૃષ્ણાર્જુનસંવાદે
અક્ષરબ્રહ્મયોગો નામાષ્ટમોઽધ્યાયઃ ॥૮॥

અધ્યાય 1 - અર્જુનવિષાદયોગ (Adhyay – 1 Arjun Vishaad Yog in Gujarati)
અધ્યાય 2 - સાંખ્યયોગ (Adhyay – 2 Saankhya Yog in Gujarati)
અધ્યાય 3 - કર્મયોગ (Adhyay – 3 Karma Yog in Gujarati)
અધ્યાય 4 - જ્ઞાનકર્મસંન્યાસયોગ (Adhyay – 4 Gyaan Karm Sanyaas Yog in Gujarati)
અધ્યાય 5 - કર્મસંન્યાસયોગ (Adhyay – 5 Karma Sanyaas Yog in Gujarati)
અધ્યાય 6 - આત્મસંયમયોગ (Adhyay – 6 Atma Sanyam Yog in Gujarati)
અધ્યાય 7 - જ્ઞાનવિજ્ઞાનયોગ (Adhyay – 7 Gyaan Vigyaan Yog in Gujarati)
અધ્યાય 8 - અક્ષરબ્રહ્મયોગ (Adhyay – 8 Akshar Brahm Yog in Gujarati)
અધ્યાય 9 - રાજવિદ્યારાજગુહ્યયોગ (Adhyay – 9 Raajvidya Raajguhya Yog in Gujarati)
અધ્યાય 10 - વિભૂતિયોગ (Adhyay – 10 Vibhooti Yog in Gujarati)
અધ્યાય 11 - વિશ્વરૂપદર્શનયોગ (Adhyay – 11 Vishvaroopdarshan Yog in Gujarati)
અધ્યાય 12 - ભક્તિયોગ (Adhyay – 12 Bhakti Yog in Gujarati)
અધ્યાય 13 - ક્ષેત્રક્ષેત્રજ્ઞવિભાગયોગ (Adhyay – 13 Kshetrakshetragna Vibhaag Yog in Gujarati)
અધ્યાય 14 - ગુણત્રયવિભાગયોગ (Adhyay – 14 Guntraya vibhaag Yog in Gujarati)
અધ્યાય 15 - પુરુષોત્તમયોગ (Adhyay – 15 Purushottam Yog in Gujarati)
અધ્યાય 16 - દૈવાસુરસંપદ્વિભાગયોગ (Adhyay – 16 Daivasur Sampadvibhaag Yog in Gujarati)
અધ્યાય 17 - શ્રદ્ધાત્રયવિભાગયોગ (Adhyay – 17 Shradhdhatray Vibhaag Yog in Gujarati)
અધ્યાય 18 - મોક્ષસંન્યાસયોગ (Adhyay – 18 Mokshasanyaas Yog in Gujarati)