શ્રીમદ ભગવદ ગીતા - અધ્યાય 9 - રાજવિદ્યારાજગુહ્યયોગ - Shrimad Bhagvad Gita - Raajvidya Raajguhya Yog in Gujarati

અધ્યાય 9 - રાજવિદ્યારાજગુહ્યયોગ

Adhyay – 9 Raajvidya Raajguhya Yog

શ્રીભગવાન ઉવાચ ।
ઇદં તુ તે ગુહ્યતમં પ્રવક્ષ્યામ્યનસૂયવે	।
જ્ઞાનં વિજ્ઞાનસહિતં યજ્જ્ઞાત્વા મોક્ષ્યસેઽશુભાત્	॥૧||

શ્રીભગવાન બોલ્યા: શ્રી ભગવાન બોલ્યાઃ હે અર્જુન ! જે જાણવાથી તું આ અશુભ સંસારથી મુક્ત થઈશ. એવું અત્યંત ગુહ્ય જ્ઞાન છે તે તારા જેવા નિર્મળને હું વિજ્ઞાન સહિત કહી સંભળાવું છું.(૧)

રાજવિદ્યા રાજગુહ્યં પવિત્રમિદમુત્તમમ્	।
પ્રત્યક્ષાવગમં ધર્મ્યં સુસુખં કર્તુમવ્યયમ્	॥૨||

આ જ્ઞાન સર્વ વિદ્યાઓનો રાજા છે, સર્વ ગુહ્યમાં શ્રેષ્ઠ છે, પવિત્ર છે, ઉત્તમ છે, પ્રત્યક્ષ અનુભવમાં લેવાય એવું છે,ધર્માનુસાર છે,સુખપૂર્વક પ્રાપ્ત થનારું અને અવિનાશી છે.(૨)

અશ્રદ્દધાનાઃ પુરુષા ધર્મસ્યાસ્ય પરંતપ	।
અપ્રાપ્ય માં નિવર્તન્તે મૃત્યુસંસારવર્ત્મનિ	॥૩||

હે પરંતપ ! ધર્મમાં શ્રદ્ધા ન રાખનારા પુરુષો મારી પ્રાપ્તિ ન થવાથી મૃત્યુયુક્ત સંસારના માર્ગમાં જ ભમ્યા કરે છે.(૩)

મયા તતમિદં સર્વં જગદવ્યક્તમૂર્તિના	।
મત્સ્થાનિ સર્વભૂતાનિ ન ચાહં તેષ્વવસ્થિતઃ	॥૪||

હું અવ્યક્તરૂપ છું, સકળ જગત મારાથી વ્યાપ્ત છે. મારામાં સર્વ ભૂતો સ્થિત છે, પરંતુ હું તેમનામાં સ્થિત નથી.(૪)

ન ચ મત્સ્થાનિ ભૂતાનિ પશ્ય મે યોગમૈશ્વરમ્	।
ભૂતભૃન્ન ચ ભૂતસ્થો મમાત્મા ભૂતભાવનઃ	॥૫||

ભૂતો મારામાં નથી, એવી મારી ઈશ્વરી અદભૂત ઘટના જો. હું ભૂતોને ધારણ કરુંછું છતાં ભૂતોમાં હું રહેતો નથી. મારો આત્મા ભૂતોની ઉત્પતિ અને સંરક્ષણ કરનારો છે.(૫)

યથાકાશસ્થિતો નિત્યં વાયુઃ સર્વત્રગો મહાન્	।
તથા સર્વાણિ ભૂતાનિ મત્સ્થાનીત્યુપધારય	॥૬||

જેવી રીતે સર્વત્ર વિચરનાર પ્રચંડ વાયુ કાયમ આકાશ માં જ હોય છે, તેમ સર્વ ભૂતો મારામાં સ્થિત છે એમ તું માન.(૬)

સર્વભૂતાનિ કૌન્તેય પ્રકૃતિં યાન્તિ મામિકામ્	।
કલ્પક્ષયે પુનસ્તાનિ કલ્પાદૌ વિસૃજામ્યહમ્	॥૭||

હે કાંતેય ! સર્વ ભૂતો કલ્પ ના અંતે મારી પ્રકૃતિમાં જ લીન થાય છે અને કલ્પ ના આરંભમાં ફરી હું જ એને ઉત્પન કરું છું.(૭)

પ્રકૃતિં સ્વામવષ્ટભ્ય વિસૃજામિ પુનઃ પુનઃ	।
ભૂતગ્રામમિમં કૃત્સ્નમવશં પ્રકૃતેર્વશાત્	॥૮||

આ પ્રમાણે હું મારી પોતાની પ્રકૃતિનો આશ્રય કરીને સ્વભાવથી પરતંત્ર એવા આ ભૂત સમુદાયને ફરી ફરી લીન કરું છું અને ઉત્પન કરું છું.(૮)

ન ચ માં તાનિ કર્માણિ નિબધ્નન્તિ ધનંજય	।
ઉદાસીનવદાસીનમસક્તં તેષુ કર્મસુ	॥૯||

હે ધનંજય ! કર્મો પ્રત્યે ઉદાસીન પુરુષ પ્રમાણે આસક્તિ વગરના રહેલા મને તે કર્મો બંધન કરતાં નથી.(૯)

મયાધ્યક્ષેણ પ્રકૃતિઃ સૂયતે સચરાચરમ્	।
હેતુનાનેન કૌન્તેય જગદ્વિપરિવર્તતે	॥૧૦||

હે કાંતેય ! મારી અધ્યક્ષતાથી આ ત્રિગુણાત્મક પ્રકૃતિ આ ચરાચર જગતને ઉત્પન કરે છે. એજ કારણ થી વિશ્વ ફરતું રહે છે.(૧૦)

અવજાનન્તિ માં મૂઢા માનુષીં તનુમાશ્રિતમ્	।
પરં ભાવમજાનન્તો મમ ભૂતમહેશ્વરમ્	॥૧૧||

મેં મનુષ્ય દેહ ધારણ કરેલો છે. તેથી મૂઢ મનુષ્યો મારી અવજ્ઞા કરે છે. હું સર્વ ભૂતોનો ઈશ્વર છું એવું જે મારું ઉત્કૃષ્ટ સ્વરૂપ છે તેનું જ્ઞાન તેમને હોતું નથી.(૧૧)

મોઘાશા મોઘકર્માણો મોઘજ્ઞાના વિચેતસઃ	।	
રાક્ષસીમાસુરીં ચૈવ પ્રકૃતિં મોહિનીં શ્રિતાઃ	॥૧૨||

તે અજ્ઞાનીઓની આશા ,કર્મો અને જ્ઞાન – સર્વ વ્યર્થ જ છે. તેઓ વિચારશૂન્ય થઇ જાય છે અને મોહમાં બાંધનારા રાક્ષસી તથા આસુરી સ્વભાવનો જ આશ્રય કરે છે.(૧૨)

મહાત્માનસ્તુ માં પાર્થ દૈવીં પ્રકૃતિમાશ્રિતાઃ	।
ભજન્ત્યનન્યમનસો જ્ઞાત્વા ભૂતાદિમવ્યયમ્	॥૧૩||

હે પાર્થ ! જેમણે દૈવી પ્રકૃતિનો આશ્રય કર્યો છે એવા એકનિષ્ઠ મહાત્માઓ જાણે જ છે કે હું ભૂતોનો આદિ અને અવિનાશી છું. તેઓ એમ સમજીને જ મને ભજે છે.(૧૩)

સતતં કીર્તયન્તો માં યતન્તશ્ચ દૃઢવ્રતાઃ	।
નમસ્યન્તશ્ચ માં ભક્ત્યા નિત્યયુક્તા ઉપાસતે	॥૧૪||

નિત્ય ભક્તિપૂર્વક શમાદિ વ્રતોને દઢતાપૂર્વક પાળી તે મહાત્માઓ , નિરંતર મારું કીર્તન કરી તથા ઇન્દ્રિય દમન અને નમસ્કાર કરતાં મારી જ ઉપાસના કરે છે.(૧૪)

જ્ઞાનયજ્ઞેન ચાપ્યન્યે યજન્તો મામુપાસતે	।
એકત્વેન પૃથક્ત્વેન બહુધા વિશ્વતોમુખમ્	॥૧૫||

જ્ઞાનયજ્ઞથી પૂજનારા કેટલાક મનુષ્યો મારી ઉપાસના કરે છે.અને વિશ્વતોમુખે રહેલા કેટલાક મનુષ્યો મારી એકરૂપથી, ભિન્ન ભિન્ન રૂપથી મારી ઉપાસના કરે છે.(૧૫)

અહં ક્રતુરહં યજ્ઞઃ સ્વધાહમહમૌષધમ્	।
મન્ત્રોઽહમહમેવાજ્યમહમગ્નિરહં હુતમ્	॥૧૬||

અગ્નિહોત્ર આદિ શ્રોતયજ્ઞ, વૈશ્વદેવાદિક સ્માર્તયજ્ઞ, પિતૃઓને અર્પણ થતું “ સ્વધા” અન્ન, ઔષધ, મંત્ર, હુત્દ્રવ્ય, અગ્નિ અને હવનકર્મ હું જ છું.(૧૬)

પિતાહમસ્ય જગતો માતા ધાતા પિતામહઃ	।
વેદ્યં પવિત્રમોંકાર ઋક્સામ યજુરેવ ચ	॥૧૭||

આ જગતનો પિતા, માતા, પિતામહ એટલેકે કર્મફળ આપનાર બ્રહ્મદેવનો પિતા, પવિત્ર કરનાર યજ્ઞયાગાદિ કર્મો, ઓમકાર, ઋગવેદ, સામવેદ તથા યજુર્વેદ પણ હું જ છું.(૧૭)

ગતિર્ભર્તા પ્રભુઃ સાક્ષી નિવાસઃ શરણં સુહૃત્	।
પ્રભવઃ પ્રલયઃ સ્થાનં નિધાનં બીજમવ્યયમ્	॥૧૮||

પ્રાપ્ત થવા યોગ્ય કર્મફળ ,જગતનો પોષણકર્તા, સર્વ નો સ્વામી ,પ્રાણીઓના શુભાશુભ કર્મોનો સાક્ષી, સર્વનું નિવાસસ્થાન,શરણાગત વત્સલ,અનપેક્ષ મિત્ર,જગતની ઉત્પતિ,પ્રલય રૂપ તથા સર્વનો આશ્રય,નિધાન અને અવિનાશી કારણ પણ હું જ છું.(૧૮)

તપામ્યહમહં વર્ષં નિગૃહ્ણામ્યુત્સૃજામિ ચ	।
અમૃતં ચૈવ મૃત્યુશ્ચ સદસચ્ચાહમર્જુન	॥૧૯||

હે પાર્થ ! સુર્યરૂપે હું તપું છું, વરસાદ પાડનાર અને રોકનાર હું છું, અમૃત હું છું, મૃત્યુ હું છું,સત અને અસત પણ હું છું.(૧૯)

ત્રૈવિદ્યા માં સોમપાઃ પૂતપાપા યજ્ઞૈરિષ્ટ્વા સ્વર્ગતિં પ્રાર્થયન્તે   ।
તે પુણ્યમાસાદ્ય સુરેન્દ્રલોકમશ્નન્તિ દિવ્યાન્દિવિ દેવભોગાન્   ॥૨૦||

ત્રણ વેદ જાણનારા,સોમપાન કરનારા,અને તેના યોગથી નિષ્પાપ થયેલા, યાજ્ઞિકો યજ્ઞ વડે મારું પૂજન કરીને સ્વર્ગ પ્રાપ્તિ માટે મારી પ્રાર્થના કરે છે અને તેઓ દીક્ષિત પુણ્યના પ્રભાવે સ્વર્ગમાં જઈ દેવોના ભોગો ભોગવે છે.(૨૦)

તે તં ભુક્ત્વા સ્વર્ગલોકં વિશાલં ક્ષીણે પુણ્યે મર્ત્યલોકં વિશન્તિ   ।
એવં ત્રયીધર્મમનુપ્રપન્ના ગતાગતં કામકામા લભન્તે	॥૨૧||

તેઓ વિશાળસ્વર્ગલોક નો ઉપભોગ કરી પુણ્ય સમાપ્ત થતાં પાછા મૃત્યુલોકમાં આવે છે.આમ ત્રણ વેદમાં નિર્દિષ્ટ કરેલા કેવળ વૈદિક કર્મ કરનારા કામના પ્રિય લોકો જન્મ-મરણના ચક્કરમાં પડે છે.(૨૧)

અનન્યાશ્ચિન્તયન્તો માં યે જનાઃ પર્યુપાસતે	।
એષાં નિત્યાભિયુક્તાનાં યોગક્ષેમં વહામ્યહમ્	॥૨૨||

જે લોકો એકનિષ્ઠ થઈને મારું ચિંતન કરતાં મારી ઉપાસના કરે છે, એ સર્વદા મારી સાથે નિષ્કામ ભક્તોના યોગક્ષેમને હું ચલાવતો રહું છું.(૨૨)

યેઽપ્યન્યદેવતા ભક્તા યજન્તે શ્રદ્ધયાન્વિતાઃ	।
તેઽપિ મામેવ કૌન્તેય યજન્ત્યવિધિપૂર્વકમ્	॥૨૩||

અન્ય દેવોને ઉપાસતા લોકો શ્રધાયુક્ત થઇ તે દેવતાઓનું પૂજન-યજન કરે છે. હે કાન્તેય !તેઓ પણ મારું જ યજન કરે છે. પરંતુ તેમનું એ આચરણ અવિધિપૂર્વકનું હોય છે.(૨૩)

અહં હિ સર્વયજ્ઞાનાં ભોક્તા ચ પ્રભુરેવ ચ	।	
ન તુ મામભિજાનન્તિ તત્ત્વેનાતશ્ચ્યવન્તિ તે	॥૨૪||

કેમ કે હું જ સર્વ યજ્ઞોનો ભોક્તા અને સ્વામી છું,અન્ય દેવોના ભક્તો મને તત્વત: જાણતા નથી. તેથી તેઓ મુખ્ય યજ્ઞફળથી વંચિત રહે છે.(૨૪)

યાન્તિ દેવવ્રતા દેવાન્પિતૄન્યાન્તિ પિતૃવ્રતાઃ	।
ભૂતાનિ યાન્તિ ભૂતેજ્યા યાન્તિ મદ્યાજિનોઽપિ મામ્ ॥૨૫||

દેવોની ઉપાસના કરનારા દેવલોકમાં જાય છે,પિતૃભક્તો પિતૃલોકમાં જાય છે, ભૂતોના પુજકોને ભૂતોની પ્રાપ્તિ થાય છે અને મારું ભજન કરનારાઓને મારી પ્રાપ્તિ થાય છે.(૨૫)

પત્રં પુષ્પં ફલં તોયં યો મે ભક્ત્યા પ્રયચ્છતિ	।
તદહં ભક્ત્યુપહૃતમશ્નામિ પ્રયતાત્મનઃ	॥૨૬||

શુદ્ધ ચિત્તવાળા ભક્તો પ્રેમ અને ભક્તિપૂર્વક મને પત્ર,પુષ્પ,ફળ,જળ વગેરે અર્પણ કરે છે. તે હું સાકારરૂપ ધારણ કરી પ્રેમપૂર્વક ગ્રહણ કરું છું.(૨૬)

યત્કરોષિ યદશ્નાસિ યજ્જુહોષિ દદાસિ યત્	।
યત્તપસ્યસિ કૌન્તેય તત્કુરુષ્વ મદર્પણમ્	॥૨૭||

હે કાન્તેય ! તું જે કઈ કર્મ કરે, ભક્ષણ કરે, હવન કરે, દાન આપે કે સ્વધર્માચરણરૂપ તપકરે, તે સર્વ કંઈ મને અર્પણ કરી દે.(૨૭)

શુભાશુભફલૈરેવં મોક્ષ્યસે કર્મબન્ધનૈઃ	।
સંન્યાસયોગયુક્તાત્મા વિમુક્તો મામુપૈષ્યસિ	॥૨૮||

આમ સર્વ કર્મો મને અર્પણ કરવાથી તારું અંત:કરણ સન્યાસયોગ યુક્ત થશે.આથી તું શુભ-અશુભ ફળ આપનારા કર્મબંધનથી મુક્ત થઇ જઈશ.અને એમ તું મારામાં મળી જઈશ.(૨૮)

સમોઽહં સર્વભૂતેષુ ન મે દ્વેષ્યોઽસ્તિ ન પ્રિયઃ	।
યે ભજન્તિ તુ માં ભક્ત્યા મયિ તે તેષુ ચાપ્યહમ્   ॥૨૯||

હું સર્વ ભૂતોમાં સમાન છું, મારો કોઈ શત્રુ નથી કે કોઈ મિત્ર નથી. મને જે ભક્તિથી ભજે છે તેઓ મારામાં સ્થિર છે અને હું પણ તેમનામાં રહું છું.(૨૯)

અપિ ચેત્સુદુરાચારો ભજતે મામનન્યભાક્	।
સાધુરેવ સ મન્તવ્યઃ સમ્યગ્વ્યવસિતો હિ સઃ	॥૩૦||

અતિ દુરાચારી હોવા છતાં જે એકનિષ્ઠાથી મારું ભજન કરે તેને સાધુ સમજવો.કેમ કે તે યથાર્થ નિશ્વયવાળો હોય છે.એટલેકે તે એવું માને છે કે પ્રભુભજન સિવાય અન્ય કઇ જ નથી.(૩૦)

ક્ષિપ્રં ભવતિ ધર્માત્મા શશ્વચ્છાન્તિં નિગચ્છતિ	।
કૌન્તેય પ્રતિજાનીહિ ન મે ભક્તઃ પ્રણશ્યતિ	॥૩૧||

હે કાન્તેય ! તે તરત જ ધર્માત્મા બની જાય છે અને શાશ્વત, પરમ શાંતિ પામે છે. મારા ભક્તનો કદી નાશ થતો નથી, એ તું નિશ્વયપૂર્વક જાણ.(૩૧)

માં હિ પાર્થ વ્યપાશ્રિત્ય યેઽપિ સ્યુઃ પાપયોનયઃ   ।
સ્ત્રિયો વૈશ્યાસ્તથા શૂદ્રાસ્તેઽપિ યાન્તિ પરાં ગતિમ્   ॥૩૨||

સ્ત્રીઓ,વૈશ્ય , શુદ્ર વગેરે જે કોઈ પાપ યોનિમાં જન્મ્યા હોય તો પણ હે પાર્થ ! તેઓ મારો આશ્રય કરે તો તેને ઉત્તમ ગતિ પ્રાપ્ત થાય છે.(૩૨)

કિં પુનર્બ્રાહ્મણાઃ પુણ્યા ભક્તા રાજર્ષયસ્તથા	।
અનિત્યમસુખં લોકમિમં પ્રાપ્ય ભજસ્વ મામ્	॥૩૩||

આ પ્રમાણે છે તો જે પુણ્યશાળી હોય અને સાથે મારી ભક્તિ કરનારા બ્રાહ્મણ અને રાજર્ષિ હોય તો તે મને અતિ પ્રિય જ હોય. તેં આ નાશવંત અને દુઃખી એવા મૃત્યુલોકમાં જન્મ ધારણ કર્યો છે, તો મારું ભજન કર.(૩૩)

મન્મના ભવ મદ્ભક્તો મદ્યાજી માં નમસ્કુરુ	।
મામેવૈષ્યસિ યુક્ત્વૈવમાત્માનં મત્પરાયણઃ	॥૩૪||

હે અર્જુન ! તું મારામાં મન રાખ, મારો ભક્ત થા, મારા પૂજન વિષે પરાયણ થા તથા મને નમસ્કાર કર. આ પ્રકારે મારા શરણ ને પ્રાપ્ત થયેલો તું તારા અંત:કરણને મારામાં યોજવાથી મને પામીશ.(૩૪)

ૐ તત્સદિતિ શ્રીમદ્ભગવદ્ગીતાસૂપનિષત્સુ બ્રહ્મવિદ્યાયાં યોગશાસ્ત્રે શ્રીકૃષ્ણાર્જુનસંવાદે
રાજવિદ્યારાજગુહ્યયોગો નામ નવમોઽધ્યાયઃ ॥૯॥

અધ્યાય 1 - અર્જુનવિષાદયોગ (Adhyay – 1 Arjun Vishaad Yog in Gujarati)
અધ્યાય 2 - સાંખ્યયોગ (Adhyay – 2 Saankhya Yog in Gujarati)
અધ્યાય 3 - કર્મયોગ (Adhyay – 3 Karma Yog in Gujarati)
અધ્યાય 4 - જ્ઞાનકર્મસંન્યાસયોગ (Adhyay – 4 Gyaan Karm Sanyaas Yog in Gujarati)
અધ્યાય 5 - કર્મસંન્યાસયોગ (Adhyay – 5 Karma Sanyaas Yog in Gujarati)
અધ્યાય 6 - આત્મસંયમયોગ (Adhyay – 6 Atma Sanyam Yog in Gujarati)
અધ્યાય 7 - જ્ઞાનવિજ્ઞાનયોગ (Adhyay – 7 Gyaan Vigyaan Yog in Gujarati)
અધ્યાય 8 - અક્ષરબ્રહ્મયોગ (Adhyay – 8 Akshar Brahm Yog in Gujarati)
અધ્યાય 9 - રાજવિદ્યારાજગુહ્યયોગ (Adhyay – 9 Raajvidya Raajguhya Yog in Gujarati)
અધ્યાય 10 - વિભૂતિયોગ (Adhyay – 10 Vibhooti Yog in Gujarati)
અધ્યાય 11 - વિશ્વરૂપદર્શનયોગ (Adhyay – 11 Vishvaroopdarshan Yog in Gujarati)
અધ્યાય 12 - ભક્તિયોગ (Adhyay – 12 Bhakti Yog in Gujarati)
અધ્યાય 13 - ક્ષેત્રક્ષેત્રજ્ઞવિભાગયોગ (Adhyay – 13 Kshetrakshetragna Vibhaag Yog in Gujarati)
અધ્યાય 14 - ગુણત્રયવિભાગયોગ (Adhyay – 14 Guntraya vibhaag Yog in Gujarati)
અધ્યાય 15 - પુરુષોત્તમયોગ (Adhyay – 15 Purushottam Yog in Gujarati)
અધ્યાય 16 - દૈવાસુરસંપદ્વિભાગયોગ (Adhyay – 16 Daivasur Sampadvibhaag Yog in Gujarati)
અધ્યાય 17 - શ્રદ્ધાત્રયવિભાગયોગ (Adhyay – 17 Shradhdhatray Vibhaag Yog in Gujarati)
અધ્યાય 18 - મોક્ષસંન્યાસયોગ (Adhyay – 18 Mokshasanyaas Yog in Gujarati)